અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/વિવેચન એક જાત તપાસ – ‘A dialogue with self’ – ગુણવંત વ્યાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
જહાંગીર એદલજી સંજણાએ તો બાલાશંકર કંથારીયા વિશે ‘ક્લાન્ત કવિ કે કલાન્ત કવિ’ (૧૯૯૯) પુસ્તક પ્રગટ કરીને જબરો ઉહાપોહ સર્જો હતો અને ‘ગીતિ’ની ચર્ચામાં નરસિંહરાવને પણ હંફાવ્યા હતા! એમના યાદગાર પુસ્તક ‘અનાર્યનાં અડપલાં’ અને એમાંય ખાસ તો ‘સાહિત્યનું ધ્યેય’ આજના ઊગતા અધ્યાપકો-સમીક્ષકો-વિવેચકોએ ખાસ વાંચવા જોઈએ; ને એમાંથી શું લખવું ની સાથે શું ન લખવું - ની પણ સમજ કેળવવી જોઈએ! તો અધ્યાપકે-અભ્યાસુએ ચંદ્રવદન ચી. મહેતાના અલગારી સ્વભાવથી પણ દૂર રહેવું જોઈએ. શાસ્ત્રીયતા વગરનું અરુઢ અભિગમથી એમણે કરેલું વિવેચન કેટલું ગ્રાહ્ય-અગ્રાહ્ય છે એ તપાસીએ તો જ મારી સમજ સ્પષ્ટ થશે. એમાં મને વૈવ્યક્તિક ઉષ્મા તો જણાય જ છે, પણ આત્મલક્ષી રાગીયતાના અંશો પણ દેખાય છે!

વિવેચક તરીકે હું મારી જાતને ઢંઢોળું છું! મારામાં તલાવગ્રાહી અભ્યાસનિષ્ઠા કેટલી છે એ મેં જોયું જ નથી. સત્યનિષ્ઠ હું કેટલો છું કે મારામાં તટસ્થ કેટલું છે એ મેં તપાસ્યું જ નથી! સુશ્લિષ્ટતાના અભાવયુક્ત, કૃતિનું ખંડ દર્શન કરાવતો એકપક્ષીય મારો અભિનિવેશ ક્યાંક મને વાગમિતામાં તો નથી દોરતો ને?! સમ્યક દ્રષ્ટિ સાથેનું પ્રયોગશીલ વલણ મારા લખાણને રસલક્ષી અને મર્મદર્શી બનાવશે. આસ્વાદલક્ષી લખાણ પણ સઘન, મૌલિક અને શાસ્ત્રીય બનવું જોઈશે. તેજસ્વી અને મૌલિક અર્થઘટનનો જ મને તારશે; અને શાસ્ત્રીય અભિગમયુક્ત અભ્યાસ જ એને દીર્ઘજીવી બનાવશે એ સત્ય છે.  

મારે સંસ્કૃત નાટકોનો અભ્યાસ કરવો હશે તો મારે ડોલનરાય માંકડ પાસે જવું પડશે. મારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રારંભિક ભૂમિકા સમજવી હશે તો મારે જહાંગીર એદલજીને વાંચવા પડશે. મારે કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો જાણવા હશે તો મારે આપણા આદિવવેચક નવલરામને સેવવા પડશે. નાન્હાલાલ વિશે અભ્યાસ કરતો હું અનંતરાય રાવળને કેમ વિચરી શકું? ગ્રંથસમીક્ષા, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચન માટે મારો આજનો આદર્શ સુરેશ જોશી હોવા છતાં મારે મણીલાલ દ્વિવેદીના એકધારા તેર વર્ષના તપ સમી ગ્રંથસમીક્ષાની નોંધ લેવી પડશે. હીરાલાલ પારેખના ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા અવલોકનોના સંગ્રહોની શ્રેણી ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના આઠ ભાગોનું આકલન કરવું પડશે. સુન્દરમના ‘અવલોકના’માંથી પસાર થવું પડશે, અને ડોલનરાયના ‘નૈવેદ્ય’ ને રમણભાઈ નીલકંઠના ‘જૂઈ અને કેતકી’નું પરિશીલન કરવું પડશે.
મારે સંસ્કૃત નાટકોનો અભ્યાસ કરવો હશે તો મારે ડોલનરાય માંકડ પાસે જવું પડશે. મારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રારંભિક ભૂમિકા સમજવી હશે તો મારે જહાંગીર એદલજીને વાંચવા પડશે. મારે કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો જાણવા હશે તો મારે આપણા આદિવવેચક નવલરામને સેવવા પડશે. નાન્હાલાલ વિશે અભ્યાસ કરતો હું અનંતરાય રાવળને કેમ વિચરી શકું? ગ્રંથસમીક્ષા, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચન માટે મારો આજનો આદર્શ સુરેશ જોશી હોવા છતાં મારે મણીલાલ દ્વિવેદીના એકધારા તેર વર્ષના તપ સમી ગ્રંથસમીક્ષાની નોંધ લેવી પડશે. હીરાલાલ પારેખના ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા અવલોકનોના સંગ્રહોની શ્રેણી ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના આઠ ભાગોનું આકલન કરવું પડશે. સુન્દરમના ‘અવલોકના’માંથી પસાર થવું પડશે, અને ડોલનરાયના ‘નૈવેદ્ય’ ને વિજયરાય વૈદ્યના ‘જૂઈ અને કેતકી’નું પરિશીલન કરવું પડશે.
ગીજુભાઈ બધેકાએ બે ભાગમાં આપેલ ‘વાર્તાનું શાસ્ત્ર’ તો મેં જોયું જ નથી અને હું વાર્તા-વિવેચન કરું છું! તુલનાત્મક અભ્યાસ દરમિયાન હું કેમ્બ્રિજ યુનિ. પ્રાપ્ત બી.એ. પદવી પ્રાપ્ત, જર્મનની વુતર્સબર્ગ યુનિ.ની પીએચ.ડી પદવી પ્રાપ્ત અને બનારસ સેન્ટ્રલ હિન્દુ કૉલેજના અંગ્રેજીના અધ્યાપક એરચ જહાંગીર તારાપોરવાળાને તો યાદ જ કરતો નથી! મારે દયારામના અભ્યાસ સમયે શંકરપ્રસાદ છગનલાલ રાવળે તૈયાર કરેલું ‘દયારામનું જીવનચરિત્ર’ સામે રાખવું પડશે. ભાલણ, ઉદ્ધવ અને ભીમના અભ્યાસ પૂર્વે રામલાલ ચુનીલાલ મોદીને વાંચવા પડશે. આખાના અભ્યાસ ટાણે ઉમાશંકરના અભ્યાસને ન જ ભૂલું તો મારું અધ્યાપક હોવું સાર્થક ગણાશે.  

સમયના પ્રવાહે આપણે આપણા પૂર્વસૂરિઓના અપૂર્વ અભ્યાસો, સંશોધનો, મૂલ્યાંકનોથી દૂર જઈ રહ્યા છીએ ત્યારે ફરી એનું સ્મરણ કરી નર્મદકથ્યું ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, ભાઈ! ભૂલ્યા ત્યાંથી ફરી’ - ને સ્વીકારીએ ને આવાં અમૂલાં કામોને પુનઃમુદ્રિત કરી, કાં તો ડિઝીલાઇઝેશન કરીને સાચવી લઈએ તો કદાચ આવનારી પેઢી આપણને માફ કરશે; નહીં તો…  