નીરખ ને/પતંજલિ અને મિર્ચા એલિયેડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|
{{gap}}...લેખક પોતાના નાયકને ખૂબ ઊંચા આસને બેસાડી દે એ ક્યારેય ચાલી ન શકે. અને કંઈક અંશે આ ભૂલનો ભોગ તું થઈ હોય એમ દેખાય છે. એલ્સામાં (જે લેખિકાને ઉદ્દેશીને લખ્યું છે એની નવલકથાનું પાત્ર) વૈશેષ્ય છે. જો કે પણ આદર્શીકરણ તરફ ઢળે છે, પણ આર્નોલ્ડનું પાત્ર તો મૂર્તિમંત સિદ્ધાંત બની ગયું છે. આ ઉણપનું ઉગમસ્થાન નવલકથામાં જ દેખાઈ આવે છે. સ્પષ્ટતઃ પુસ્તકમાં જ તે સાર્વજનિક અભિગમ અપનાવવાની ઇચ્છા રાખી જેથી આખા વિશ્વ સમક્ષ તું તારી માન્યતાઓ પુરવાર કરી શકે. હું અલબત્ત પ્રતિબદ્ધ કવિતાનો વિરોધી નથી. એસ્કિલસ ટ્રેજેડીનો અને ઍરિસ્ટોફેનીઝ કૉમેડીનો પિતા – બંને સારી માત્રામાં પ્રતિબદ્ધ હતા; દાન્તે અને સર્વેન્ટીઝ પણ કંઈ ઓછા નહોતા, અને શીલરના ‘ઇન્ટ્રિંગ ઍન્ડ લવ’ નાટકનું ઉત્તમ તત્ત્વ હોય તો એ છે કે એ પ્રથમ જર્મન ઉદ્દેશલક્ષી રાજકીય નાટકનું પ્રતિનિધિત્વ કરે છે. આધુનિક રશિયન અને નોર્વેજિયન લેખકોએ જે ઉત્તમ નવલકથાઓ આપી છે બધી સપ્રયોજન છે. છતાં મને લાગે છે કે પ્રશ્નનો ઉકેલ સ્પષ્ટ રીતે આંગળી ચીંધીને બતાવવાને બદલે પરિસ્થિતિ અને ક્રિયા દ્વારા જ પ્રગટીકરણ પામવો જોઈએ અને લેખક જે સામાજિક સંઘર્ષો વર્ણવે છે. એનો ભાવિ ઐતિહાસિક ઉકેલ વાચકને હથેળીમાં ધરી દેવો જોઈએ એવી કોઈ ફરજ લેખકની નથી હોતી. ...વાસ્તવવાદ મારે મન વિગતોનું તથ્ય તો ખરું, પણ એ વધુ તો વિશિષ્ટ સંજોગોથી ઊભાં થયેલાં વિશિષ્ટ પાત્રોના અનુસર્જનમાં રહ્યું છે.  
{{gap}}તર્કના દેખાવા સાથે માણસમાં દ્વૈત ઊભું થયું, અને એ કારણે સતત એ નવા અને નવા ઉકેલો માટે મથતો રહ્યો. તર્કની હસ્તીની અંતર્ગત એના ઇતિહાસની ગતિશીલતા રહી છે જે એને સતત વિકાસ તરફ ધકેલે છે. જીવનને દરેક તબક્કે એ અસંતુષ્ટ અને મૂંઝાયેલો હોય છે, અને આ મૂંઝવણ અને નવા અને નવા ઉકેલો  માટે આગળ જવા પ્રેરે છે. માણસમાં પ્રગતિ માટે કોઈ જન્મજાત ઇચ્છાશક્તિ નથી હોતી. પણ એની હયાતીની વિસંગતિ અને એ  માર્ગે આગળ ઘપાવે છે. પ્રકૃતિ સાથેનું એકત્વ, એનું સ્વર્ગ ગુમાવી બેસતાં એ શાશ્વત યાત્રી (ઓડિસ્યૂસ, ઇડિપસ, અબ્રાહમ, ફૉસ્ટ) બની જાય છે; ધકેલાતો જાય છે આગળ અને આગળ. પોતાના જ્ઞાનની ખાલી જગ્યાઓ પ્રત્યુત્તરો દ્વારા પૂરવા, અજ્ઞાતને જ્ઞાત બનાવવા સતત પ્રવૃત્તિશીલ રહે છે. પોતાનો હિસાબ પોતાને આપવાનો છે, પોતાના અસ્તિત્વને અર્થ આપવાનો છે. એ આંતરિક તડના નિવારણ માટે મથે છે, પૂર્ણતાની બીજા પ્રકારની સંવાદિતાની ઝંખનાથી પિડાય છે જેથી જે શાપે એને પ્રકૃતિથી વિખૂટો પાડ્યો છે, પોતાના બાંધવોથી અલગ પાડ્યો છે એ દૂર થઈ શકે. માણસના અસ્તિત્વની વિસંવાદિતા એના પ્રાણના ઉગમને ક્યાંય ટપી જાય એવી જરૂરિયાતો પેદા કરે છે. આ જરૂરિયાતો  પોતાની અને પ્રકૃતિ સાથે ઐક્ય અને સમતુલા સ્થાપવાની ઉત્કટ પ્રબળતામાં પરિણમે છે. પ્રથમ તો માણસ આ એકત્વ અને સમતુલા વિચારમાં સ્થાપવાનો પ્રયાસ કરે છે; માટે વિશ્વનું સર્વાશ્લેષી માનસિક ચિત્ર રચી સંદર્ભ-માળખું (Frame of reference) ઊભું કરે છે જેથી પોતાનું સ્થાન શું છે અને એણે શું  કરવું જોઈએ એનો જવાબ મળી શકે, પણ આવી વિચાર-પદ્ધતિઓ અપૂરતી છે. માણસ માત્ર અશરીરી બુદ્ધિ હોત તો એનો ઉદ્દેશ સર્વાંગી વિચાર-પદ્ધતિથી સિદ્ધ થઈ શક્યો હોત. પણ એને મન અને દેહ બન્ને હોવાને લીધે એના અસ્તિત્વનો પ્રત્યાઘાત માત્ર મનમાં નહીં, પણ જીવવાની પ્રક્રિયામાં, લાગણીઓમાં અને કાર્યમાં પડતો હોય છે. એણે પોતાના અસ્તિત્વનાં સઘળાં ક્ષેત્રોમાં એકત્વ અને અદ્વૈતની અનુભૂતિ માટે પ્રયત્ન કરવો રહ્યો જેથી એ નવી સમતુલા પ્રાપ્ત કરી શકે. કોઈ ઉદ્દેશ પ્રત્યેની, વિચાર પ્રત્યેની કે કોઈ મનુષ્યને અતિક્રમી જતી શક્તિ જેમ કે પરમેશ્વર પ્રત્યેની નિષ્ઠા જીવવાની પ્રક્રિયામાં પૂર્ણતા માટેની જરૂરિયાતની અભિવ્યક્તિ છે.
...લેખકના અભિપ્રાયો જેટલા ગર્ભિત રહે એટલો કળાકૃતિને લાભ થાય. મેં જે વાસ્તવવાદની વાત કરી તે લેખકના અભિપ્રાયો હોવા છતાં ફૂટી નીકળે એમ બને... બાલ્ઝાક રાજકીય રીતે લેજિટિમિસ્ટ હતો... એની બધી સહાનુભૂતિ જે વર્ગ નેસ્તનાબૂદ થઈ જવાનો છે એ સાથે હતી. તેમ છતાં જ્યારે એ ઉમરાવો જેમને માટે એને ઘેરી અનુકંપા હતી પાત્રો તરીકે એની કૃતિઓમાં દેખા દે છે ત્યારે એનો કટાક્ષ અને વક્રોક્તિ જે વેધકતા પ્રાપ્ત કરે છે અપ્રતિમ છે... હું આ વાસ્તવવાદનો ખૂબ મોટો વિજય માનું છું.
}}
}}


{{right|'''ફ્રેડરિક એંગલ્સ'''}}  
{{right|'''એરિક ફ્રૉમ'''}}  


}}
}}




{{center|<big>'''આત્મનિરીક્ષણ અને સ્ત્રી'''</big>}}
{{center|<big>'''પતંજલિ અને મિર્ચા એલિયેડ'''</big>}}
 
{{Poem2Open}} 
આજનો વિજ્ઞાની સત્ની શોધમાં આપણા રોજિંદા અનુભવ-જગતથી ઘણો દૂર નીકળી ગયો છે. એ જે ઘટનાઓનો અભ્યાસ કરે છે તે પૃથ્વી પર નૈસર્ગિક રીતે બનતી નથી; જો કે બ્રહ્માંડમાં અન્ય સ્થળે એ રોજિંદા બનાવો છે. આવી ઘટનાઓના પ્રયોગોમાં વિજ્ઞાની ગણિતશાસ્ત્રીની મદદ લે છે. માનવીની કલ્પના એકાએક સ્વીકારી ન શકે એવી ગણિતશાસ્ત્રીઓની આગાહીઓ વિજ્ઞાનીના પ્રયોગો દ્વારા સિદ્ધ થઈ છે. આથી વિજ્ઞાનજગતમાં ગણિતશાસ્ત્રીઓની પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ છે. આખરે જ્યારે બ્રહ્માંડની મૂળ આધારશીલા હાથ લાગશે ત્યારે એનાં લક્ષણો શાં હશે એ પ્રશ્નના જે જવાબો ગણિતશાસ્ત્રીએ આપ્યા છે તેમાં વિજ્ઞાનીને રસ છે. ગણિતશાસ્ત્રીનાં સમીકરણો દર્શાવે છે કે મૂળભૂત સત્ કાં તો શૂન્યવત્ બિન્દુ હશે અથવા સર્વવ્યાપી તત્ત્વ હશે. આથી વિજ્ઞાનીઓને બૌદ્ધ દર્શનના શૂન્યમાં કે અદ્વૈત-વેદાન્તના બ્રહ્મમાં રસ જાગ્યો છે. શ્રી રોહિત દવેએ આ વાત ‘શાંકરવેદાન્ત, બૌદ્ધદર્શન અને વિજ્ઞાન’ના એમના લેખ (ફા. ગુ. સ. ત્રૈમાસિક, અંક ૧, ૧૯૮૪)માં ખૂબ વિશદતાથી સમજાવી છે.
મિર્ચા એલિયેડ કહે છે કે મોડું કે વહેલું પશ્ચિમી મનને પૌર્વાત્ય પરંપરાઓ સાથે વૈચારિક ભૂમિકા ઉપર ટકરાવવું પડવાનું છે. અને એ કહે છે કે ધારો કે એક દિવસ એવો આવે Non-western peoples become radically westernised even then the encounter and comparison with the authentic traditions of non-western world could not be avoided અને આ અભ્યાસ પશ્ચિમે ખૂબ આદરપૂર્વક કરવો જોઈએ એમ પણ એલિયેડે ભલામણ કરી છે. એલિયેડની આ ભલામણ આપણા પશ્ચિમીકરણ પામેલા વિદગ્ધ બુદ્ધિજીવીઓને પણ લાગુ પાડી શકાય. ઉપરાંત આપણામાં એક બીજું પણ દૂષણ જ્ઞાતપણે કે અજ્ઞાતપણે રહ્યું છે તે ગુલામી મનોદશાનું છે. આપણાંમાંનાં કેટલાં વિદગ્ધ જીવો અવિદગ્ધ જ્ઞાની પુરુષ પાસે બેસી જ્ઞાન મેળવવાનું પસંદ કરશે? જો કે અહીં જીર્ણોદ્વાર (Revivalism) અભિપ્રેત નથી. માત્ર પૂરતી જિજ્ઞાસા અને ખુલ્લા દિલે પરંપરાઓ આત્મસાત્ કરીએ એટલું જ કહેવું છે. મિર્ચા એલિયેડ ભારતમાં વર્ષો સુધી રહ્યા છે અને હિમાલયમાં ખૂબ ભમ્યા છે. ભારતની પરંપરા આત્મસાત્ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. ‘ન હન્યતે’ નવલકથાના ત્રેવીસ વર્ષનો નાયક મિર્ચા બત્રીસ-તેત્રીસ વર્ષની સ્ત્રીને મા કહીને સંબોધી શકાય એથી આશ્ચર્ય પામતો, એ ભૂમિકાથી ઘણાં દૂર નીકળી ભારતીય પરંપરાઓને સરસ રીતે ગ્રહણ કરી શક્યા છે એમ એમનું પુસ્તક ‘પતંજલિ એન્ડ યોગ’ વાંચતાં લાગ્યા વગર રહેતું નથી. એની સામે ‘Speaking Tree’ પુસ્તકમાં રિચાર્ડ લેનોય ગુરુ-શિષ્ય સંબંધના પ્રકરણમાં ભારતીય દર્શન-જગતની આબોહવા પૂરી ઝીલી શક્યા નથી એમ કહેવું પડે. એલિયેડ કહે છે કે બીજાઓ સાથેના કન્ફ્રન્ટેશનથી પશ્ચિમી માનસ પોતાને વિશેની સમજ વધારશે, અને એની ચેતનાને સમૃદ્ધ કરશે. અચેતનની શોધે પશ્ચિમી માણસને પોતાની સન્મુખ થવાની ફરજ પાડી, તો પશ્ચિમ સિવાયની અન્ય સંસ્કૃતિઓનો મુકાબલો એને માનવીય આત્માના ઇતિહાસમાં ખૂબ ઊંડે જવા પ્રેરશે અને આવો ઇતિહાસ એની પોતાની હસ્તીનો અંતર્ગત ભાગ છે એવી પ્રતીતિ કરાવશે.
એલિયેડે ‘પતંજલિ ઍન્ડ યોગ’માં યોગની પ્રક્રિયાને સવિસ્તર, પતંજલિના ‘યોગસૂત્ર’ને પાયામાં રાખી, બૌદ્ધદર્શન, તન્ત્ર, હઠયોગ, વેદાન્ત અને ગીતાના સંદર્ભમાં તપાસી છે. એ કહે છે કે યોગ ભારતીય અધ્યાત્મનું એક વિશિષ્ટ પરિમાણ છે. તે એટલે સુધી કે જ્યારે ખ્રિસ્તી ધર્મ ભારતમાં પ્રસર્યો ત્યારે એમણે પણ ધ્યાન અને પ્રાર્થના માટે કેટલીક યોગિક પદ્ધતિઓ અપનાવી હતી. આજે પણ ભારતીય વિજ્ઞાનીઓ ક્યારેક તદ્દન અભાનપણે એકાગ્રતા લાવવા માટે યોગિક ટેક્નિકનો ઉપયોગ કરે છે. એવી એકેય ભારતીય આધ્યાત્મિક ચળવળ નથી જેને કોઈ ને કોઈ યોગના પ્રકારનો આધાર ન હોય. યોગ ભારતીય મનનું વિશિષ્ટ પરિમાણ છે. ઉપનિષદના કાળથી ભારત સમક્ષ મોટો પ્રશ્ન માનવીય અવસ્થાની સંરચના (Structure of human condition) રહ્યો છે. અનન્ય શિસ્તથી ભારતના તત્ત્વચિંતકોએ માણસની વિવિધ કંડિશનિંગનું (માનસપલટો) વિશ્લેષણ કર્યું છે. પણ આ વિશ્લેષણ પાછળ માણસનો કોઈ ચોક્કસ સુસંગત ખ્યાલ ઊભો કરવાનો એમનો ઉદ્દેશ નહોતો. દૃષ્ટાંતરૂપે ૧૯મી સદીના યુરોપમાં એમ મનાતું કે માણસને વંશપરંપરાગત કે સામાજિક કંડિશનિંગથી સમજી શકાય. ભારતીય વિશ્લેષણનો ઉદ્દેશ આ કંડિશનિંગની પાર કોઈ વસ્તુ હસ્તી ધરાવે છે કે નહીં એ જાણવાનો હતો. એટલે જ Depth Psychologyના આગમનના ઘણા કાળ પૂર્વે ભારતીય ઋષિઓ અને તપસ્વીઓ અચેતનના ધૂંધળા વિસ્તારોની શોધખોળ કરવા પ્રેરાયા હતા. એમણે બતાવી આપ્યું હતું કે ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અસરો ઉપર પ્રભુત્વ મેળવવું પ્રમાણમાં સહેલું હતું, પણ વૈરાગીઓ અને તપસ્વીઓના જીવનમાં મોટા અવરોધો અચેતનની ક્રિયાઓમાંથી, સંસ્કારો અને વાસનાઓમાંથી ઊભા થતા હતા. કેટલીક આધુનિક મનોવૈજ્ઞાનિક ટેક્નિકોનું એમને પૂર્વજ્ઞાન હતું. પણ એમાં એનું મૂલ્ય નથી. એનું મહત્ત્વ એમણે ટેક્નિકોનો ઉપયોગ માણસને ડિંકંડિશનિંગ કરવામાં કર્યો એમાં રહેલું છે. કંડિશનિંગની પદ્ધતિઓનું માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો એમનો ઉદ્દેશ નહોતો. પણ એના ઉપર પ્રભુત્વ મેળવવાની એમની નેમ હતી. યોગ કઈ રીતો વડે આ બાબતમાં આશ્ચર્યકારક પરિણામો લાવવા ધારે છે એ અત્યંત રસનો વિષય છે.
પતંજલિ પહેલાં ઘણા સમર્થ યોગીઓ થઈ ગયા, પણ એમને વિશે આપણે કંઈ જાણતા નથી. એમનાં નામ પણ ખબર નથી. પતંજલિ પણ આમ કંઈ ઓછા દંતકથાના પાત્ર નથી, પણ સૌ પ્રથમ યોગ ઉપર પદ્ધતિસર પ્રબંધ – ‘યોગસૂત્ર’ એમણે લખ્યો એમ મનાય છે. એટલે એલિયેડ કહે છે કે એમણે પુસ્તકના શીર્ષકમાં પતંજલિનું નામ રાખ્યું. કેટલાક ભાષ્યકારો ‘યોગસૂત્ર’ના પતંજલિ અને પાણિની ઉપર ‘મહાભાષ્ય’ લખનાર પતંજલિને એક માને છે. પતંજલિની તાત્ત્વિક ભૂમિકા પુરુષ અને પ્રકૃતિના ભેદ ઉપર રચાયેલી સાંખ્યની છે. પણ સાંખ્યની જેમ એ અનિરીશ્વરવાદી નથી. ઉપરછલ્લી રીતે પણ યોગે ઈશ્વરની હસ્તી સ્વીકારી છે. વેદાન્તની જેમ પતંજલિએ જગતને માયા નથી ગણ્યું છતાં જેમ જેમ અજ્ઞાન દૂર થાય અને આત્મસાક્ષાત્કાર થતો જાય તેમ જગત અસત્ય ભાસતું જાય. ઉપનિષદના કાળથી ભારતને જગત ક્ષણિક, દુઃખમય અને માયારૂપ લાગ્યું છે. છતાં આ સંપ્રત્યય નિરાશાવાદ કે Nihilism તરફ નથી લઈ જતો. જગતને ભલે નકાર્યું હોય, જીવનનું અવમૂલ્યન કર્યું હોય, પણ બીજું કંઈક હસ્તી ધરાવે છે જે સમયની પર, દુઃખની પર, અવિકારી છે.
જ્યાં સાંખ્ય સમાપ્ત થાય છે ત્યાંથી પ્રશિષ્ટ યોગની શરૂઆત થાય છે. પતંજલિએ સાંખ્યનો પૂર્ણપણે સ્વીકાર કર્યો ખરો, પણ એમણે એમ ન માન્યું કે માત્ર અધ્યાત્મજ્ઞાન માણસને મુક્તિ તરફ દોરી જશે. મુક્તિ માટે તો ધ્યાન વગેરેની ઉત્કટ સાધના જોઈશે. સાંખ્યની જેમ યોગનો ઉદ્દેશ સ્વાભાવિક (નોર્મલ) ચેતના મિટાવી તદ્દન ગુણાત્મક રીતે જુદી ચેતના પ્રાપ્ત કરવાનો છે, પણ આ નોર્મલ ચેતનાને મિટાવવી સહેલી નથી. તત્ત્વદર્શનની સાથે સાથે અભ્યાસ અને તપની જરૂર છે; દૈહિક ટેક્નિકો અજમાવવાની જરૂર છે. પતંજલિની યોગની વ્યાખ્યા છે : ‘ચિત્તને નાના પ્રકારની વૃત્તિઓ ધારણ કરતું અટકાવવું અને યોગ કહે છે.’ – the abolition of states of consciousness.
મનોવ્યાપારનું વિશ્લેષણ કરતાં પતંજલિએ શોધી કાઢ્યું કે ચિત્તવૃત્તિઓ ઊભી કરવા પાછળ પાંચ ક્લેશો – ૧. અવિદ્યા, ૨. અસ્મિતા (અહંકાર), ૩. રાગ, ૪. દ્વેષ, ૫. અભિનિવેશ (દૈહિક જીવનને વળગી રહેવાની વૃત્તિ). આ ચિત્તવૃત્તિના બધા વર્ગો ક્લેશમય છે. એટલે માનવીય અનુભૂતિ પણ તત્ત્વતઃ ક્લેશમય છે. યોગ જ વૃત્તિનો નિરોધ અને દુઃખનું નિવારણ શક્ય બનાવે છે. આથી યોગીઓએ વૃત્તિઓ સાથે કામ પાડવાનું છે. માત્ર અજ્ઞાન દૂર કરવું પૂરતું નથી, કારણ કે વર્તમાન વાવંટોળો કાઢી પણ નાખવામાં આવે તો એની જગ્યાએ તરત જ બીજા આવી ઊભા રહી જશે. અવચેતનના ગંજાવર ભંડારોમાં દટાયેલી પડેલી સુપ્ત વાસનાઓ આ વાવંટોળો પેદા કર્યા કરશે. વાસનાની વિભાવના યોગના મનોવિજ્ઞાનમાં કેન્દ્રનું સ્થાન ધરાવે છે. વાસનાઓનું મૂળ સ્મૃતિમાં છે. Life is a constant discharge of vasanas that manifest themselves through the vrtti. These vasanas condition the specific character of every individual; and this conditioning conforms as much to his heredity as to his Karma... it is only through Yoga they can be known, controlled and burned out. મનોવિશ્લેષણના ઘણા કાળ પહેલાં યોગે અવચેતન (વાસના) કેવું મહત્ત્વનું ભાગ ભજવતું હતું તે બતાવ્યું છે. અવચેતનની વિશિષ્ટ ગતિશીલતામાં જ યોગને ગંભીર અવરોધ લાગ્યો છે, અને દૂર કરવા યોગ્ય લાગ્યો છે, કારણ કે સુપ્ત વાસનાઓને હંમેશ પ્રકાશમાં આવવું હોય છે, ચેતનાની અવસ્થાઓ બનવું હોય છે. અવચેતનને ત્યાગ અને વૈરાગ્યની કોઈ પણ ક્રિયા પરવડતી નથી; એટલે એનો પ્રતિકાર કરે છે. અવચેતન જાણે કે ભયભીત થઈ ઊઠે છે કે અપ્રગટ સુપ્ત વાસનાઓ પ્રગટીકરણ પામતાં પહેલાં જ નાશ પામી જશે.
મિર્ચા ઍલિયેડ અંતમાં કહે છે કે આપણે યોગ અને મનોવિશ્લેષણની સાદૃશ્યની વાત કરી રહ્યા છીએ. બન્ને વચ્ચે થોડા અપવાદો બાદ કરતાં તુલના થઈ શકે એમ છે. એ અપવાદો જો કે વધુ યોગની તરફદારી કરનારા છે. ફ્રોઇડના મનોવિશ્લેષણથી યોગ એ રીતે ભિન્ન છે કે યોગ અવચેતનમાં માત્ર કામવાસના (libido) નથી જોતું; અવચેતન અને ચેતનાને જોડતી સર્કિટને એ પ્રકાશમાં લાવે છે; અને તેથી એ અવચેતનને અહંના આશયો, ગતિઓ અને ક્રિયાઓનું ગર્ભસ્થાન અને ગ્રહણ કરનાર (રેસિપિયન્ટ) માનવા પ્રેરાય છે. બીજી રીતે કહીએ તો વધુ ને વધુ તૃપ્તિ, ફલતૃષ્ણાનું અવચેતન ઉપર પ્રભુત્વ છે.
વળી બીજી રીતે પણ યોગ મનોવિશ્લેષણથી ભિન્ન છે. યોગ માને છે કે વીતરાગતાથી અવચેતન ઉપર પ્રભુત્વ મેળવી શકાય, અને ચેતનાની અવસ્થાઓ(states)ને એકત્ર કરી એને જીતી પણ શકાય. પૂર્વની મનોવૈજ્ઞાનિક અનુભૂતિ પશ્ચિમની અનુભૂતિ કરતાં વધુ વિસ્તૃત અને સુગ્રથિત છે. સંભવ છે કે આ મુદ્દા ઉપર પણ યોગ સાચો ઠરે કે અવચેતનને – ગમે એટલું વિરોધાભાસી લાગે તોપણ – જાણી શકાય છે, એના ઉપર પ્રભુત્વ મેળવી શકાય છે અને જીતી શકાય છે.
ભારતની સૌથી મોટી શોધ એ ચેતનાને સાક્ષીરૂપે જોવાની છે. મોક્ષ એ ભારતનાં તમામ દર્શનોનું અને રહસ્યવાદી ટેક્નિકોનું લક્ષ્ય છે. પણ સૌથી વધુ તો ભારત માને છે કે યોગ દ્વારા, યોગના અનેક પ્રકારો દ્વારા એ લક્ષ્ય સિદ્ધ થઈ શકે.
તદ્દન પરાઈ સંસ્કૃતિના મિજાજને, એના આત્માને સમભાવ, સમજણ અને આદરપૂર્વક રજૂ કરનાર પશ્ચિમી મન દાદ માંગી લે છે.


{{Poem2Open}}
માર્ક્સે જ્યારે કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં સઘળી સંપત્તિના રાષ્ટ્રીયકરણની વાત કરી ત્યારે કોઈકે માર્ક્સને પૂછ્યું કે આનો અર્થ તો એવો થાય કે સ્ત્રીઓનું પણ રાષ્ટ્રીયકરણ થવું જોઈએ. માર્ક્સે માત્ર આટલો જ જવાબ આપ્યો કે તમારી જેમ હું સ્ત્રીને સંપત્તિ ગણતો નથી. સ્ત્રીઓના રાષ્ટ્રીયકરણની વાત જે વ્યક્તિએ કરી એ એક અભાન, સદીઓથી મનમાં દૃઢીભૂત થયેલા સંસ્કારોમાંથી ઊઠેલો પ્રતિભાવ હતો. પુરુષપ્રધાન સમાજમાં અને ખાસ કરીને આપણા દેશમાં સ્ત્રીઓનું શોષણ ખૂબ ભયાનક મોટા પાયા ઉપર થયું છે, એ વાત સૈદ્ધાન્તિક રીતે સર્વસ્વીકૃત બની છે. સ્ત્રીઓ અને પુરુષો – બંને વર્ગમાં એ શોષણ પ્રત્યે સભાનતા વધી છે એટલે જુલ્મો પણ કદાચ વધુ બહાર આવે છે. સ્ત્રીઓએ હજી ઘણા મોરચા ઉપર લડવાનું છે. આપણા દેશમાં ખાસ કરીને દહેજ અને બળાત્કાર એ મોટા સામાજિક મુદ્દાઓ છે. ઉપરાંત નાના-મોટા મુદ્દાઓ વ્યક્તિગત અને સામાજિક સ્તર પર સંઘર્ષ માંગી રહે. આ અંગે ઊહાપોહ પણ મોટાં શહેરોમાં વર્તમાનપત્રો અને સામયિકોની કતારો દ્વારા સારા પ્રમાણમાં થવા લાગ્યો છે. મુંબઈના ‘પ્રવાસી’માં શ્રીમતી સોનલ શુક્લની દર અઠવાડિયે પ્રસિદ્ધ થતી કટાર ‘ઘટના અને અર્થઘટન – સ્ત્રીનીં આંખે’માંના મેધાવી અને કંઈક આત્યંતિક નારીવાદી અભિગમથી આપણે મુંબઈગરાઓ સારી રીતે પરિચિત છીએ. દિલ્હીથી બહાર પડતું ‘માનુષી’ જેવું શુદ્ધ વૈચારિક અને ક્રિયાશીલ અભિગમ ધરાવતું બીજું નારીવાદી સામયિક જડવું મુશ્કેલ. ‘નારી અત્યાચાર મંચ’ અને ‘મહિલા દક્ષતા સમિતિ’ જેવી અનેક સંસ્થાઓ દેશમાં સક્રિય બની છે. આ પૃષ્ઠભૂમિમાં મને લાગે છે કે સ્ત્રીઓ માટે હવે અંતર્મુખ થવાની ઘડી પણ આવી પહોંચી છે. સ્ત્રી-વર્ગની પાયાની વિશિષ્ટતા એ છે કે સ્ત્રી પોતે શોષિત છે અને શોષક પણ છે; અને એક જ સ્ત્રી ઘણી વાર વહુ તરીકે શોષિત હોય છે તો સાસુ તરીકે શોષકની ભૂમિકા ભજવતી થઈ જાય છે. એનું મુખ્ય કારણ એ છે કે સ્ત્રીઓ પણ પિતૃપ્રધાન સમાજનાં મૂલ્યોથી દોરાતી હોય છે. અને કેટલીક વાર પુરુષો કરતાં પણ આ મૂલ્યોનું વધારે ઝનૂનપૂર્વક રક્ષણ કરતી સ્ત્રીઓ નજરે પડે છે. આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે આપણી આંખ સમક્ષ મહદ્અંશે શહેરી ગુજરાતી મધ્યમ વર્ગ છે એ પણ યાદ રાખવું જરૂરી છે. સાસુ તરીકે શોષણકર્તા સ્ત્રીની પાછળ પિતૃપ્રધાન સમાજનાં મૂલ્યો ઉપરાંત બીજાં પણ નાનાં-મોટાં કારણો કામ કરતાં હોઈ શકે. અત્યાર સુધી પુત્ર એનો હતો એ વહુનો બની ગયો એથી એને એનું સ્થાન ચ્યુત થતું લાગે કે પછી પોતાની સાસુ પાસેથી ઘણું સહન કર્યું હોવાને કારણે ઉદારતા ન દાખવી શકે એવું પણ બની શકે. સદીઓથી સ્ત્રીઓનું આખા જીવનનું કેન્દ્ર ઘર અને બાળકો હોવાને કારણે એનું વિશ્વ સંકુચિત થઈ ગયું છે, અને એની માનવતા પણ એ વિશ્વની આસપાસ ફરતી હોય છે. વિશાળ વિશ્વના પ્રશ્નો કે આધ્યાત્મિક હવાનો સંસ્પર્શ મોટે ભાગે એની અનુભૂતિ બહાર રહી જાય છે. પરિણામે ઘણી વાર એના મનની ક્ષુદ્રતાનો અનુભવ થાય, અને એથી એવું પ્રસંગોપાત્ત જોવા મળતું હોય છે કે વિદગ્ધ-મુક્ત સ્ત્રીને સ્ત્રીમિત્રો કરતાં વધુ પુરુષમિત્રો હોય છે. આ ક્ષુદ્રતાને પરિણામે અને વિશેષ તો શોષક સ્ત્રી અને શોષક પુરુષ સામે આત્મરક્ષણની જરૂરિયાતને કારણે સ્ત્રી કંઈક અંશે સંવેદનશીલતા ગુમાવી બેઠી હોય એવો અનુભવ ખચિત થાય. સ્ત્રીઓ એકબીજા પ્રત્યે મહેણાં-ટોણાં મારવાનું જે શસ્ત્ર ઉગામે છે અને પછી બીજી જ પળે કંઈ ન બન્યું હોય એમ એક્બીજા સાથે ભળી જઈ શકે છે એ જોઈને તાજ્જુબ થઈ જવાય. તો આ બધાં કારણે સ્ત્રીમાં અપાર સહનશીલતા આવી છે. પત્નીના મૃત્યુ પછી ઘણી વાર પુરુષો ભાંગી પડે છે, પણ સ્ત્રી ગમે તેવી આર્થિક વિષમ પરિસ્થિતિમાં પણ બાળકનો વિચાર કરી ટકી જાય છે. સ્ત્રીઓ વિશે ઘણા મિથિક ખ્યાલો પુરુષોએ વહેતા કર્યા છે એમાં એક ખ્યાલ એની કોમળતાનો છે. અલબત્ત કોમળ સ્ત્રીઓ ન મળી આવે એવું મારું કહેવું નથી, પણ સ્ત્રી ઘણી ક્રૂર અને આક્રમક પણ થઈ શકે છે. હું માનું છું કે લોકશાહી વૃત્તિ પણ એનામાં ઓછી નજરે પડે છે. ઘરના એના દોરમાં એકહથ્થુ રાજ એ ચલાવતી હોય છે. અત્યાર સુધીની જગતની સ્ત્રી-વડાપ્રધાનોને સરમુખત્યાર થવાનું વિશેષ ફાવ્યું છે. જેમ સ્ત્રીની કોમળતાનું એક મિથ છે એમ પુરુષોએ પોતાને વિશે એક મિથ જમાનાઓથી ઊભું કર્યું છે. પુરુષ એટલે સાક્ષાત્ પરાક્રમ, વીરતાનું પ્રતીક. એ જેમ સ્ત્રીનું શિયળ લૂંટનાર છે, એમ સ્ત્રીના શિયળનું રક્ષણ પણ કરનાર છે. સ્ત્રી આવા રંગદર્શી પરાક્રમી પુરુષની કલ્પના કરતી પરણતી હોય છે, અને પછી ઘણી વાર બાહ્ય દેખાવ પાછળ ગભરુ ડરપોક પુરુષનાં દર્શન થાય છે ત્યારે એને ભ્રમનિરસન થાય છે. આ મિથ આજે યુવાનોને ભારે પડવા માંડ્યું છે. મુક્તિનો સંસ્પર્શ થતાં સ્ત્રીઓ સદીઓની સહનશીલતાને કારણે અને પરિશ્રમ કરવાને ટેવાઈ હોવાને કારણે અનેક ક્ષેત્રોમાં યુવાનોને ટપી જાય છે. પરિણામે ઘણા યુવકો આવી યુવતીઓને પરણવાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠા છે. એ શોધે છે ઘરરખુ અને સાથે હમણાંની હવાને અનુકૂળ સમાજમાં સ્માર્ટ રીતે હરીફરી શકે એવી સ્ત્રી. સ્ત્રીઓ આજે આર્થિક રીતે પગભર થવા માંડી છે, પણ જૂના સંસ્કારોને કારણે હજી પુરુષ એ એના વિશ્વનું એકમેવ કેન્દ્ર રહ્યો છે. આવું આછુંપાતળું ચિત્ર આંતરખોજ કરતાં હાથ લાગ્યું છે. એ અલબત્ત વધુ વસ્તુનિષ્ઠ અભ્યાસ માંગી લે છે. સ્ત્રીઓ જ્યારે પોતાની શોષિતની જ માત્ર નહીં, પણ શોષકની ભૂમિકા સમજશે ત્યારે કોઈ પુરુષની તાકાત નથી કે સ્ત્રી-મુક્તિની પ્રક્રિયાને આગળ વધતી અટકાવી શકે.
કુન્દનિકા કાપડિયાની નારીવાદી અભિનિવેશથી લખાયેલી ‘સાત પગલાં આકાશમાં વાંચી ત્યારે થયું કે હિંદી ફિલ્મોએ આપણી રુચિ શું એટલી બધી બગાડી નાખી છે કે અવાસ્તવિકતા આપણને કોઠે પડી જાય છે? ૫૦૬ પાનાંમાં વિસ્તરતી આ નવલકથાનો પ્રસ્તાર લેખિકાને જાણે અપૂરતો લાગ્યો હોય એમ આ નવલકથામાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ મેળવવા માટે લેખિકાએ ૪૦-૪૧ પાનાંની પ્રસ્તાવના વાંચી જવાની ખાસ ભલામણ કરી છે! લેખિકાએ નારીવાદી કૉઝ માટે જાણે આવશ્યક સાહિત્યિક મૂલ્યોને અભરાઈએ ચડાવી દીધાં છે. પણ એથી તો કૉઝને કુસેવા જ થાય. પ્રતિબદ્ધતા તો પ્રતીતિકરતા લાવવા માટે, એક સાહિત્યકૃતિ બનવા માટે વધુ સૂક્ષ્મ કલાસૂઝ માંગી લે છે. આ લેખની શરૂઆતમાં આપેલું એંગલ્સનું અવતરણ આ સંદર્ભમાં જોઈ જવું આવશ્યક છે. અહીં આખી નવલકથાને તપાસવાનો અવકાશ નથી અને હામ પણ નથી. આ લેખનો એ ઉદ્દેશ પણ નથી.. પણ થોડાક પ્રસંગો જોઈએ અને મુદ્દાઓ તપાસીએ.
વ્યોમેશે એક જુવાન અધિકારીના લગ્નના માનમાં ૨૫-૩૦ જણાની ઘેરે પાર્ટી આપી છે. સંગીત અને ખાણી-પીણીનો કાર્યક્રમ છે. પાર્ટી ચાલતી હોય છે ત્યાં વ્યોમેશનાં ફૈબાના મૃત્યુનો તાર આવે છે. વ્યોમેશ પાર્ટીમાં ખલેલ ન પહોંચે માટે આ સમાચાર જાહેર કરતો નથી. પાર્ટી પૂરી થયા પછી પત્ની વસુધાને આ સમાચાર આપે છે. વસુધાને આઘાત લાગે છે. ફૈબાના મૃત્યુનો નહીં, કારણ કે ફૈબાએ તો એને ત્રાસ જ આપ્યો છે. પણ ફૈબાએ વ્યોમેશને તો માની જેમ ઉછેર્યો છે. એને શું કંઈ લાગણી જ નથી? પાર્ટી આગળ ચલાવી શી રીતે શક્યો? વાચકને આ ફૈબાના મૃત્યુ સાથે સહાનુભૂતિ નથી, કારણ કે જાણે છે કે નાયિકા ફૈબાના ત્રાસનો ભોગ બનવાની છે. વ્યોમેશનો આમાં કંઈ ખાસ મોટો ગુનો આપણા મનમાં વસતો નથી. હવે લેખિકાએ આ પ્રસંગમાં શી રીતે બતાવવું કે પતિનો એક પુરુષ તરીકે પત્ની ઉપર જુલમ છે? એટલે લેખિકાએ વસુધાને વિચાર કરતી બતાવી છે કે ‘એ પોતે મૃત્યુ પામશે ત્યારે પણ વ્યોમેશ આ જ રીતે કશું ન બન્યું હોય એમ તાર ગડી કરી ખિસ્સામાં મૂકી દેશે?’ ખરેખર શું પત્નીને આવો વિચાર આવે? ફૈબા તો શું, મા-બાપને પણ વિસારે પાડી દેવાતાં હોય છે અથવા તો એમના પ્રત્યેનો શોક એટલો તીવ્રપણે નથી લાગતો. મોટી ઉંમરની વ્યક્તિના મૃત્યુમાં એક પ્રકારનું સમાધાન પણ હોય છે. છતાં પતિ પોતાની પત્ની અને બાળકોની દરકાર કરતો જ હોય છે અને એમનો વિયોગ વસમો લાગતો હોય છે. આ જ શું સંસારની ગતિ નથી? સાંસારિક સંબંધોની મર્યાદા નથી? આ પછી આ મહાન ઘટના લેખિકાએ સર્જેલી યુટોપિયન જગ્યા - આનંદગ્રામમાં ચર્ચાનો વિષય બને છે. વિષય છે : વ્યોમેશે પાર્ટી ચાલુ રાખી એટલે ફૈબાના મૃત્યુનું દુઃખ એને થયું હતું કે નહોતું થયું? અત્યંત સ્થૂળ સ્તર પર હવાઈ ચર્ચા ચાલે છે. વ્યોમેશ જ્યારે ઑફિસેથી ઘેર આવે ત્યારે વસુધાને આકાશ અને આકાશમાં વિસ્તરતા રંગ જોવાની ઝંખના હોય છે, પણ એ ઝંખના ક્યારેય પૂરી થતી નથી કારણ કે ત્યારે ક્ષુલ્લક વસ્તુઓ જેવી કે વ્યોમેશને ચાનો કપ ધરવો કે એની ઑફિસની વાતો સાંભળવી પડે વગેરે કરવી પડતી હોય છે. ઘણી વાર થાય છે કે આ વ્યોમેશ ઑફિસમાં ટાઇપિસ્ટ કન્યા સાથે ગપ્પા મારતો બેઠો હોત તો વસુધાને આકાશ તો જોવા મળત. પણ લેખિકા એવી કોઈ રાહત વસુધાને આપવા તૈયાર નથી. વસુધાને એ ઘરનું વૈતરું કરે છે એના બદલામાં વ્યોમેશનો પ્રેમ જોઈએ છે. પણ એ કદી વ્યોમેશને ચાહી શકી છે ખરી? – એવું લેખિકાએ બતાવ્યું નથી. વાર્તા એક સ્તરેથી બીજે સ્તરે જાય છે, પણ શોષિત નારીનું સ્પષ્ટ ચિત્ર વસુધામાં ઊપસતું નથી. વસુધા પહેલી વાર સગર્ભા બને છે ત્યારે લેખિકાનાં વિધાનો આશ્ચર્યમાં ડુબાડી દે છે. લેખિકા લખે છે, કોઈ પણ પુરુષ ગમે તેટલો કલ્પનાશીલ, ગમે તેટલો સંવેદનશીલ કેમ ન હોય તેને કદી ખ્યાલ નહીં આવે કે સગર્ભાવસ્થા એટલે શું? પ્રત્યેક ક્ષણે વધતા જતા બીજની, સતત બદલાયે જતા શરીરના આકારની, સતત પ્રતીક્ષાની અવસ્થા એટલે શું? આ બોજને ક્ષણવાર બાજુએ મૂકી દઈ શકાય નહીં. એક મજૂર માથે ઊંચકેલો ભારો બાજુ પર ઉતારી ઘડી વાર પોરો ખાઈ ફરી તાજો થઈ શકે, પણ આ બોજો પળ વાર પણ અળગી કરી શકાતો નથી.’ પુરુષોને તો કલ્પના છે કે નહીં એની ખબર નથી, પણ શું સ્ત્રીઓને પણ નથી? આ કહેવાતા લાગતા બીજ માટે સ્ત્રી શું નથી કરતી? પહેલી વાર બાળક જ્યારે માના ઉદરમાં ફરકે છે એ આનંદ અવર્ણનીય હોય છે. એ બળાત્કારનું ફરજંદ હોય તો પણ સ્ત્રીમાં પુરુષનિરપેક્ષ રોમાંચ ઊભો કરે. સગર્ભાવસ્થા બોજ ત્યારે બની જતી હોય છે જ્યારે ઘણી પ્રસૂતિઓ થઈ હોય અને ક્યારેક ખૂબ આર્થિક સંકડામણ હોય. બાકી સગર્ભા સ્ત્રીને સૌન્દર્ય તો નિરખી ઊઠતું હોય છે. ફ્રાન્સમાં એક વખત થોડા વખત માટે સ્ત્રીઓની સંગમાં – મોટા ઉદરવાળી દેખાવાની ફેશન હતી. સગર્ભાવસ્થા એ પણ નિરપેક્ષ પુરુષના શોષણ તરીકે તો લેખિકા ઘટાવતી નથી ને? આધુનિક નર્તિકા સોનલ માનસિંગે ત્રણ ત્રણ લગ્નવિચ્છેદ પછી લગ્નબહાર સંતાનની ઇચ્છા રાખી છે.
લેખિકાએ નવલકથાનો વિષય નારીના વિષમ-શોષિત જીવનને પસંદ કર્યો એ સામે વાંધો નથી, પણ લેખની આવશ્યક દૂરતા અને પ્રતીતિકરતાનો અભાવ સાલે છે. વસુધા અને વ્યોમેશની કથાની જેમ નવલકથામાં આવતી ઘણીબધી ઉપકથાઓમાં ચિત્ર ધૂંધળું રહે છે, અને શોષક પુરુષ સ્પષ્ટ રીતે બહાર નથી આવતો. એક-બે કિસ્સામાં તો પતિ સાથે વધુ સહાનુભૂતિ થાય એમ બન્યું છે. પતિઓમાં એકેય ગુણ શોધવો મુશ્કેલ તો પત્નીઓમાં એકેય અવગુણ નહીં. સ્વરૂપ એ બીજા અંતિમે આદર્શીકરણ તરફ ઢળતું પાત્ર, એકદમ ભાવનાશાળી. એક ચોક્કસ ઉદ્દેશ તરફ નવલકથા ગતિ કરતી નથી. લેખિકા માટે બે માર્ગો હતા. એક તો એ કે લેખિકાએ એવા કિસ્સાઓ પસંદ કર્યાં હોત કે જેથી એક જડબેસલાક શોષિત નારીનું ચિત્ર વિધાનો દ્વારા નહીં, પણ ક્રિયા અને પરિસ્થિતિ દ્વારા આપણી આંખ સામે ખડું થાય. અથવા તો સર્વાંગી સત્યના પરિપ્રેક્ષ્યમાં નારીકથા નાણી જોવાઈ હોત. જેમાં શોષક પુરુષનું સંકુલ ચિત્ર ઊભું થયું હોત – જેમાં પુરુષ મુક્ત કે સર્વસત્તાધીશ નથી એવી પ્રતીતિ થાત અને છતાં શોષિત નારીની કથા ઓછી કરુણ ન બની હોત. પણ આવી કોઈ વિશદતાથી નવલકથા લખાઈ નથી. આ નવલકથા આત્મદયાથી ભરપૂર છે, અને ઘણી સ્ત્રીઓને આમાં પોતાના અનુભવોની વાત લાગી હોય એ સંભવ છે. અથવા તો કેટલીક સ્ત્રીઓની વીતકકથાઓ જ સીધી લેખિકાએ લીધી હોય. પણ આ બધી સામગ્રી, દીવાસ્વપ્નો, યુટોપિયાની કલ્પના વગેરે એમ ને એમ ચોસલાની જેમ રહી જાય છે. સાહિત્યકૃતિમાં જે રીતે રૂપાંતરિત થવી જોઈએ એમ થતી નથી. અલબત્ત અહીં ત્યાં flashes જરૂર છે. કોઈક ઉપકથા ઊંચાઈ સર કરતી પણ દેખાય છે – પણ એ જવલ્લે જ. વળી સાહિત્યકૃતિમાં જે સત્ય આવે છે એ સહજસ્ફૂર્ત હોય છે, આપણને અંદર ક્યાંય સ્પર્શી જાય છે. એ બુદ્ધિના સ્તર ઉપર રહેતું નથી. જો કે અહીં કહેવાતી બૌદ્ધિક ચર્ચાઓ પણ અતિરંજક ઉપરછલ્લી લાગણીશીલતામાં સરી પડતી દેખાય છે. કદાચ નારીવાદી ઉદ્દેશને ધ્યાનમાં રાખી સભાનતાપૂર્વક લખાયેલી આ પહેલી નવલકથા છે. અને એટલે જ લેખિકાને અહીં ચેતવવાની જરૂર લાગી કે એક લોકપ્રિય કૉઝનો લાભ ઉઠાવી સુગ્રથિત સાહિત્યકૃતિ આપવામાંથી એમણે ચ્યુત નહોતું થવું જોઈતું.
આજે સ્ત્રી એવા તબક્કે પહોંચી છે જ્યારે પુરુષની શોષણકર્તાની ભૂમિકા સૈદ્ધાન્તિક તોર પર નિર્વિવાદ પુરવાર થઈ છે. અન્યાયો સામે લડતાં રહીને પણ સ્ત્રી માટે આત્માભિમુખ થવું અત્યંત જરૂરી બન્યું છે જેથી એ પુરુષની હરીફ મટી એક તંદુરસ્ત વિકલ્પ સમાજ સમક્ષ ધરી શકે.


{{Poem2Close}}
{{Poem2Close}}


{{right|[ઑગસ્ટ ૧૯૮૪}}
{{right|[મે, ૧૯૮૪}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ગુજરાતી દલિત સાહિત્ય સાથે પહેલો સંપર્ક
|previous = ‘અલવિદા, સુરેશભાઈ’
|next = ઝેન અને અચેતન
|next = ઝેન અને અચેતન
}}
}}

Latest revision as of 01:28, 11 February 2024


તર્કના દેખાવા સાથે માણસમાં દ્વૈત ઊભું થયું, અને એ કારણે સતત એ નવા અને નવા ઉકેલો માટે મથતો રહ્યો. તર્કની હસ્તીની અંતર્ગત એના ઇતિહાસની ગતિશીલતા રહી છે જે એને સતત વિકાસ તરફ ધકેલે છે. જીવનને દરેક તબક્કે એ અસંતુષ્ટ અને મૂંઝાયેલો હોય છે, અને આ મૂંઝવણ અને નવા અને નવા ઉકેલો માટે આગળ જવા પ્રેરે છે. માણસમાં પ્રગતિ માટે કોઈ જન્મજાત ઇચ્છાશક્તિ નથી હોતી. પણ એની હયાતીની વિસંગતિ અને એ માર્ગે આગળ ઘપાવે છે. પ્રકૃતિ સાથેનું એકત્વ, એનું સ્વર્ગ ગુમાવી બેસતાં એ શાશ્વત યાત્રી (ઓડિસ્યૂસ, ઇડિપસ, અબ્રાહમ, ફૉસ્ટ) બની જાય છે; ધકેલાતો જાય છે આગળ અને આગળ. પોતાના જ્ઞાનની ખાલી જગ્યાઓ પ્રત્યુત્તરો દ્વારા પૂરવા, અજ્ઞાતને જ્ઞાત બનાવવા એ સતત પ્રવૃત્તિશીલ રહે છે. પોતાનો હિસાબ પોતાને આપવાનો છે, પોતાના અસ્તિત્વને અર્થ આપવાનો છે. એ આંતરિક તડના નિવારણ માટે મથે છે, પૂર્ણતાની બીજા પ્રકારની સંવાદિતાની ઝંખનાથી પિડાય છે જેથી જે શાપે એને પ્રકૃતિથી વિખૂટો પાડ્યો છે, પોતાના બાંધવોથી અલગ પાડ્યો છે એ દૂર થઈ શકે. માણસના અસ્તિત્વની વિસંવાદિતા એના પ્રાણના ઉગમને ક્યાંય ટપી જાય એવી જરૂરિયાતો પેદા કરે છે. આ જરૂરિયાતો પોતાની અને પ્રકૃતિ સાથે ઐક્ય અને સમતુલા સ્થાપવાની ઉત્કટ પ્રબળતામાં પરિણમે છે. પ્રથમ તો માણસ આ એકત્વ અને સમતુલા વિચારમાં સ્થાપવાનો પ્રયાસ કરે છે; એ માટે વિશ્વનું સર્વાશ્લેષી માનસિક ચિત્ર રચી સંદર્ભ-માળખું (Frame of reference) ઊભું કરે છે જેથી પોતાનું સ્થાન શું છે અને એણે શું કરવું જોઈએ એનો જવાબ મળી શકે, પણ આવી વિચાર-પદ્ધતિઓ અપૂરતી છે. માણસ માત્ર અશરીરી બુદ્ધિ હોત તો એનો ઉદ્દેશ સર્વાંગી વિચાર-પદ્ધતિથી સિદ્ધ થઈ શક્યો હોત. પણ એને મન અને દેહ બન્ને હોવાને લીધે એના અસ્તિત્વનો પ્રત્યાઘાત માત્ર મનમાં નહીં, પણ જીવવાની પ્રક્રિયામાં, લાગણીઓમાં અને કાર્યમાં પડતો હોય છે. એણે પોતાના અસ્તિત્વનાં સઘળાં ક્ષેત્રોમાં એકત્વ અને અદ્વૈતની અનુભૂતિ માટે પ્રયત્ન કરવો રહ્યો જેથી એ નવી સમતુલા પ્રાપ્ત કરી શકે. કોઈ ઉદ્દેશ પ્રત્યેની, વિચાર પ્રત્યેની કે કોઈ મનુષ્યને અતિક્રમી જતી શક્તિ – જેમ કે પરમેશ્વર – પ્રત્યેની નિષ્ઠા એ જીવવાની પ્રક્રિયામાં પૂર્ણતા માટેની જરૂરિયાતની અભિવ્યક્તિ છે.

એરિક ફ્રૉમ



પતંજલિ અને મિર્ચા એલિયેડ

આજનો વિજ્ઞાની સત્ની શોધમાં આપણા રોજિંદા અનુભવ-જગતથી ઘણો દૂર નીકળી ગયો છે. એ જે ઘટનાઓનો અભ્યાસ કરે છે તે પૃથ્વી પર નૈસર્ગિક રીતે બનતી નથી; જો કે બ્રહ્માંડમાં અન્ય સ્થળે એ રોજિંદા બનાવો છે. આવી ઘટનાઓના પ્રયોગોમાં વિજ્ઞાની ગણિતશાસ્ત્રીની મદદ લે છે. માનવીની કલ્પના એકાએક સ્વીકારી ન શકે એવી ગણિતશાસ્ત્રીઓની આગાહીઓ વિજ્ઞાનીના પ્રયોગો દ્વારા સિદ્ધ થઈ છે. આથી વિજ્ઞાનજગતમાં ગણિતશાસ્ત્રીઓની પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ છે. આખરે જ્યારે બ્રહ્માંડની મૂળ આધારશીલા હાથ લાગશે ત્યારે એનાં લક્ષણો શાં હશે એ પ્રશ્નના જે જવાબો ગણિતશાસ્ત્રીએ આપ્યા છે તેમાં વિજ્ઞાનીને રસ છે. ગણિતશાસ્ત્રીનાં સમીકરણો દર્શાવે છે કે મૂળભૂત સત્ કાં તો શૂન્યવત્ બિન્દુ હશે અથવા સર્વવ્યાપી તત્ત્વ હશે. આથી વિજ્ઞાનીઓને બૌદ્ધ દર્શનના શૂન્યમાં કે અદ્વૈત-વેદાન્તના બ્રહ્મમાં રસ જાગ્યો છે. શ્રી રોહિત દવેએ આ વાત ‘શાંકરવેદાન્ત, બૌદ્ધદર્શન અને વિજ્ઞાન’ના એમના લેખ (ફા. ગુ. સ. ત્રૈમાસિક, અંક ૧, ૧૯૮૪)માં ખૂબ વિશદતાથી સમજાવી છે. મિર્ચા એલિયેડ કહે છે કે મોડું કે વહેલું પશ્ચિમી મનને પૌર્વાત્ય પરંપરાઓ સાથે વૈચારિક ભૂમિકા ઉપર ટકરાવવું પડવાનું છે. અને એ કહે છે કે ધારો કે એક દિવસ એવો આવે Non-western peoples become radically westernised even then the encounter and comparison with the authentic traditions of non-western world could not be avoided અને આ અભ્યાસ પશ્ચિમે ખૂબ આદરપૂર્વક કરવો જોઈએ એમ પણ એલિયેડે ભલામણ કરી છે. એલિયેડની આ ભલામણ આપણા પશ્ચિમીકરણ પામેલા વિદગ્ધ બુદ્ધિજીવીઓને પણ લાગુ પાડી શકાય. ઉપરાંત આપણામાં એક બીજું પણ દૂષણ જ્ઞાતપણે કે અજ્ઞાતપણે રહ્યું છે તે ગુલામી મનોદશાનું છે. આપણાંમાંનાં કેટલાં વિદગ્ધ જીવો અવિદગ્ધ જ્ઞાની પુરુષ પાસે બેસી જ્ઞાન મેળવવાનું પસંદ કરશે? જો કે અહીં જીર્ણોદ્વાર (Revivalism) અભિપ્રેત નથી. માત્ર પૂરતી જિજ્ઞાસા અને ખુલ્લા દિલે પરંપરાઓ આત્મસાત્ કરીએ એટલું જ કહેવું છે. મિર્ચા એલિયેડ ભારતમાં વર્ષો સુધી રહ્યા છે અને હિમાલયમાં ખૂબ ભમ્યા છે. ભારતની પરંપરા આત્મસાત્ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. ‘ન હન્યતે’ નવલકથાના ત્રેવીસ વર્ષનો નાયક મિર્ચા બત્રીસ-તેત્રીસ વર્ષની સ્ત્રીને મા કહીને સંબોધી શકાય એથી આશ્ચર્ય પામતો, એ ભૂમિકાથી ઘણાં દૂર નીકળી ભારતીય પરંપરાઓને સરસ રીતે ગ્રહણ કરી શક્યા છે એમ એમનું પુસ્તક ‘પતંજલિ એન્ડ યોગ’ વાંચતાં લાગ્યા વગર રહેતું નથી. એની સામે ‘Speaking Tree’ પુસ્તકમાં રિચાર્ડ લેનોય ગુરુ-શિષ્ય સંબંધના પ્રકરણમાં ભારતીય દર્શન-જગતની આબોહવા પૂરી ઝીલી શક્યા નથી એમ કહેવું પડે. એલિયેડ કહે છે કે બીજાઓ સાથેના કન્ફ્રન્ટેશનથી પશ્ચિમી માનસ પોતાને વિશેની સમજ વધારશે, અને એની ચેતનાને સમૃદ્ધ કરશે. અચેતનની શોધે પશ્ચિમી માણસને પોતાની સન્મુખ થવાની ફરજ પાડી, તો પશ્ચિમ સિવાયની અન્ય સંસ્કૃતિઓનો મુકાબલો એને માનવીય આત્માના ઇતિહાસમાં ખૂબ ઊંડે જવા પ્રેરશે અને આવો ઇતિહાસ એની પોતાની હસ્તીનો અંતર્ગત ભાગ છે એવી પ્રતીતિ કરાવશે. એલિયેડે ‘પતંજલિ ઍન્ડ યોગ’માં યોગની પ્રક્રિયાને સવિસ્તર, પતંજલિના ‘યોગસૂત્ર’ને પાયામાં રાખી, બૌદ્ધદર્શન, તન્ત્ર, હઠયોગ, વેદાન્ત અને ગીતાના સંદર્ભમાં તપાસી છે. એ કહે છે કે યોગ ભારતીય અધ્યાત્મનું એક વિશિષ્ટ પરિમાણ છે. તે એટલે સુધી કે જ્યારે ખ્રિસ્તી ધર્મ ભારતમાં પ્રસર્યો ત્યારે એમણે પણ ધ્યાન અને પ્રાર્થના માટે કેટલીક યોગિક પદ્ધતિઓ અપનાવી હતી. આજે પણ ભારતીય વિજ્ઞાનીઓ ક્યારેક તદ્દન અભાનપણે એકાગ્રતા લાવવા માટે યોગિક ટેક્નિકનો ઉપયોગ કરે છે. એવી એકેય ભારતીય આધ્યાત્મિક ચળવળ નથી જેને કોઈ ને કોઈ યોગના પ્રકારનો આધાર ન હોય. યોગ ભારતીય મનનું વિશિષ્ટ પરિમાણ છે. ઉપનિષદના કાળથી ભારત સમક્ષ મોટો પ્રશ્ન માનવીય અવસ્થાની સંરચના (Structure of human condition) રહ્યો છે. અનન્ય શિસ્તથી ભારતના તત્ત્વચિંતકોએ માણસની વિવિધ કંડિશનિંગનું (માનસપલટો) વિશ્લેષણ કર્યું છે. પણ આ વિશ્લેષણ પાછળ માણસનો કોઈ ચોક્કસ સુસંગત ખ્યાલ ઊભો કરવાનો એમનો ઉદ્દેશ નહોતો. દૃષ્ટાંતરૂપે ૧૯મી સદીના યુરોપમાં એમ મનાતું કે માણસને વંશપરંપરાગત કે સામાજિક કંડિશનિંગથી સમજી શકાય. ભારતીય વિશ્લેષણનો ઉદ્દેશ આ કંડિશનિંગની પાર કોઈ વસ્તુ હસ્તી ધરાવે છે કે નહીં એ જાણવાનો હતો. એટલે જ Depth Psychologyના આગમનના ઘણા કાળ પૂર્વે ભારતીય ઋષિઓ અને તપસ્વીઓ અચેતનના ધૂંધળા વિસ્તારોની શોધખોળ કરવા પ્રેરાયા હતા. એમણે બતાવી આપ્યું હતું કે ભૌતિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અસરો ઉપર પ્રભુત્વ મેળવવું પ્રમાણમાં સહેલું હતું, પણ વૈરાગીઓ અને તપસ્વીઓના જીવનમાં મોટા અવરોધો અચેતનની ક્રિયાઓમાંથી, સંસ્કારો અને વાસનાઓમાંથી ઊભા થતા હતા. કેટલીક આધુનિક મનોવૈજ્ઞાનિક ટેક્નિકોનું એમને પૂર્વજ્ઞાન હતું. પણ એમાં એનું મૂલ્ય નથી. એનું મહત્ત્વ એમણે ટેક્નિકોનો ઉપયોગ માણસને ડિંકંડિશનિંગ કરવામાં કર્યો એમાં રહેલું છે. કંડિશનિંગની પદ્ધતિઓનું માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો એમનો ઉદ્દેશ નહોતો. પણ એના ઉપર પ્રભુત્વ મેળવવાની એમની નેમ હતી. યોગ કઈ રીતો વડે આ બાબતમાં આશ્ચર્યકારક પરિણામો લાવવા ધારે છે એ અત્યંત રસનો વિષય છે. પતંજલિ પહેલાં ઘણા સમર્થ યોગીઓ થઈ ગયા, પણ એમને વિશે આપણે કંઈ જાણતા નથી. એમનાં નામ પણ ખબર નથી. પતંજલિ પણ આમ કંઈ ઓછા દંતકથાના પાત્ર નથી, પણ સૌ પ્રથમ યોગ ઉપર પદ્ધતિસર પ્રબંધ – ‘યોગસૂત્ર’ એમણે લખ્યો એમ મનાય છે. એટલે એલિયેડ કહે છે કે એમણે પુસ્તકના શીર્ષકમાં પતંજલિનું નામ રાખ્યું. કેટલાક ભાષ્યકારો ‘યોગસૂત્ર’ના પતંજલિ અને પાણિની ઉપર ‘મહાભાષ્ય’ લખનાર પતંજલિને એક માને છે. પતંજલિની તાત્ત્વિક ભૂમિકા પુરુષ અને પ્રકૃતિના ભેદ ઉપર રચાયેલી સાંખ્યની છે. પણ સાંખ્યની જેમ એ અનિરીશ્વરવાદી નથી. ઉપરછલ્લી રીતે પણ યોગે ઈશ્વરની હસ્તી સ્વીકારી છે. વેદાન્તની જેમ પતંજલિએ જગતને માયા નથી ગણ્યું છતાં જેમ જેમ અજ્ઞાન દૂર થાય અને આત્મસાક્ષાત્કાર થતો જાય તેમ જગત અસત્ય ભાસતું જાય. ઉપનિષદના કાળથી ભારતને જગત ક્ષણિક, દુઃખમય અને માયારૂપ લાગ્યું છે. છતાં આ સંપ્રત્યય નિરાશાવાદ કે Nihilism તરફ નથી લઈ જતો. જગતને ભલે નકાર્યું હોય, જીવનનું અવમૂલ્યન કર્યું હોય, પણ બીજું કંઈક હસ્તી ધરાવે છે જે સમયની પર, દુઃખની પર, અવિકારી છે. જ્યાં સાંખ્ય સમાપ્ત થાય છે ત્યાંથી પ્રશિષ્ટ યોગની શરૂઆત થાય છે. પતંજલિએ સાંખ્યનો પૂર્ણપણે સ્વીકાર કર્યો ખરો, પણ એમણે એમ ન માન્યું કે માત્ર અધ્યાત્મજ્ઞાન માણસને મુક્તિ તરફ દોરી જશે. મુક્તિ માટે તો ધ્યાન વગેરેની ઉત્કટ સાધના જોઈશે. સાંખ્યની જેમ યોગનો ઉદ્દેશ સ્વાભાવિક (નોર્મલ) ચેતના મિટાવી તદ્દન ગુણાત્મક રીતે જુદી ચેતના પ્રાપ્ત કરવાનો છે, પણ આ નોર્મલ ચેતનાને મિટાવવી સહેલી નથી. તત્ત્વદર્શનની સાથે સાથે અભ્યાસ અને તપની જરૂર છે; દૈહિક ટેક્નિકો અજમાવવાની જરૂર છે. પતંજલિની યોગની વ્યાખ્યા છે : ‘ચિત્તને નાના પ્રકારની વૃત્તિઓ ધારણ કરતું અટકાવવું અને યોગ કહે છે.’ – the abolition of states of consciousness. મનોવ્યાપારનું વિશ્લેષણ કરતાં પતંજલિએ શોધી કાઢ્યું કે ચિત્તવૃત્તિઓ ઊભી કરવા પાછળ પાંચ ક્લેશો – ૧. અવિદ્યા, ૨. અસ્મિતા (અહંકાર), ૩. રાગ, ૪. દ્વેષ, ૫. અભિનિવેશ (દૈહિક જીવનને વળગી રહેવાની વૃત્તિ). આ ચિત્તવૃત્તિના બધા વર્ગો ક્લેશમય છે. એટલે માનવીય અનુભૂતિ પણ તત્ત્વતઃ ક્લેશમય છે. યોગ જ વૃત્તિનો નિરોધ અને દુઃખનું નિવારણ શક્ય બનાવે છે. આથી યોગીઓએ વૃત્તિઓ સાથે કામ પાડવાનું છે. માત્ર અજ્ઞાન દૂર કરવું પૂરતું નથી, કારણ કે વર્તમાન વાવંટોળો કાઢી પણ નાખવામાં આવે તો એની જગ્યાએ તરત જ બીજા આવી ઊભા રહી જશે. અવચેતનના ગંજાવર ભંડારોમાં દટાયેલી પડેલી સુપ્ત વાસનાઓ આ વાવંટોળો પેદા કર્યા કરશે. વાસનાની વિભાવના યોગના મનોવિજ્ઞાનમાં કેન્દ્રનું સ્થાન ધરાવે છે. વાસનાઓનું મૂળ સ્મૃતિમાં છે. Life is a constant discharge of vasanas that manifest themselves through the vrtti. These vasanas condition the specific character of every individual; and this conditioning conforms as much to his heredity as to his Karma... it is only through Yoga they can be known, controlled and burned out. મનોવિશ્લેષણના ઘણા કાળ પહેલાં યોગે અવચેતન (વાસના) કેવું મહત્ત્વનું ભાગ ભજવતું હતું તે બતાવ્યું છે. અવચેતનની વિશિષ્ટ ગતિશીલતામાં જ યોગને ગંભીર અવરોધ લાગ્યો છે, અને દૂર કરવા યોગ્ય લાગ્યો છે, કારણ કે સુપ્ત વાસનાઓને હંમેશ પ્રકાશમાં આવવું હોય છે, ચેતનાની અવસ્થાઓ બનવું હોય છે. અવચેતનને ત્યાગ અને વૈરાગ્યની કોઈ પણ ક્રિયા પરવડતી નથી; એટલે એનો પ્રતિકાર કરે છે. અવચેતન જાણે કે ભયભીત થઈ ઊઠે છે કે અપ્રગટ સુપ્ત વાસનાઓ પ્રગટીકરણ પામતાં પહેલાં જ નાશ પામી જશે. મિર્ચા ઍલિયેડ અંતમાં કહે છે કે આપણે યોગ અને મનોવિશ્લેષણની સાદૃશ્યની વાત કરી રહ્યા છીએ. બન્ને વચ્ચે થોડા અપવાદો બાદ કરતાં તુલના થઈ શકે એમ છે. એ અપવાદો જો કે વધુ યોગની તરફદારી કરનારા છે. ફ્રોઇડના મનોવિશ્લેષણથી યોગ એ રીતે ભિન્ન છે કે યોગ અવચેતનમાં માત્ર કામવાસના (libido) નથી જોતું; અવચેતન અને ચેતનાને જોડતી સર્કિટને એ પ્રકાશમાં લાવે છે; અને તેથી એ અવચેતનને અહંના આશયો, ગતિઓ અને ક્રિયાઓનું ગર્ભસ્થાન અને ગ્રહણ કરનાર (રેસિપિયન્ટ) માનવા પ્રેરાય છે. બીજી રીતે કહીએ તો વધુ ને વધુ તૃપ્તિ, ફલતૃષ્ણાનું અવચેતન ઉપર પ્રભુત્વ છે. વળી બીજી રીતે પણ યોગ મનોવિશ્લેષણથી ભિન્ન છે. યોગ માને છે કે વીતરાગતાથી અવચેતન ઉપર પ્રભુત્વ મેળવી શકાય, અને ચેતનાની અવસ્થાઓ(states)ને એકત્ર કરી એને જીતી પણ શકાય. પૂર્વની મનોવૈજ્ઞાનિક અનુભૂતિ પશ્ચિમની અનુભૂતિ કરતાં વધુ વિસ્તૃત અને સુગ્રથિત છે. સંભવ છે કે આ મુદ્દા ઉપર પણ યોગ સાચો ઠરે કે અવચેતનને – ગમે એટલું વિરોધાભાસી લાગે તોપણ – જાણી શકાય છે, એના ઉપર પ્રભુત્વ મેળવી શકાય છે અને જીતી શકાય છે. ભારતની સૌથી મોટી શોધ એ ચેતનાને સાક્ષીરૂપે જોવાની છે. મોક્ષ એ ભારતનાં તમામ દર્શનોનું અને રહસ્યવાદી ટેક્નિકોનું લક્ષ્ય છે. પણ સૌથી વધુ તો ભારત માને છે કે યોગ દ્વારા, યોગના અનેક પ્રકારો દ્વારા એ લક્ષ્ય સિદ્ધ થઈ શકે. તદ્દન પરાઈ સંસ્કૃતિના મિજાજને, એના આત્માને સમભાવ, સમજણ અને આદરપૂર્વક રજૂ કરનાર પશ્ચિમી મન દાદ માંગી લે છે.


[મે, ૧૯૮૪