ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/સમૂહગાન: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |

(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
'''સમૂહગાન''' | '''સમૂહગાન''' | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/8/85/Udayan_Thakkar_samuhgan.mp3 | |||

સમૂહગાન • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ | |||

Line 38: | Line 53: | ||
{{gap}}પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી | {{gap}}પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી | ||
</poem>
| </poem>

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વરસાદમાં | |previous = વરસાદમાં | ||
|next = અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત | |next = અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત | ||

Latest revision as of 22:35, 3 June 2024

સમૂહગાન • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદી જી!
અવાજ ૧ :
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યાં છે
અટકળની આ વાત નથી, મેં થોડાં થોડાં ચાખ્યાં છે...
ઠેર ઠેર એની કાયામાં વમળ-વર્તુળો ઊઠે છે
ઊંડે તાણી જાય છે, મારા
શ્વાસો
ક્રમશઃ
તૂટે છે
સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી
અવાજ ૨ :
મોડું-વ્હેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે
જળસમૂહને એક છોકરી તણખ્ખલાથી ખાળે છે
દીવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે?
મીણનો જથ્થો નષ્ટ થશે, પણ અજવાળાંઓ ફેલાશે
સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી
અવાજ ૩ :
શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે!
રૂપ કોઈનું, અટકળથી પણ આગળ જઈને અટક્યું રે!
જાણે પંખી ડાળ મૂકીને, જાત હવામાં ફેંકે જી
અથવા દૈનિકમાંથી શીર્ષક, વાચક સુધી ઠેકે જી
સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી