અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/કોણ રોકે!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 35: | Line 35: | ||
{{Right|(સકલ કવિતા, ૧૯૮૪, પૃ. ૧૪૪-૧૪૫)}} | {{Right|(સકલ કવિતા, ૧૯૮૪, પૃ. ૧૪૪-૧૪૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = સૂની વિજનતા | |||
|next = પળ સફરની | |||
}} |
Latest revision as of 10:20, 20 October 2021
કોણ રોકે!
સ્નેહરશ્મિ
આ પૂનમની ચમકે ચાંદની,
એને કોણ રોકે?
કાંઈ સાયર છલક્યા જાય
કે એને કોણ ટોકે!
આ આષાઢી વરસે મેહુલો,
એને કોણ રોકે?
કાંઈ પૃથિવી પુલકિત થાય,
કે એને કોણ ટોકે!
આ વસન્તે ખીલતાં ફૂલડાં!
એને કોણ રોકે?
કાંઈ ભમરા ગમ વિણ ગાય,
કે એને કોણ ટોકે!
આ આંબે મ્હોરતી મંજરી,
એને કોણ રોકે?
કાંઈ કોકિલ ઘેલો થાય,
કે એને કોણ ટોકે!
આ અંગે યૌવન પાંગરે,
એને કોણ રોકે?
કાંઈ ઉરમાં ઉર ન માય! —
કે એને કોણ ટોકે!
(સકલ કવિતા, ૧૯૮૪, પૃ. ૧૪૪-૧૪૫)