અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત `ઘાયલ'/લિજ્જત છે: Difference between revisions
Jump to navigation
Jump to search

અમૃત `ઘાયલ' • લિજ્જત છે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: પાર્થ ઓઝા

MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 26: | Line 26: | ||
{{Right|(આઠોં જામ ખુમારી, પૃ. ૩૬૮)}} | {{Right|(આઠોં જામ ખુમારી, પૃ. ૩૬૮)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9c/Gabharu_Aankhomaan-Amar_Bhatt.mp3 | |||

અમૃત `ઘાયલ' • લિજ્જત છે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: પાર્થ ઓઝા | |||

{{HeaderNav2 | |||
|previous = મને ગમે છે | |||
|next =શબ્દની આરપાર (આરપાર જીવ્યો છું) | |||

Latest revision as of 16:38, 24 January 2022
લિજ્જત છે
અમૃત `ઘાયલ'
ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે,
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે!
વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે,
હર ફૂલ મહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.
પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.
દુ :ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડબલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.
જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે;
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે!
બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે!
સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું `ઘાયલ',
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.
(આઠોં જામ ખુમારી, પૃ. ૩૬૮)
અમૃત `ઘાયલ' • લિજ્જત છે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: પાર્થ ઓઝા