અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/મનમેળ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

(One intermediate revision by one other user not shown) | |||
Line 25: | Line 25: | ||
{{Right|(કુન્તલ, ૧૯૯૨, પૃ. ૭)}} | {{Right|(કુન્તલ, ૧૯૯૨, પૃ. ૭)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/2/23/Keva_Re_Malela-Kshemu_Divetia_2.mp3 | |||

બાલમુકુન્દ દવે • કેવા રે મળેલા મનના મેળ? • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: હર્ષદા રાવળ અને જનાર્દન રાવળ | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a1/Keva_Re_Malela-Rasbihari_Desai.mp3 | |||

બાલમુકુન્દ દવે • કેવા રે મળેલા મનના મેળ? • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: હિમાલી વ્યાસ નાયક અને સોનિક સુથાર | |||

{{HeaderNav2 | |||
|previous = વતનવાટે બપોર | |||
|next = વિરહિણી | |||

Latest revision as of 21:13, 25 January 2022
બાલમુકુન્દ દવે
કેવા રે મળેલા મનના મેળ?
હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
(કુન્તલ, ૧૯૯૨, પૃ. ૭)
બાલમુકુન્દ દવે • કેવા રે મળેલા મનના મેળ? • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: હર્ષદા રાવળ અને જનાર્દન રાવળ
બાલમુકુન્દ દવે • કેવા રે મળેલા મનના મેળ? • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: હિમાલી વ્યાસ નાયક અને સોનિક સુથાર