બાળ કાવ્ય સંપદા/બાબીબહેન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:31, 19 April 2025

બાબીબહેન

લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)

બબલી બેઠી બારણે,
ઢીંગલી મૂકી પારણે,
બબલીનું નામ બાબી,
હીરની દોરી લાંબી.

રોજ સવારે ના’તી,
બબલી બહુ હરખાતી,
હાલરડું એ ગાતી જાય,
આનંદે ઊભરાતી જાય.

‘હાલાં રે હાલાં !
બોલ બોલું કાલા;
બાબીબહેન તો વહાલી,
આપું એને વાળી.’

‘હાલાં રે હાલાં !
બાબીબહેન તો વહાલાં;
એ તો એવી સુંદર,
આપું એને કુંડળ.’