બાળ કાવ્ય સંપદા/દીવડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દીવડો

લેખક : ચંદ્રવદન ચી. મહેતા
(1901-1991)

દીવડો દેખી સૌ હરખાય,
કે દીવડો ધરતી ફરતો જાય.

એ રતને પાલવડે સંતાય,
તો ધરતી ફૂદડી ફરતી જાય.

દીવડા તારાં છે ઊજળાં રૂપ,
તું તો જગમાં જ્યોતિ સ્વરૂપ.

આભનો ચાંદલો તું અલબેલ,
જોઈને લ્હેરંતા કો છેલ.

દીવડા ! મૂકું હું આભને થાળ,
ત્યાંથી યુગયુગને અજવાળ.

દીવડા નવલખ તારાં નૂર,
તું તો ભરજે માનવઉર.

ટાળજે અન્તરના અન્ધાર,
ને દેજે અગમનિગમના સાર.