કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૫. પાછા વળવું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૫. પાછા વળવું|જયન્ત પાઠક}} <poem> બસ આવી ગૈ હદ, લો સરહદ, અહીંથી પ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 23: Line 23:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૩૪)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૩૪)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૪. કવિતા ન કરવા વિશે કવિતા |૩૪. કવિતા ન કરવા વિશે કવિતા ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૬. રાજસ્થાન |૩૬. રાજસ્થાન ]]
}}

Latest revision as of 12:10, 6 September 2021

૩૫. પાછા વળવું

જયન્ત પાઠક

બસ આવી ગૈ હદ, લો સરહદ, અહીંથી પાછા વળવું
વળવું પાછા, પણ પાડેલાં પગલાંને ના મળવું;

આજ લગી ને અભી અભી જે બોલ્યા તે સૌ ફોક
ભલે યાદ કે સમણે આવે એમાંનો લબ કોક;

આમતેમથી વીણી સંઘરી લીધો શિર જે ભારો
ભાર ઉશેટું લો અબઘડીએ, સાપ હોય કે ચારો;

હવે બધા મિત્રો-શત્રુને મળવું જઈને ઘેર
હૈયું સોજ્જું સમથલ એમાં નહીં વમળ, ના લ્હેર;

અડે વાયરા અંકાશી ને મઘમઘ મનનો બાગ
ચંદનની સોડમમાં પોઢ્યા ઝેર વિનાના નાગ;

બસ અહીંથી પાછા વળવું છે, અહીંથી પાછા વળવું
પાડેલાં પગલાંને, પગને, રે ખુદે ના મળવું!

૧૮-૧-’૮૦

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૩૪)