બાળ કાવ્ય સંપદા/હું છું ખાખી બાવો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 7: | Line 7: | ||
ભિક્ષા માટે આવ્યો મૈયા | ભિક્ષા માટે આવ્યો મૈયા | ||
ચપટી આટો લાવો...” | ચપટી આટો લાવો...” | ||
બા બેઠી'તી રસોઈ કરવા | બા બેઠી'તી રસોઈ કરવા | ||
| Line 37: | Line 36: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = મેહૂલિયો | |previous = મેહૂલિયો | ||
|next = | |next = એક રૂપિયાના દસકા | ||
}} | }} | ||
Latest revision as of 17:22, 9 April 2025
હું છું ખાખી બાવો
લેખક : નરોત્તમ વાળંદ
(1931)
“બમ્ બમ્ ભોલે અલખ નિરંજન
હું છું ખાખી બાવો,
ભિક્ષા માટે આવ્યો મૈયા
ચપટી આટો લાવો...”
બા બેઠી’તી રસોઈ કરવા
લઈને પળનો લ્હાવો,
જટા બનાવી, ભભૂત લગાવી
બચુ બન્યો ત્યાં બાવો...
“રસોઈ એવી કશી ખપે ના
નહીં મીઠાઈ-માવો,
વૈરાગીને ભોજન સાદું
ખીચડી આટો ખાવો...
પૈસા કપડાં કંઈ ના જોઈએ
વળી ના જોઈએ સરપાવો,
મનમોજીલા બની અમારે
જગદીશનો જશ ગાવો...”
બા બોલી આજીજી કરતી
“ચીપિયો ના ખખડાવો,
ઘરમાં હમણાં કોઈ નથી ને
મુજને ના બિવડાવો..."
“અચ્છા મૈયા હમ ચલતે હૈં"
કહીને ચાલ્યો બાવો,
વેશ હટાવી, થઈને ડાહ્યો
બોલ્યો, “બા ! હું આવો !”