બાળ કાવ્ય સંપદા/આજે ઉતરાણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|આજે ઉતરાણ|લેખક : હરિકૃષ્ણ પાઠક<br>(1938)}} | {{Heading|આજે ઉતરાણ|લેખક : હરિકૃષ્ણ પાઠક<br>(1938-2025)}} | ||
{{center|<poem> | {{center|<poem> | ||
Latest revision as of 01:53, 19 April 2025
આજે ઉતરાણ
લેખક : હરિકૃષ્ણ પાઠક
(1938-2025)
લાવો પતંગ ને લાવો રે દોર,
ઊંચી અગાશીએ જામ્યો છે શોર.
રસ્તે દોડે છે કંઈ ઝરડાં ને ઝંડા
લૂંટ્યો પતંગ એણે ખાધા રે દંડા.
લંગશિયાં ફેંકીને પાડ્યો રે ઝોલ,
ખીજ્યો છે ખૂબ પેલો ભગલો ભંભોલ.
ફીરકી ને દોરી ને પાવલા ને ફુદ્દી
કાકા કૂદ્યા ને વળી કાકીયે કૂદી.
આપણી છે વાત જરી ગંમતી ને ગેબી,
ઊંચે પતંગ, અહીં ઝાપટી જલેબી.
વાદળના દરિયામાં કાગળનાં વ્હાણ,
આજે ઉતરાણ ભાઈ આજે ઉતરાણ.