અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/આ રસ્તાઓ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|આ રસ્તાઓ| `ઉશનસ્' નટવરલાલ પંડ્યા}} | {{Heading|આ રસ્તાઓ| `ઉશનસ્' નટવરલાલ પંડ્યા}} | ||
<poem> | <poem> | ||
Line 20: | Line 20: | ||
{{Right|(સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)}} | {{Right|(સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = હું જાણું — | |||
|next =અશ્વત્થભાવ | |||
}} |
Latest revision as of 10:22, 21 October 2021
આ રસ્તાઓ
`ઉશનસ્' નટવરલાલ પંડ્યા
મને આ રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાં
ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી
લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,
ન પૂરું સૂવા દે; સ્વપન મહીં આવે નજરમાં.
વીંટાયા છે કેવા પૃથિવી ફરતા લેઈ ભરડા!
નવા અક્ષાંશોની ઉપર નવ રેખાંશ-ગૂંથણી!
અરે, આ કૈં વાંકા ગલ જલધિનીરે જઈ પડ્યા!
હલાવું આ બીજા તરુવિટપ શા, તો મધપૂડા
ઊડે વસ્તી કેરા ટીશી ટીશી રહે શી બણબણી!
મને આ પૃથ્વીની પ્રીત પણ અરે, એવી જ મળી :
રહે ના દીવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી;
છતાં, હાવાં તો એ રખડુ-શું હૈયું એવું હળ્યું કે
હું સ્વર્ગેથીયે આ પૃથિવી પર પાછો ફરીશ, હા;
— હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.
(સમસ્ત કવિતા, પૃ. ૩૩૭)