અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એ સોળ વરસની છોરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 19: Line 19:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૫)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૫)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/Hun_To_Bas_Faravaa-Amar_Bhatt.mp3

પ્રિયકાન્ત મણિયાર • એ સોળ વરસની છોરી, સરવરિયેથી જલને ભરતી • સ્વરનિયોજન: અમર ભટ્ટ  • સ્વર: પાર્થ ઓઝા

{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફકીરમહંમદ મન્સૂરી/મેલ હવે મન ઝાવાં — | મેલ હવે મન ઝાવાં —]]  | મેલ હવે મન ઝાવાં, દૂરનું ઓરું લાવવાના...]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કંચુકીબંધ છૂટ્યા ને | કંચુકીબંધ છૂટ્યા ને]]  | કંચુકીબંધ છૂટ્યા ને હઠ્યું જ્યાં હીર-ગુંઠન  ]]

Latest revision as of 22:17, 20 June 2022

એ સોળ વરસની છોરી

પ્રિયકાન્ત મણિયાર

એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. એ.

ગગનભર્યાં ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી. એ.

મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી. એ.

એનાં પગલે પગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી. એ.

(આ નભ ઝૂક્યું, પૃ. ૫)

પ્રિયકાન્ત મણિયાર • એ સોળ વરસની છોરી, સરવરિયેથી જલને ભરતી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: પાર્થ ઓઝા