9,286
edits
No edit summary |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading| કથા-સિદ્ધાન્ત | (પ્ર. આ. જાન્યુઆરી, ૨૦૦૨) | {{Heading| કથા-સિદ્ધાન્ત | (પ્ર. આ. જાન્યુઆરી, ૨૦૦૨) | ||
<br> | |||
<br> | <br> | ||
'''જયેશ ભોગાયતા''' }} | '''જયેશ ભોગાયતા''' }} | ||
| Line 17: | Line 18: | ||
‘કથા-સાહિત્ય એટલે નવલકથા અને નવલિકા – ટૂંકી વાર્તા. અહીં આ બંને વિશેના સિદ્ધાન્તલક્ષી વિવેચનલેખો રજૂ કર્યા છે. મિજાજ, સમય અને કદના અણસરખા વૈવિધ્ય સાથે એમાં મારી કથાસાહિત્યને વિશેની સમજનું એક ચોક્કસ સાતત્ય છે, કંઈ નહીં તો ૧૯૭૫થી ૨૦૦૧ સુધીની પૂરાં ૨૬ વર્ષની મથામણનો એમાં ગ્રાફ છે, વૈયક્તિક ભૂમિકાનો ઇતિહાસ છે. આશા છે એની નિરીક્ષા-પરીક્ષા થશે.’ ૧૦ જાન્યુઆરી, ૨૦૦૨ | ‘કથા-સાહિત્ય એટલે નવલકથા અને નવલિકા – ટૂંકી વાર્તા. અહીં આ બંને વિશેના સિદ્ધાન્તલક્ષી વિવેચનલેખો રજૂ કર્યા છે. મિજાજ, સમય અને કદના અણસરખા વૈવિધ્ય સાથે એમાં મારી કથાસાહિત્યને વિશેની સમજનું એક ચોક્કસ સાતત્ય છે, કંઈ નહીં તો ૧૯૭૫થી ૨૦૦૧ સુધીની પૂરાં ૨૬ વર્ષની મથામણનો એમાં ગ્રાફ છે, વૈયક્તિક ભૂમિકાનો ઇતિહાસ છે. આશા છે એની નિરીક્ષા-પરીક્ષા થશે.’ ૧૦ જાન્યુઆરી, ૨૦૦૨ | ||
નિવેદનમાં વિવેચકે વિવેચનલેખોનું આંતરબાહ્ય સ્વરૂપ દર્શાવ્યું છે. પ્રત્યેક લેખ મિજાજ, સમય અને કદની બાબતે ભલે જુદો પડે એકબીજાથી, પણ તેમાં વિવેચકની કથાસાહિત્યને વિશેની સમજનું સાતત્ય છે, ૨૬ વર્ષની મથામણનો ગ્રાફ છે –આલેખ. કથાસાહિત્ય વિશેની વિવેચકની વૈયક્તિક ભૂમિકાનો ઇતિહાસ છે. વિવેચનલેખોનું સઘન વાચન કરીએ તો વિવેચકની કથાસાહિત્યની વિભાવનામાં નવીનતા સહિતના સાહિત્યના સાતત્યની પ્રતીતિ થશે. ૧૯૭૫ના વર્ષના પ્રથમ લેખથી શરૂ કરીને જ્યારે ૨૦૦૧નો છેલ્લો વિવેચનલેખ વાંચીશું ત્યારે વિવેચકની સ્વરૂપવિચારણાનું સ્તર સતત નવાં સોપાનો સિદ્ધ કરતું જોવા મળશે. કથાસાહિત્યનો વિભાવ સતત વિવેચકના ચિત્તમાં ઘૂંટાતો રહ્યો છે ને હજુ પણ ઘૂંટાતો જાય છે. એક અવિરત ચાલતી સાહિત્યમીમાંસા! વિવેચકે નોંધ્યું છે તેમ આ પુસ્તકની નિરીક્ષા-પરીક્ષા થશે તેવો આશાવાદ છે, પરંતુ એકાદ-બે અપવાદોને બાદ કરતાં આ પુસ્તકની ન તો નિરીક્ષા થઈ છે, ન તો પરીક્ષા. એ બસ એમ જ પ્રતીક્ષા કરે છે. આ પ્રકારના ગંભીર સ્વરૂપના પુસ્તકની સમીક્ષા કરવાનું વલણ સાવ જ મંદ પડી રહ્યું છે. | નિવેદનમાં વિવેચકે વિવેચનલેખોનું આંતરબાહ્ય સ્વરૂપ દર્શાવ્યું છે. પ્રત્યેક લેખ મિજાજ, સમય અને કદની બાબતે ભલે જુદો પડે એકબીજાથી, પણ તેમાં વિવેચકની કથાસાહિત્યને વિશેની સમજનું સાતત્ય છે, ૨૬ વર્ષની મથામણનો ગ્રાફ છે –આલેખ. કથાસાહિત્ય વિશેની વિવેચકની વૈયક્તિક ભૂમિકાનો ઇતિહાસ છે. વિવેચનલેખોનું સઘન વાચન કરીએ તો વિવેચકની કથાસાહિત્યની વિભાવનામાં નવીનતા સહિતના સાહિત્યના સાતત્યની પ્રતીતિ થશે. ૧૯૭૫ના વર્ષના પ્રથમ લેખથી શરૂ કરીને જ્યારે ૨૦૦૧નો છેલ્લો વિવેચનલેખ વાંચીશું ત્યારે વિવેચકની સ્વરૂપવિચારણાનું સ્તર સતત નવાં સોપાનો સિદ્ધ કરતું જોવા મળશે. કથાસાહિત્યનો વિભાવ સતત વિવેચકના ચિત્તમાં ઘૂંટાતો રહ્યો છે ને હજુ પણ ઘૂંટાતો જાય છે. એક અવિરત ચાલતી સાહિત્યમીમાંસા! વિવેચકે નોંધ્યું છે તેમ આ પુસ્તકની નિરીક્ષા-પરીક્ષા થશે તેવો આશાવાદ છે, પરંતુ એકાદ-બે અપવાદોને બાદ કરતાં આ પુસ્તકની ન તો નિરીક્ષા થઈ છે, ન તો પરીક્ષા. એ બસ એમ જ પ્રતીક્ષા કરે છે. આ પ્રકારના ગંભીર સ્વરૂપના પુસ્તકની સમીક્ષા કરવાનું વલણ સાવ જ મંદ પડી રહ્યું છે. | ||
૧. ‘સાહિત્યપ્રકાર અને વિભાવના – ટૂંકી વાર્તાના સંદર્ભમાં’ | <br> | ||
'''૧. ‘સાહિત્યપ્રકાર અને વિભાવના – ટૂંકી વાર્તાના સંદર્ભમાં’''' | |||
આ વિવેચનલેખની પૃષ્ઠસંખ્યા ૧૧ પેજની છે. સૌ પ્રથમ મલાડ ખાતેના ગુજરાતીના અધ્યાપક સંઘના અધિવેશનમાં વાંચેલું વ્યાખ્યાન છે. એ પછી ‘સ્વાધ્યાય’ સામયિકમાં પ્રગટ થયો ૨૫-૧૦-૭૫માં અને ૨૦૦૨માં ગ્રંથસ્થ થયો. | આ વિવેચનલેખની પૃષ્ઠસંખ્યા ૧૧ પેજની છે. સૌ પ્રથમ મલાડ ખાતેના ગુજરાતીના અધ્યાપક સંઘના અધિવેશનમાં વાંચેલું વ્યાખ્યાન છે. એ પછી ‘સ્વાધ્યાય’ સામયિકમાં પ્રગટ થયો ૨૫-૧૦-૭૫માં અને ૨૦૦૨માં ગ્રંથસ્થ થયો. | ||
લેખના આરંભે જ વિવેચકે વિભાવના ખુદની કાર્યપદ્ધતિની મર્યાદા દર્શાવી છે. વિભાવનાઓ ભીંતો ઊભી કરે છે, બિનજરૂરી લક્ષણોને મહત્ત્વ આપે છે. સર્જકની ટૂંકી વાર્તાઓ વિભાવનાને કાલગ્રસ્ત બનાવી દે છે. સર્જનમાંથી ઘડાતી વિભાવનાનું મૂલ્ય છે, નહીં કે સર્જનને દોરતી વિભાવનાનું. કલાકૃતિ રસાનુભૂતિ કરાવે, કલાતત્ત્વનું અભિજ્ઞાન કરાવે તે જ ખરી વિભાવના. | લેખના આરંભે જ વિવેચકે વિભાવના ખુદની કાર્યપદ્ધતિની મર્યાદા દર્શાવી છે. વિભાવનાઓ ભીંતો ઊભી કરે છે, બિનજરૂરી લક્ષણોને મહત્ત્વ આપે છે. સર્જકની ટૂંકી વાર્તાઓ વિભાવનાને કાલગ્રસ્ત બનાવી દે છે. સર્જનમાંથી ઘડાતી વિભાવનાનું મૂલ્ય છે, નહીં કે સર્જનને દોરતી વિભાવનાનું. કલાકૃતિ રસાનુભૂતિ કરાવે, કલાતત્ત્વનું અભિજ્ઞાન કરાવે તે જ ખરી વિભાવના. | ||
| Line 29: | Line 31: | ||
બીજો વિભાવ Single effect. આ સિન્ગલ ઈફૅક્ટ ટૂંકી વાર્તાનું ટૂંકાપણું નક્કી કરનારું લક્ષણ છે, વ્યાવર્તક લક્ષણ છે ‘અનન્ય અસર’. એકત્વમાં અનેકત્વનું સૂચન. એક વડે અનેકને પામી શકાય. ટૂંકીવાર્તાકારે એકત્વ અનેકત્વનું સૂચક કે વ્યંજક બની રહે તેવો પુરુષાર્થ કરવાનો છે. ટૂંકી વાર્તાનું મર્યાદિત ફલક સર્ગશક્તિ માટે કસોટીરૂપ છે. વિવેચકે વિવેચનલેખના કેન્દ્રમાં ટૂંકી વાર્તાને એક રસકીય કોટિ તરીકે લેવાની વાતને સિદ્ધ કરવી તે છે. સાહિત્યપ્રકારોની નવી વ્યાખ્યા આપે છે ‘સર્જનોન્મેષમાંથી સારવેલાં-તારવેલાં માળખાંઓ છે. પ્રકાર અને સર્જનનું દ્વંદ્વ ઉત્તમ સર્જનમાં નષ્ટ થઈ ગયું હોય છે.’ | બીજો વિભાવ Single effect. આ સિન્ગલ ઈફૅક્ટ ટૂંકી વાર્તાનું ટૂંકાપણું નક્કી કરનારું લક્ષણ છે, વ્યાવર્તક લક્ષણ છે ‘અનન્ય અસર’. એકત્વમાં અનેકત્વનું સૂચન. એક વડે અનેકને પામી શકાય. ટૂંકીવાર્તાકારે એકત્વ અનેકત્વનું સૂચક કે વ્યંજક બની રહે તેવો પુરુષાર્થ કરવાનો છે. ટૂંકી વાર્તાનું મર્યાદિત ફલક સર્ગશક્તિ માટે કસોટીરૂપ છે. વિવેચકે વિવેચનલેખના કેન્દ્રમાં ટૂંકી વાર્તાને એક રસકીય કોટિ તરીકે લેવાની વાતને સિદ્ધ કરવી તે છે. સાહિત્યપ્રકારોની નવી વ્યાખ્યા આપે છે ‘સર્જનોન્મેષમાંથી સારવેલાં-તારવેલાં માળખાંઓ છે. પ્રકાર અને સર્જનનું દ્વંદ્વ ઉત્તમ સર્જનમાં નષ્ટ થઈ ગયું હોય છે.’ | ||
ટૂંકી વાર્તા વિશેની નૂતન વિભાવના દ્વારા વિવેચકે ટૂંકી વાર્તાની રસકીય ઓળખ સિદ્ધ કરી છે. ટૂંકી વાર્તા એક શુદ્ધ કલાસર્જક કલાપ્રકાર છે –પ્યૉર ક્રિએટિવ આર્ટ ફૉર્મ. વિવેચકની સ્વરૂપવિચારણા પછીના ત્રણ સ્વાધ્યાયલેખમાં વિસ્તરી છે ને ‘દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા’ વિવેચનલેખમાં આગળ ત્રણેય લેખો રસાઈ ગયા છે, ઓગળી ગયા છે. | ટૂંકી વાર્તા વિશેની નૂતન વિભાવના દ્વારા વિવેચકે ટૂંકી વાર્તાની રસકીય ઓળખ સિદ્ધ કરી છે. ટૂંકી વાર્તા એક શુદ્ધ કલાસર્જક કલાપ્રકાર છે –પ્યૉર ક્રિએટિવ આર્ટ ફૉર્મ. વિવેચકની સ્વરૂપવિચારણા પછીના ત્રણ સ્વાધ્યાયલેખમાં વિસ્તરી છે ને ‘દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા’ વિવેચનલેખમાં આગળ ત્રણેય લેખો રસાઈ ગયા છે, ઓગળી ગયા છે. | ||
૨. ‘નવલિકા કલાઃ રૂપ, સંરચના, ટેક્નિક / ૭૬ | <br> | ||
'''૨. ‘નવલિકા કલાઃ રૂપ, સંરચના, ટેક્નિક / ૭૬''' | |||
આ વિવેચનલેખમાં ટૂંકી વાર્તાના અસ્તિત્વપરક સ્થાન વિશે કલામીમાંસાની પદ્ધતિએ રજૂ થયેલું કલાકૃતિનું ચિંતન છે. નવલિકાની કલા શેને આભારી છે તેવો પાયાના પ્રશ્નનો પદ્ધતિસરનો ઉત્તર તે આ વિવેચનલેખ, જેનું સમાપન બે ટૂંકીવાર્તાની સંરચના અને ટેક્નિકના પરિચય વડે કર્યું છે. | આ વિવેચનલેખમાં ટૂંકી વાર્તાના અસ્તિત્વપરક સ્થાન વિશે કલામીમાંસાની પદ્ધતિએ રજૂ થયેલું કલાકૃતિનું ચિંતન છે. નવલિકાની કલા શેને આભારી છે તેવો પાયાના પ્રશ્નનો પદ્ધતિસરનો ઉત્તર તે આ વિવેચનલેખ, જેનું સમાપન બે ટૂંકીવાર્તાની સંરચના અને ટેક્નિકના પરિચય વડે કર્યું છે. | ||
‘રૂપ’ સંજ્ઞાનું સ્વરૂપ પ્રગટ કરવા માટે આચાર્ય ભરતમુનિએ પ્રયોજેલા રસસૂત્રમાંની ‘સંયોગાત્’ સંજ્ઞાના સૂચિતાર્થો દર્શાવ્યા છે. કલાસર્જનમાં પ્રાણપ્રશ્ન છે સામગ્રીના સંયોગનો એટલે કે રૂપનિર્મિતિનો. રૂપની અનન્યતાનો આધાર સર્જકની વૈયક્તિક પ્રતિભા છે. રૂપનિર્મિતિનો પ્રારમ્ભ પસંદગીથી થાય છે. પ્રસંગ, બનાવ કે ઘટનાનાં ત્રણ અંગો સમય, સ્થળ અને વ્યક્તિ છે. આ ત્રણ વડે ઘટના વર્ણવાય છે તેમાં પરિમાણોનું સ્વરૂપ બદલાતું રહે છે. એ પરિમાણો ભૌતિક પણ ચૈતસિક પણ હોય. વિવેચકની ‘રૂપ’વિચારણા ટૂંકી વાર્તાની કલાસૃષ્ટિનું સ્વરૂપ દર્શાવે છે. એ સૃષ્ટિનું સ્વાયત્ત, સ્વપ્રમાણિત, સ્વયંપર્યાપ્ત સ્વરૂપ દર્શાવ્યા પછી વિવેચકનો વિચાર જબરો વળાંક લે છે ને ‘રૂપ’ને સિદ્ધ કરતી સ્વનિર્દેશકતાની મર્યાદાને દર્શાવે છે. જે રૂપવાદનાં ગૃહીતોની સમજ આપે છે તે જ રૂપવાદની મર્યાદાઓનું સંરચનાવાદી ચિન્તનના ટેકાથી નિરસન કર્યું છે. વિવેચક મૂળગામી પ્રશ્ન પૂછે છે કે રૂપને કોણ ધારે છે? ઉત્તર આપે છે કે અમુક રૂપવિશેષ હંમેશાં સંરચનાવિશેષને આભારી હોય છે. કૃતિ જે વાસ્તવિકતામાંથી આવી છે એથી સર્વથા નિયન્ત્રિત હોય છે. કલાકાર સંસ્કૃતિમાં ઉપલબ્ધ એવી અનેક બિનભાષાકીય સંરચનાઓ પ્રત્યેનું કથાલેખકોનું સમીક્ષક કલાબિંદુ કલામાં નિર્ણાયક બને છે. કલાકારે સર્જેલો સંરચના-સંરચનાવ્યાપાર કૃતિથી સંસ્કૃતિમાં પડનારા ફર્ક માટે જવાબદાર ઠરતો હોય છે તે પ્રકારનું વિવેચકનું દૃષ્ટિબિંદુ મૂળભૂત સંરચનાઓનો હ્રાસ કરતી સર્જકતાની પ્રશંસા કરે છે. | ‘રૂપ’ સંજ્ઞાનું સ્વરૂપ પ્રગટ કરવા માટે આચાર્ય ભરતમુનિએ પ્રયોજેલા રસસૂત્રમાંની ‘સંયોગાત્’ સંજ્ઞાના સૂચિતાર્થો દર્શાવ્યા છે. કલાસર્જનમાં પ્રાણપ્રશ્ન છે સામગ્રીના સંયોગનો એટલે કે રૂપનિર્મિતિનો. રૂપની અનન્યતાનો આધાર સર્જકની વૈયક્તિક પ્રતિભા છે. રૂપનિર્મિતિનો પ્રારમ્ભ પસંદગીથી થાય છે. પ્રસંગ, બનાવ કે ઘટનાનાં ત્રણ અંગો સમય, સ્થળ અને વ્યક્તિ છે. આ ત્રણ વડે ઘટના વર્ણવાય છે તેમાં પરિમાણોનું સ્વરૂપ બદલાતું રહે છે. એ પરિમાણો ભૌતિક પણ ચૈતસિક પણ હોય. વિવેચકની ‘રૂપ’વિચારણા ટૂંકી વાર્તાની કલાસૃષ્ટિનું સ્વરૂપ દર્શાવે છે. એ સૃષ્ટિનું સ્વાયત્ત, સ્વપ્રમાણિત, સ્વયંપર્યાપ્ત સ્વરૂપ દર્શાવ્યા પછી વિવેચકનો વિચાર જબરો વળાંક લે છે ને ‘રૂપ’ને સિદ્ધ કરતી સ્વનિર્દેશકતાની મર્યાદાને દર્શાવે છે. જે રૂપવાદનાં ગૃહીતોની સમજ આપે છે તે જ રૂપવાદની મર્યાદાઓનું સંરચનાવાદી ચિન્તનના ટેકાથી નિરસન કર્યું છે. વિવેચક મૂળગામી પ્રશ્ન પૂછે છે કે રૂપને કોણ ધારે છે? ઉત્તર આપે છે કે અમુક રૂપવિશેષ હંમેશાં સંરચનાવિશેષને આભારી હોય છે. કૃતિ જે વાસ્તવિકતામાંથી આવી છે એથી સર્વથા નિયન્ત્રિત હોય છે. કલાકાર સંસ્કૃતિમાં ઉપલબ્ધ એવી અનેક બિનભાષાકીય સંરચનાઓ પ્રત્યેનું કથાલેખકોનું સમીક્ષક કલાબિંદુ કલામાં નિર્ણાયક બને છે. કલાકારે સર્જેલો સંરચના-સંરચનાવ્યાપાર કૃતિથી સંસ્કૃતિમાં પડનારા ફર્ક માટે જવાબદાર ઠરતો હોય છે તે પ્રકારનું વિવેચકનું દૃષ્ટિબિંદુ મૂળભૂત સંરચનાઓનો હ્રાસ કરતી સર્જકતાની પ્રશંસા કરે છે. | ||
‘ટેક્નિક’ એટલે કૌશલ. જેમાં સૌંદર્ય અને દર્શનની યુગપત્ લબ્ધિ હાંસલ થાય એવું નોંધીને ‘ટેક્નિક’ એટલે આયાસ કે કૃત્રિમતા તેવી ગેરસમજને સ્વીકારતા નથી પરંતુ કથા-વાર્તાની કથનપદ્ધતિઓની સર્જકતા વર્ણવે છે. કથા માત્ર કથન નહીં પણ સંસંયોજન (કૉલાજ), સન્નિપાત (એસેમ્બ્લાજ) કે સન્નિધિકરણ (જક્સ્ટાપોઝિશન)ની પદ્ધતિઓ વડે પણ નિરૂપી શકાય છે. વિવેચકનું ટેક્નિક વિશેનાં પ્રસ્તુત દૃષ્ટિબિંદુથી કોઈ નમૂનારૂપે વાર્તાનું વાચન કરીએ તો રૂપ, સંરચના અને ટેક્નિકના વિભાવની પ્રત્યક્ષ પ્રતીતિ થઈ શકે. અહીં સર્જકો જ્યારે ટૂંકી વાર્તા દ્વારા સમાજમાન્ય પરંપરાઓ, માન્યતાઓ અને વિભાવનાઓની સ્થિર સંરચના તોડે છે ત્યારે ત્યાં સર્જેલા અવકાશમાં નૂતન દૃષ્ટિબિંદુ રજૂ કરવા માટે વિવિધ નિરૂપણરીતિઓનો વિનિયોગ કરે છે. વિવેચકે સુરેશ હ. જોષીની ‘એક મુલાકાત’ વાર્તા આ સંદર્ભમાં સમાજસ્થિત પ્રાપ્ત સંરચનાને તોડીને પોતાનો સર્જક-હેતુ આબાદ સિદ્ધ કરે છે તે દર્શાવ્યું છે. ખરેખર તો, ઘટનાહ્રાસની વિભાવનાને આ ત્રણ સંજ્ઞાના સંદર્ભમાં વધુ સારી રીતે સમજાવી શકાય તેમ છે. સુરેશ જોષીની ‘જન્મોત્સવ’; ‘ગૃહપ્રવેશ’ કે ‘નળદમયંતી’ જેવી વાર્તાઓમાં સમાજસ્થિત સંરચનાઓનો હ્રાસ કરવા માટે કેવી કેવી ટેક્નિક પ્રયોજાઈ છે, તેની તપાસ કરવાથી કલાનાં ત્રણ અંગોનું સત્ય પ્રગટ થઈ શકે. એ જ રીતે દલિતકેન્દ્રી વાર્તાઓનું આ ત્રણ કલાવિભાવના સંદર્ભમાં વાચન કરીએ તો સર્જકે કેવી કેવી પ્રયુક્તિઓ યોજી છે તે જાણી શકાય. પરંતુ જ્યાં અભિધાના સ્તરે કે વાચાળ બનીને સંરચનાઓના દમનથી કથા રજૂ થાય છે, ત્યાં કલાકારનો પ્રવેશ થયો નથી તેવું જાણવા મળે છે. | ‘ટેક્નિક’ એટલે કૌશલ. જેમાં સૌંદર્ય અને દર્શનની યુગપત્ લબ્ધિ હાંસલ થાય એવું નોંધીને ‘ટેક્નિક’ એટલે આયાસ કે કૃત્રિમતા તેવી ગેરસમજને સ્વીકારતા નથી પરંતુ કથા-વાર્તાની કથનપદ્ધતિઓની સર્જકતા વર્ણવે છે. કથા માત્ર કથન નહીં પણ સંસંયોજન (કૉલાજ), સન્નિપાત (એસેમ્બ્લાજ) કે સન્નિધિકરણ (જક્સ્ટાપોઝિશન)ની પદ્ધતિઓ વડે પણ નિરૂપી શકાય છે. વિવેચકનું ટેક્નિક વિશેનાં પ્રસ્તુત દૃષ્ટિબિંદુથી કોઈ નમૂનારૂપે વાર્તાનું વાચન કરીએ તો રૂપ, સંરચના અને ટેક્નિકના વિભાવની પ્રત્યક્ષ પ્રતીતિ થઈ શકે. અહીં સર્જકો જ્યારે ટૂંકી વાર્તા દ્વારા સમાજમાન્ય પરંપરાઓ, માન્યતાઓ અને વિભાવનાઓની સ્થિર સંરચના તોડે છે ત્યારે ત્યાં સર્જેલા અવકાશમાં નૂતન દૃષ્ટિબિંદુ રજૂ કરવા માટે વિવિધ નિરૂપણરીતિઓનો વિનિયોગ કરે છે. વિવેચકે સુરેશ હ. જોષીની ‘એક મુલાકાત’ વાર્તા આ સંદર્ભમાં સમાજસ્થિત પ્રાપ્ત સંરચનાને તોડીને પોતાનો સર્જક-હેતુ આબાદ સિદ્ધ કરે છે તે દર્શાવ્યું છે. ખરેખર તો, ઘટનાહ્રાસની વિભાવનાને આ ત્રણ સંજ્ઞાના સંદર્ભમાં વધુ સારી રીતે સમજાવી શકાય તેમ છે. સુરેશ જોષીની ‘જન્મોત્સવ’; ‘ગૃહપ્રવેશ’ કે ‘નળદમયંતી’ જેવી વાર્તાઓમાં સમાજસ્થિત સંરચનાઓનો હ્રાસ કરવા માટે કેવી કેવી ટેક્નિક પ્રયોજાઈ છે, તેની તપાસ કરવાથી કલાનાં ત્રણ અંગોનું સત્ય પ્રગટ થઈ શકે. એ જ રીતે દલિતકેન્દ્રી વાર્તાઓનું આ ત્રણ કલાવિભાવના સંદર્ભમાં વાચન કરીએ તો સર્જકે કેવી કેવી પ્રયુક્તિઓ યોજી છે તે જાણી શકાય. પરંતુ જ્યાં અભિધાના સ્તરે કે વાચાળ બનીને સંરચનાઓના દમનથી કથા રજૂ થાય છે, ત્યાં કલાકારનો પ્રવેશ થયો નથી તેવું જાણવા મળે છે. | ||
વિવેચકની ટૂંકી વાર્તા નિમિત્તેનું કલામીમાંસાપરકનું ચિંતન વિવેચનના નવા પ્રદેશો તરફ જવા પ્રેરે છે. | વિવેચકની ટૂંકી વાર્તા નિમિત્તેનું કલામીમાંસાપરકનું ચિંતન વિવેચનના નવા પ્રદેશો તરફ જવા પ્રેરે છે. | ||
૩. ‘વાર્તાકારની સામેના પડકારો / ૧૧૬ | <br> | ||
'''૩. ‘વાર્તાકારની સામેના પડકારો / ૧૧૬''' | |||
આ વિવેચનલેખ ૧૯૮૭ના ખેવનાના ત્રણ અંકોમાં પ્રગટ થયો હતો. ૧૯૮૭નું વર્ષ એટલે આધુનિકતા મંદ પડવાના અને અનુઆધુનિકતાના પ્રારંભના દિવસો. વિવેચક એ સમયની સ્થગિત થયેલી સર્જકતા સામે આક્રોશ બતાવવા લેખના આરંભે જ ટૂંકી વાર્તા મરવા પડી છે તેવા છાપાંળવા સમાચારોને વીંઝવાને બદલે એ કેમ મરવા પડી છે તેનું નિદાન કરવા પર ભાર મૂકે છે. ‘આપણો વાર્તાકાર કશા પડકાર વિના બસ ટેવજડ બનીને લખ્યે રાખે છે’ એમને સભાન સર્જક બનાવવાના આશયથી આ વિવેચનલેખમાં ત્રણ પડકારોની મીમાંસા કરી છે. | આ વિવેચનલેખ ૧૯૮૭ના ખેવનાના ત્રણ અંકોમાં પ્રગટ થયો હતો. ૧૯૮૭નું વર્ષ એટલે આધુનિકતા મંદ પડવાના અને અનુઆધુનિકતાના પ્રારંભના દિવસો. વિવેચક એ સમયની સ્થગિત થયેલી સર્જકતા સામે આક્રોશ બતાવવા લેખના આરંભે જ ટૂંકી વાર્તા મરવા પડી છે તેવા છાપાંળવા સમાચારોને વીંઝવાને બદલે એ કેમ મરવા પડી છે તેનું નિદાન કરવા પર ભાર મૂકે છે. ‘આપણો વાર્તાકાર કશા પડકાર વિના બસ ટેવજડ બનીને લખ્યે રાખે છે’ એમને સભાન સર્જક બનાવવાના આશયથી આ વિવેચનલેખમાં ત્રણ પડકારોની મીમાંસા કરી છે. | ||
વાર્તાકાર સામેનો પહેલો પડકાર છે અદૃશ્યના સર્જનનો, જે નથી દેખાતું તેનું વાર્તામાં નિરૂપણ કરી બતાવવું. મુષ્યના ચિત્તમાં પડેલાં દૃશ્યો. ખૂબ જ મહત્ત્વનું સત્ય રજૂ કરે છે કે તમે શબ્દ કે બે વાક્ય વચ્ચે જેટલું કહી શકો તેટલું બે શબ્દ કે બે વાક્ય વડે ન કહી શકો. આ પડકાર સૂચવે છે, વાર્તાકારો જે માત્ર નરી આંખે દેખાય તેને જ લખ્યા કરે છે ને એમ વાર્તા મરવા પડે છે. | વાર્તાકાર સામેનો પહેલો પડકાર છે અદૃશ્યના સર્જનનો, જે નથી દેખાતું તેનું વાર્તામાં નિરૂપણ કરી બતાવવું. મુષ્યના ચિત્તમાં પડેલાં દૃશ્યો. ખૂબ જ મહત્ત્વનું સત્ય રજૂ કરે છે કે તમે શબ્દ કે બે વાક્ય વચ્ચે જેટલું કહી શકો તેટલું બે શબ્દ કે બે વાક્ય વડે ન કહી શકો. આ પડકાર સૂચવે છે, વાર્તાકારો જે માત્ર નરી આંખે દેખાય તેને જ લખ્યા કરે છે ને એમ વાર્તા મરવા પડે છે. | ||
| Line 40: | Line 44: | ||
ત્રીજો પ્રકાર ઘટનાના રૂપાન્તરનો છે. વિવેચકે એમના રૂપનિર્મિતિના વિભાવને અહીં ફરી વિગતે રજૂ કર્યો છે. તેમાં વાર્તા ક્યારે બને છે તે સર્જકપ્રક્રિયાને સરસ રીતે દર્શાવી છે કે વસ્તુના મૂળ ઘમ્મરમાં વાર્તાકાર હંમેશાં કશુંક પોતાનું વલોણું ખોસે છે પરિણામે બને છે વાતની વાર્તા. વસ્તુ મૂળ ઘમ્મરમાં વલોણું ખોસે છે ત્યારે સર્જાય છે વસ્તુનું અદૃશ્ય રૂપ. ‘વાત-વાર્તા વચ્ચેના ભેદનું નામ જ રૂપ છે.’ (પૃ.૧૨૪) | ત્રીજો પ્રકાર ઘટનાના રૂપાન્તરનો છે. વિવેચકે એમના રૂપનિર્મિતિના વિભાવને અહીં ફરી વિગતે રજૂ કર્યો છે. તેમાં વાર્તા ક્યારે બને છે તે સર્જકપ્રક્રિયાને સરસ રીતે દર્શાવી છે કે વસ્તુના મૂળ ઘમ્મરમાં વાર્તાકાર હંમેશાં કશુંક પોતાનું વલોણું ખોસે છે પરિણામે બને છે વાતની વાર્તા. વસ્તુ મૂળ ઘમ્મરમાં વલોણું ખોસે છે ત્યારે સર્જાય છે વસ્તુનું અદૃશ્ય રૂપ. ‘વાત-વાર્તા વચ્ચેના ભેદનું નામ જ રૂપ છે.’ (પૃ.૧૨૪) | ||
વાર્તાકારની સામેના આ ત્રણ પડકારો આડકતરી રીતે વાર્તા મરવા પડી છે કે માંદી પડી છે તે સ્થિતિનું સૈદ્ધાંતિક નિદાન છે. વાર્તાકાર જ્યાં સુધી આ ત્રણ પડકારોનો સામનો કરતો નથી, ત્યાં સુધી ટૂંકી વાર્તા નામની કલા સર્જી શકતો નથી. કલાસર્જનમાંના આ પડકારોને જાણ્યા-ઓળખ્યા વિના વાર્તા નામે લખાતી થોકબંધ રચનાઓ જ વાર્તાકલાને મારી નાખી છે. તેથી સુરેશ જોષીએ ટૂંકી વાર્તાને મારી નાખી છે તેવી અસૈદ્ધાંતિક ફરિયાદોનો પણ આ વિવેચનલેખ વિરોધ કરે છે કલાસર્જનની ભૂમિકાએથી. | વાર્તાકારની સામેના આ ત્રણ પડકારો આડકતરી રીતે વાર્તા મરવા પડી છે કે માંદી પડી છે તે સ્થિતિનું સૈદ્ધાંતિક નિદાન છે. વાર્તાકાર જ્યાં સુધી આ ત્રણ પડકારોનો સામનો કરતો નથી, ત્યાં સુધી ટૂંકી વાર્તા નામની કલા સર્જી શકતો નથી. કલાસર્જનમાંના આ પડકારોને જાણ્યા-ઓળખ્યા વિના વાર્તા નામે લખાતી થોકબંધ રચનાઓ જ વાર્તાકલાને મારી નાખી છે. તેથી સુરેશ જોષીએ ટૂંકી વાર્તાને મારી નાખી છે તેવી અસૈદ્ધાંતિક ફરિયાદોનો પણ આ વિવેચનલેખ વિરોધ કરે છે કલાસર્જનની ભૂમિકાએથી. | ||
૪. ‘દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા–’ / ૧૩૧ | <br> | ||
'''૪. ‘દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા–’ / ૧૩૧''' | |||
પ્રસ્તુત લેખ તા, ૨૭-૨૮ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ ઘાટકોપર, મુમ્બઈમાં યોજાયેલા ગુજરાતી અધ્યાપક સંઘના ૫૧મા અધિવેશનમાં પ્રમુખસ્થાનેથી આપેલું વ્યાખ્યાન છે. આ અધિવેશનમાં હું ઉપસ્થિત હતો અને સુમન શાહે ૨૧ પેજના વ્યાખ્યાનનું સુંદર વાચન કર્યું હતું અને ઉપસ્થિત અધ્યાપકો માટે પ્રસ્તુત વ્યાખ્યાન સિદ્ધાન્તદીક્ષા પ્રદાન કરનારું હતું. | પ્રસ્તુત લેખ તા, ૨૭-૨૮ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ ઘાટકોપર, મુમ્બઈમાં યોજાયેલા ગુજરાતી અધ્યાપક સંઘના ૫૧મા અધિવેશનમાં પ્રમુખસ્થાનેથી આપેલું વ્યાખ્યાન છે. આ અધિવેશનમાં હું ઉપસ્થિત હતો અને સુમન શાહે ૨૧ પેજના વ્યાખ્યાનનું સુંદર વાચન કર્યું હતું અને ઉપસ્થિત અધ્યાપકો માટે પ્રસ્તુત વ્યાખ્યાન સિદ્ધાન્તદીક્ષા પ્રદાન કરનારું હતું. | ||
પસંદ કરેલા ચાર વિવેચનલેખોમાંથી મેં ત્રણ સ્વાધ્યાયલેખોમાં ટૂંકી વાર્તાની વિવેચકે જે સ્વરૂપવિચારણા કરી છે તેનું ઉત્તમ સ્થાન છે. વિવેચકે ટૂંકાં ટૂંકાં વાક્યો અને સાહિત્યતત્ત્વની નક્કર ભૂમિકાના સંકેતો વડે જે રીતે સ્વરૂપવિચારને આકાર આપ્યો છે તેની અસર કાયમ રહી છે. પ્રસ્તુત લેખને એક સિદ્ધાન્તકથા તરીકે વાંચી શકાય તેવી કથનાત્મકતા છે અને આદિ-મધ્ય-અંતની સંકલના છે ને જેનું કથનકેન્દ્ર ટૂંકી ભાષાની વાર્તાની ભાષા. ૨૧ પેજના વિવેચનલેખના ઊંડાણને મર્યાદિત શબ્દસંખ્યામાં રજૂ કરવું કઠિન છે તેથી તેના સિદ્ધાન્તસારને નોંધું છું. જીવન જીવતો અને જીવન વડે જિવાતો માણસ સાહિત્યકલાનો વિષય છે. માણસ નામનું નકરું સત્ –એને ભાષા નામના તન્ત્રથી પકડવો ને રજૂ કરવો બહુ કઠિન કામ છે. માણસ સ્વતન્ત્ર છે જ્યારે સાહિત્યની ભાષા એ માત્ર ભાષાતન્ત્ર નથી તેનું સાહિત્યતન્ત્ર છે, કલાતન્ત્ર પણ છે. સાહિત્યજગતમાં માણસ નામનું ચૈતન્ય અને ભાષા નામનું તન્ત્ર એ બંને વચ્ચેની કટોકટી હોય છે. વાર્તાકાર આ કટોકટીનો સામનો કેવી રીતે કરે છે તેની વિગતે વિચારણા કરી છે. ખરા માણસને તેની વ્યક્તિભાષા સમેત, તેના જીવનવિશ્વ સમેત રજૂ કરવાના આગ્રહોને વળગીને લખનાર ઉત્તમ કૃતિ સર્જે છે. તે સર્જક ભાષાસાહિત્યને ખોદે છે, (સુરેશ જોષીએ ભાષાને માંજવાની વાત કરી છે.) ખોદવી એટલે તેનાં ઉપરનાં સ્તરોને ભેદવાં. પરિચિતનું ઉલ્લંઘન કરવું. | પસંદ કરેલા ચાર વિવેચનલેખોમાંથી મેં ત્રણ સ્વાધ્યાયલેખોમાં ટૂંકી વાર્તાની વિવેચકે જે સ્વરૂપવિચારણા કરી છે તેનું ઉત્તમ સ્થાન છે. વિવેચકે ટૂંકાં ટૂંકાં વાક્યો અને સાહિત્યતત્ત્વની નક્કર ભૂમિકાના સંકેતો વડે જે રીતે સ્વરૂપવિચારને આકાર આપ્યો છે તેની અસર કાયમ રહી છે. પ્રસ્તુત લેખને એક સિદ્ધાન્તકથા તરીકે વાંચી શકાય તેવી કથનાત્મકતા છે અને આદિ-મધ્ય-અંતની સંકલના છે ને જેનું કથનકેન્દ્ર ટૂંકી ભાષાની વાર્તાની ભાષા. ૨૧ પેજના વિવેચનલેખના ઊંડાણને મર્યાદિત શબ્દસંખ્યામાં રજૂ કરવું કઠિન છે તેથી તેના સિદ્ધાન્તસારને નોંધું છું. જીવન જીવતો અને જીવન વડે જિવાતો માણસ સાહિત્યકલાનો વિષય છે. માણસ નામનું નકરું સત્ –એને ભાષા નામના તન્ત્રથી પકડવો ને રજૂ કરવો બહુ કઠિન કામ છે. માણસ સ્વતન્ત્ર છે જ્યારે સાહિત્યની ભાષા એ માત્ર ભાષાતન્ત્ર નથી તેનું સાહિત્યતન્ત્ર છે, કલાતન્ત્ર પણ છે. સાહિત્યજગતમાં માણસ નામનું ચૈતન્ય અને ભાષા નામનું તન્ત્ર એ બંને વચ્ચેની કટોકટી હોય છે. વાર્તાકાર આ કટોકટીનો સામનો કેવી રીતે કરે છે તેની વિગતે વિચારણા કરી છે. ખરા માણસને તેની વ્યક્તિભાષા સમેત, તેના જીવનવિશ્વ સમેત રજૂ કરવાના આગ્રહોને વળગીને લખનાર ઉત્તમ કૃતિ સર્જે છે. તે સર્જક ભાષાસાહિત્યને ખોદે છે, (સુરેશ જોષીએ ભાષાને માંજવાની વાત કરી છે.) ખોદવી એટલે તેનાં ઉપરનાં સ્તરોને ભેદવાં. પરિચિતનું ઉલ્લંઘન કરવું. | ||