સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/અનુભવિકા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 8: Line 8:
“ધન ગરવી ગુજરાત” કરીને આરંભે એક કાવ્ય છે તેમાં ગૂજરાતને “દેવી” અને “માતા” કહી છે, ને તુરતજ લખ્યું છે કેઃ—  
“ધન ગરવી ગુજરાત” કરીને આરંભે એક કાવ્ય છે તેમાં ગૂજરાતને “દેવી” અને “માતા” કહી છે, ને તુરતજ લખ્યું છે કેઃ—  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જોગ થયો હવાં, નહી ભ્રાંત, નૌતમ નારીરે,
{{Block center|'''<poem>જોગ થયો હવાં, નહી ભ્રાંત, નૌતમ નારીરે,
દાબું છાતી સરસિ એકાંત, પ્યારીમાં તું પ્યારીરે.</poem>}}
દાબું છાતી સરસિ એકાંત, પ્યારીમાં તું પ્યારીરે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ લખવું રસાભાસ ઉપજાવે છે અને “નૌતમનારી“ “પ્યારી” “દાબું છાતી સરસિ એકાંત” આ શબ્દોને રૂઢ ગૂજરાતી અર્થ લક્ષમાં ન રહેવાથી એમ થયું છે,  
આ લખવું રસાભાસ ઉપજાવે છે અને “નૌતમનારી“ “પ્યારી” “દાબું છાતી સરસિ એકાંત” આ શબ્દોને રૂઢ ગૂજરાતી અર્થ લક્ષમાં ન રહેવાથી એમ થયું છે,  
પુસ્તક એટલું ઉત્તમ છે કે પ્રત્યેક વાચનારે પોતાના સંગ્રહમાં તેને રાખવું જોઇએ.
પુસ્તક એટલું ઉત્તમ છે કે પ્રત્યેક વાચનારે પોતાના સંગ્રહમાં તેને રાખવું જોઇએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|નવેમ્બર–૧૮૯૫.}}
{{right|નવેમ્બર–૧૮૯૫.}}<br>
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 03:10, 29 March 2025

અનુભવિકા[1]

નીતિવિનોદ અને બીજા કેટલાક ગૂજરાતી તથા અંગ્રેજી લેખોના રચનાર ઇન્ડિઅન સ્પેકટેટરના એડિટર મી. બેરામજી. એમ. મલબારીને સર્વ કોઇ જાણે છે. નીતિવિનોદ એ નામનો કાવ્યસંગ્રહ તેમણે રચી અને કેટલાંક વર્ષપર છપાવ્યો હતો; એક પારસી ગ્રહસ્થને હાથે બનેલી તેમાંની કવિતા ભાષા પરત્વે શુદ્ધ અને સ્તુતિપાત્ર ગણાઈ હતી, પરંતુ આ “અનુભવિકા” માં જે કાવ્યત્વ છે તે એ સંગ્રહમાં જણાતું ન હતું; પ્રેમમાં ખંડિત થયેલી સતીની ભાવનાને અન્ય પ્રેમથી અખંડિત કરાવી આપવાનો આગ્રહ કરનાર આ હૃદયમાં આટલું બધું મધુર સંગીત ભરેલું છે એ જોઇ અમને ખરેખરો સંતોષ થાય છે, અને લાંબા તથા વિવિધ પ્રકારના વિકટ અનુભવમાંની સુવાસરૂપે પ્રસરતી આ અનુભવિકાની કવિતાને વારંવાર માનપૂર્વક અવલોકવાની સર્વ અનુભવીઓને ભલામણ કરવાની અમને રુચિ થઇ આવે છે. અનુભવ આ જગત્‌માં મહાન્‌ શિક્ષક છે; બુદ્ધિના ચમત્કારની ઉપર તેનો અધિકાર છે. આવા અનુભવમાં કસાતે કસાતે, ઘસાતે ઘસાતે, આ કવિએ જે ઉદ્‌ગારો કાઢ્યા છે તે ઘણા માર્મિક અને અનુભવીને આનંદ સાથે આશ્વાસન આપે તેવા છે. ઉત્તમ કાવ્યની ચમત્કૃતિ એવા ઉદ્‌ગારોમાં અને તે ઉદ્‌ગારોથી અન્યત્ર પણ તેવો અનુભવ ઉપજાવવામાં રહેલી છે. અનુભવથી નિર્મલ અને આર્દ્ર થયેલા હૃદયમાં અનાચાર, સંકોચ, અધમતા, આદિ જોઇને આઘાત થાય છે, કે સ્વાર્પણ, અનંતતા, પ્રેમ, આદિ જોઇ વિસ્તાર વ્યાપે છે, ત્યારે જે અપૂર્વ વિક્ષોભ અનુભવાય છે તેની રતિમાં સહજે કેટલાક ઉદ્‌ગાર નીકળી જાય છે. તેમનો સંગ્રહ વારંવાર તેની તે રતિ અનુભવાવી શકે છે. “ભવના ભવ વહિ જાય પરંતુ નવ અનુભવની સત્તા ખુટે” એમ અનુભવનું સામ્રાજ્ય સમજનાર અને તે અનુભવ લેવાની પોતાને દૃષ્ટિ મળી છે એવું પછીનાં બધાં પદ્યોમાં જણાવી આપનાર આ કવિની ઉક્તિઓ આવાજ ઉદ્‌ગાર છે. “સ્વર્ગ નરક” “જ્ઞાન” “કામ” (કર્તવ્ય), “કરણી” “પાર ઉતરણી” “મરવાથી શું બીહે?”, “આવ્યું તે જાય”, “દુનીયાં મતલબની”, “દુનીયાં દોરંગી” “દુનીયાં ગતની નહી, સતની” “દુનીયાં હજી ભલી” “રડી મરવા કાં બસે?” “મેળ” “બગભગત”, “પેટની વેઠ”, “નકટો” “એવું પણ દીઠું” “દુઃખનો સાથી” એટલા વિષયો ઉપર ભૈરવી, ઠુમરી, પદ, વગેરે રાહનાં કાવ્યો છે તે પ્રત્યેક બહુ બોધદાયક, રસિક, અને માર્મિક છે. પારસી હોવા છતાં આ ગૃહસ્થની ભાષા અને કાવ્યરચના કોઇ સારા ગૂજરાતી લેખકના જેવી છે એ તેમને બહુ માન આપનારું છે, કોઇ કોઇ પારસી શબ્દો કે ઇબારતો ક્વચિત્‌ જણાય છે પણ તે કટુતા ઉપજાવતી નથી. “ધન ગરવી ગુજરાત” કરીને આરંભે એક કાવ્ય છે તેમાં ગૂજરાતને “દેવી” અને “માતા” કહી છે, ને તુરતજ લખ્યું છે કેઃ—

જોગ થયો હવાં, નહી ભ્રાંત, નૌતમ નારીરે,
દાબું છાતી સરસિ એકાંત, પ્યારીમાં તું પ્યારીરે.

આ લખવું રસાભાસ ઉપજાવે છે અને “નૌતમનારી“ “પ્યારી” “દાબું છાતી સરસિ એકાંત” આ શબ્દોને રૂઢ ગૂજરાતી અર્થ લક્ષમાં ન રહેવાથી એમ થયું છે, પુસ્તક એટલું ઉત્તમ છે કે પ્રત્યેક વાચનારે પોતાના સંગ્રહમાં તેને રાખવું જોઇએ.

નવેમ્બર–૧૮૯૫.


  1. રચનાર નીતિવિનોદના કર્તા, પ્રસિદ્ધ કરનાર જહાંગીર બેક રાણીની કુંપની. મુંબઇ