સાત પગલાં આકાશમાં/૨૮: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૮ | }} {{Poem2Open}} ફૈબાનું મૃત્યુ થયું હતું. એક ઘટના બની હતી. વસુધાએ એ ઘટનાને હે૨વી-ફેરવીને ધ્યાનથી જોઈ. અલબત્ત, આ મૃત્યુથી પોતાને કોઈ ખોટ પડી નહોતી. ઘણાં વર્ષો પહેલાં ફૈબાને જ કારણ...")
 
No edit summary
 
Line 29: Line 29:
<center> * </center>
<center> * </center>
વાસંતી સાજી થઈ ગઈ. તેની માંદગી નિમિત્તે સુગીતિ ઘરમાં વધુ આવતી થઈ હતી. મઝાની યુવતી હતી. વસુધાને પણ ગમી ગઈ. પણ વસુધાનો ખ્યાલ હતો કે સતીશ વાસંતીની માંદગીમાં તેની ચાકરી કરશે; એના બદલે માંદી વાસંતી સતીશની જે જરૂરિયાતો પર ધ્યાન નહોતી આપી શકતી તે ધ્યાન સુગીતિએ આપવા માંડ્યું. વાસંતીએ વસુધાને કહેલું : ‘મને ખબર છે, સતીશ સુગીતિ તરફ ઢળતો જાય છે. તને શું લાગે છે? બીજી સ્ત્રી તરફ ઢળતા પતિને કુનેહથી પાછો વાળવો જોઈએ? રીસ કે રોષ કે ઝઘડો કરીને તેને રોકવો જોઈએ? જે સહજપણે મારું ન હોય તે મેળવવા માટે ઉધામા કરવા જોઈએ?’

‘જો એ મારું ન હોય તો એને પ્રયત્નપૂર્વક મેળવવાનો, પકડી રાખવાનો અર્થ શો? બે મનુષ્યો વચ્ચેનો સંબંધ સ્વયંસ્ફુટ પ્રેમનો સેતુ છે કે જો૨ ક૨ીને બાંધેલી સાંકળ?’
‘જો એ મારું ન હોય તો એને પ્રયત્નપૂર્વક મેળવવાનો, પકડી રાખવાનો અર્થ શો? બે મનુષ્યો વચ્ચેનો સંબંધ સ્વયંસ્ફુટ પ્રેમનો સેતુ છે કે જો૨ કરીને બાંધેલી સાંકળ?’
‘સતીશ તારા પર નારાજ છે એટલે સુગીતિ તરફ ઢળ્યો છે કે એને સુગીતિનું આકર્ષણ છે એટલે તારાથી એ દૂર ચાલ્યો ગયો છે?’ વસુધાએ પૂછ્યું હતું.

‘નારાજ?’ વાસંતી ફિક્કું હસી હતી. ‘એની ઇચ્છા વિરુદ્ધ હું સંગીત શીખતી હતી એટલી જ માત્ર વાતથી એ મારા પર નારાજ હોય તો એનો રાજીપો બહુ મોંઘી બાબત કહેવાય. મારું શરીર તો ખંડિત છે. મારા વ્યક્તિત્વને સાવ ખંડિત થવા દઈને હું એને મારી સાથે જોડી રાખું તો સંબંધ તો કદાચ રહે, પણ એ સંબંધમાં સ્વાદ રહે ખરો?’