ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/કાન્તિલાલ બળદેવદાસ વ્યાસ: Difference between revisions
(કોમા) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કાન્તિલાલ બળદેવરામ વ્યાસ|}} | {{Heading|કાન્તિલાલ બળદેવરામ વ્યાસ|}} | ||
[[File:Kantilal Vyas.jpg|200px|right]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમનો જન્મ ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં, તા. ૨૧-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનું નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ.૧૯૨૭ છે. | આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમનો જન્મ ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં, તા. ૨૧-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનું નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ.૧૯૨૭ છે. | ||
Latest revision as of 06:13, 20 December 2025
આ યુવાન ભાષાશાસ્ત્રીનું મૂળ વતન વિરમગામ. તેમનો જન્મ ધ્રાંગધ્રા તાલુકાના હામપુર ગામમાં, તા. ૨૧-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ બળદેવરામ મોતીરામ વ્યાસ, માતાનું નામ મણિબહેન, અને પત્નીનું નામ શ્રી. વિદ્યાગૌરી છે. તેમની લગ્નસાલ ઇ. સ.૧૯૨૭ છે. પિતા કેળવણીખાતાના ડેપ્યુટી ઇન્સ્પેકટર હોવાથી તેમને પ્રાથમિક અને માધ્યમિક કેળવણી અનુક્રમે ડાકોર, કપડવંજ, નડિયાદ અને વિરમગામની જુદી જુદી શાળાઓમાં મળેલી. ઈ.સ. ૧૯૨૬માં મેટ્રિક થયા બાદ ઉચ્ચ શિક્ષણનાં પહેલાં બે વર્ષોનો અભ્યાસ તેમણે ગુજરાત કૉલેજમાં, બી. એ.નો એલ્ફિન્સ્ટનમાં અને એમ. એ.નો સુરતની એમ. ટી. બી. કૉલેજમાં કરેલો. અભ્યાસકાળ દરમિયાન તેમની કારકિર્દી એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે ગણાઈ હતી, એમ તેમને વિદ્યાર્થીકાળ દરમિયાન મળેલ અનેક ઈનામો અને શિષ્યવૃત્તિઓ ઉપરથી સમજાય છે. ઈન્ટરમાં હતા ત્યારે ગુજરાતીમાં ‘અસ્પૃશ્યતા’ ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં સર્વોત્તમ નિબંધ લખવા માટે એમને એન. એમ. પરમાનંદ પારિતોષિક મળેલું. ઈ.સ. ૧૯૩૩માં એમ. એ માં ગુજરાતીના વિષયમાં યુનિવર્સિટીમાં તેઓ પ્રથમ આવેલા. ઈ.સ. ૧૯૩૧માં ‘મધ્યમ વર્ગોમાં બેકારી’ એ વિષય ઉપર શ્રેષ્ઠ નિબંધ લખીને પુનઃ તેમણે એન. એમ. પરમાનંદ પારિતોષિક પ્રાપ્ત કર્યું. ઈ.સ. ૧૯૩૮માં સમાજશાસ્ત્ર વિષે મહાનિબંધ લખીને તેમણે એમ. એ.ની પરીક્ષા બીજી વખત પસાર કરી. ઈ.સ. ૧૯૩૮માં ‘Life in Harsha’s India’ એ વિષય ઉપર ઉત્તમ નિબંધ લખીને યુનિવર્સિટીનો વિશ્વનાથ માંડલિક સુવર્ણચંદ્રક તેમણે જીતેલો. ઈ.સ. ૧૯૪૪માં ‘Vikramaditya: A Historical Study’ વિષય ઉપર ઉત્તમ નિબંધ લખ્યા બદલ તેમને મુંબઈ યુનિવર્સિટી તરફથી પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી સુવર્ણચંદ્રક એનાયત થયેલો. ઈ.સ. ૧૯૪૫માં ‘Asoka: A Historical Study’- એ વિષય ઉપર ગ્રંથ તૈયાર કરવા માટે ભારતીય વિદ્યાભવન તરફથી પણ સુવર્ણચંદ્રક તેમને પ્રાપ્ત થયો હતો. ઇ. સ.૧૯૪૮માં લંડનની ‘રૉયલ એશિયાટિક સોસાયટી’ નામની સંસ્થાના ફેલો તરીકે તેમની વરણી થઈ છે, અને તેમની વિદ્વત્તાની સુયોગ્ય કદર કરવામાં આવી છે. એ વિશિષ્ટ બહુમાન મેળવનાર પ્રૉ. વ્યાસ પહેલા જ ગુજરાતી છે. આવી વિદ્યાવ્યાસંગી પ્રકૃતિને અધ્યયન, અધ્યાપન અને સંશોધનમાં રસ હોય તે સ્વાભાવિક છે. નિબંધ-હરીફાઈઓમાં વિજેતા બનવાથી અને સ્વ. નરસિંહરાવ તેમજ સ્વ. કે. હ. ધ્રુવના પ્રોત્સાહનથી પોતાના લેખનકાર્યમાં તેમને વિશ્વાસ બેઠો. વળી વ્યવસાય પણ શરૂઆતમાં અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં અને આર. સી. હાઈસ્કૂલમાં શિક્ષકનો તેમજ ઈ.સ. ૧૯૩૭ થી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતી ભાષા-સાહિત્યના મુખ્ય અધ્યાપકનો–તેમની પ્રકૃતિ ને પ્રવૃત્તિને અનુકૂળ હોવાથી તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય, પ્રાચીન ગુજરાતી ભાષા અને સાહિત્ય તેમજ સંસ્કૃત કાવ્યવિવેચન–અલંકારશાસ્ત્ર તરફ શરૂઆતથી જ તેમની ઊંડી અભિરુચિ હોવાથી ઉત્તરોત્તર તેમની લેખનપ્રવૃત્તિ વિકસતી ગઈ છે; ઈ.સ. ૧૯૪૨માં ‘વસંતવિલાસઃ એક પ્રાચીન ગુજરાતી ફાગુ’ એ કાવ્યની સંશોધનાત્મક અંગ્રેજી સંપાદના તૈયાર કરીને ભાષાશાસ્ત્રી તરીકે ગુજરાતમાં તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. ગુજરાતી ભાષાના લેખકોમાં ગોવર્ધનરામ અને કાન્ત તેમને ખૂબ ગમે છે. વૈજ્ઞાનિક સાહિત્યના અભ્યાસમાં તેઓ સારો રસ ધરાવે છે. કવિ કાલિદાસનાં મહાકાવ્યો સ્વ. નરસિંહરાવ, મુનિ જિનવિજયજી અને સંસ્કૃતના વિવેચન–અલંકાર-સાહિત્યે તેમના સાક્ષરી વ્યક્તિત્વને ઘડ્યું છે. સર્જનાત્મક લખાણ એ ખપજોગું જ વાંચે છે પણ શાસ્ત્રીય ચિંતનાત્મક વિષયોમાં અને નવાં નવાં સંશોધનોમાં તેમનો અભિનિવેશ ઊંડો છે. તેમનાં પુસ્તકમાં ‘વસંતવિલાસ’નું સંપાદન તેમાંની મૂલ્યવાન પ્રસ્તાવનાએ અને ટિપ્પણોની ઉપયોગિતાએ એવું આકર્ષક બન્યું છે કે કોઈ પણ, ભાષાશાસ્ત્રીને ગૌરવ અપાવે તેવું કહી શકાય. તેમનાં શાળોપયોગી ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને શુદ્ધ લેખન’ અને ‘ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર’ અનુક્રમે માધ્યમિક અને ઉચ્ચ અભ્યાસક્રમ માટેનાં ઉપયોગી પાઠ્ય પુસ્તકો છે.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક સંપાદન કે અનુવાદ
૧. નિબંધગુચ્છ નિબંધસંગ્રહ(પાઠ્યપુસ્તક) *૧૯૩૫ *૧૯૩૬ *એસ.બી.શાહની કું.,અમદાવાદ *મૌલિક
નિબંધગુચ્છ *બીજી આવૃત્તિ *૧૯૩૫ *૧૯૩૮ *એસ.બી.શાહની કું.,અમદાવાદ *મૌલિક
૨. ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને શુદ્ધ લેખણ *વ્યાકરણ (પાઠયપુસ્તક) *૧૯૩૯ *૧૯૩૯(આઠ આવૃતિઓ થઈ છે) *કરસનદાસ નારણદાસ એન્ડ સન્સ, સૂરત *મૌલિક
3. ‘Vasanta Vilasa’: An old Gujarati Phagu *પ્રા.ગુ. કાવ્યનું સંપાદન *૧૯૪૧-૪૨ *૧૯૪૨ * એન. એમ. ત્રિપાઠીની કું. મુંબઈ-૨ *સંપાદન
૪, ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર *પાઠયપુસ્તક *૧૯૪૪ *૧૯૪૫(બે આવૃત્તિઓ થઈ છે) * એન. એમ. ત્રિપાઠીની કું. મુંબઈ-૨ *મૌલિક
મૌલિક
૫. ‘Vasanta Vilasa’: A Further Study *સંશોધન; વિવેચન *૧૯૪૬ *૧૯૪૬ *Journal of the Uni. of Bombayમાંથી પુનર્મુદ્રિત *સંપાદન
૬. ‘Vasanta Vil asa’: The revised, collated Text *સંપાદન *૧૯૪૬ *૧૯૪૭ - Bharatiya Vidya-માંથી પુનર્મુદ્રિત *સંપાદન
૭, ગુજરાતી ભાષાશાસ્ત્રના વિકાસની રૂપરેખા *શાસ્ત્રીય નિબંધ *૧૯૪૬ *૧૯૪૬ *Journal of the Guj. Research Society-માંથી *મૌલિક
૮. The Vikramaditya Problem: A Fresh Study *ઈતિહાસ *૧૯૪૪ *૧૯૪૬ * Annal of the
Bhandarkar Oriental Research Instituteમાથી પુનર્મુદ્રિત *મૌલિક
૧૦. ‘Dasavatara chitra’: Gujarati Painting in the 17th century *૧૯૪૭ *૧૯૪૮ *Journal of the Bomb. University-માંથીપુનર્મુદ્રિત *મૌલિક
૧૦. આપણા ભારતનો સરળ ઇતિહાસ (પ્રા. કૃ. પાં, કુલકર્ણી સાથે) *પાઠયપુસ્તક *૧૯૪૯ *૧૯૫૦ *મેકમિલન કં, મુંબઈ *મૌલિક
‘Vikramaditya: A Historical Study’ અને ‘કાન્હડદે પ્રબંધ’નું સંપાદન બંને તેમણે તૈયાર કર્યા છે, પણ અપ્રસિદ્ધ છે.
અભ્યાસ-સામગ્રી
‘વસંત વિલાસ’ માટે-૧. ‘બુદ્ધિપ્રકાશ’માં શ્રી, સાંડેસરાનું અવલોકન ૨. ‘New Indian Antiquary’ 3. ‘Vishwa Bharati’ ૪. ‘પ્રજાબંધુ’ ૫. ‘Annals of Bhandarkar Research Institute’, ‘ભાષા, વૃત્ત, કાવ્યાલંકાર’ માટે ૧૯૪૫ના નવેમ્બર ડિસેમ્બરમાં-’પ્રજાબંધુ’માં શ્રી. સંજાણાએ ચલાવેલી ચર્ચામાળા.
***