અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/પોપટ બેઠો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)}} | {{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =નિરુત્તર | |||
|next =વિમાસણ | |||
}} |
Latest revision as of 11:00, 22 October 2021
પોપટ બેઠો
ધીરુ પરીખ
અધખૂલી આજ વસારે
પોપટ નાનો આવી બેઠો
જીરણ ઘર-મોભારે.
આછો એવો એક ટહુકો કીધો,
વનનો આખો ઉઘાડ વેરી દીધો!
બટકેલુંયે નેવેનેવું
પાંદ બનીને ફરક્યું,
વળીઓની ડાળેથી શીળું
કિરણ છાનકું સરક્યું,
ભાત ભાતનાં ફૂલ પાંગર્યાં
ઈંટ ઈંટ પર,
સાવ શૂન્યનું ફળ ઝૂલતું તે
પોપટના ટહુકાએ ટોચ્યું,
ચાંદરણાંનાં પતંગિયાં શાં
ફૂલ ફૂલ પર ઊડ્યાં!
પલભરમાં તો
વનનો ઘેઘૂર ફાલ ઝૂમતો હેઠો
પોપટ નાનો ઘર-મોભારે બેઠો!
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૩)