કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૨. વિશ્વજનની સ્વરૂપ!: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) m (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૨. વિશ્વજનની સ્વરૂપ! to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૨. વિશ્વજનની સ્વરૂપ!) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, ‘વળાવી બા, આવ્યા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૫૩)}} | {{Right| (સમસ્ત કવિતા, ‘વળાવી બા, આવ્યા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૫૩)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૧. વળાવી બા, આવ્યા|૩૧. વળાવી બા, આવ્યા]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૩. હવે આવો|૩૩. હવે આવો]] | |||
}} |
Latest revision as of 08:34, 7 September 2021
૩૨. વિશ્વજનની સ્વરૂપ!
ઉશનસ્
વળાવી બા, આવું, ઘરમહીં પ્રવેશું, નીરખું તો,
નવાઈ! ના ખાલી કશું જ ઘરમાં! કો સભરતા
બધે છે વ્યાપેલી જનનીરૂપ! આ શૂન્ય ન સ્થિતિ!
પથારીમાં જોઈ હતી મૂરત જે વ્યક્તિરૂપ તે
હવે થૈ વિભૂતિસ્વરૂપ વિકસંતી ચિતવને,
કરુણા-વાત્સલ્યે સભર નરી એ વિશ્વજનની!
પરંતુ રેખાઓ પરિચિત મને એ મુખતણી
ચહી જેને માતા કહી કહી મમત્વે ભજી, યજી;
અરે, એને આવા વિતત રૂપમાંયે લઉં પ્રીછી;
તને હંમેશાંયે વતનઘર વંટોળ વચમાં,
ભીંજાતી ભીંતોમાં ટગુમગુ થતી દીવડી સમી
અને સંધ્યાકાળે તુલસીતણી ડોલે ઘૃતતણા
દીવારૂપે શીળી પ્રસરતી પ્રભા ક્યાં દીઠી ન’તી?
પિતાના પૂજાપે પમરતી ન’તી ધૂપસળી તું?
(સમસ્ત કવિતા, ‘વળાવી બા, આવ્યા’ સૉનેટ-ગુચ્છમાંથી, પૃ. ૩૫૩)