અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/આંગણે લીલો તડકો ઊગ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આંગણે લીલો તડકો ઊગ્યો| મફત ઓઝા}} <poem> :::આંગણે લીલો તડકો ઊગ્યો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
::: આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ. | ::: આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/— (આંખને દર્પણ નડે...) | — (આંખને દર્પણ નડે...)]] | આંખને દર્પણ નડે તો આપવી કોને સજા?]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/ઓઢી શકાય તો... | ઓઢી શકાય તો...]] | અલ્યા! આથમતી સાંજને ઓઢી શકાય તો... ]] | |||
}} |
Latest revision as of 11:39, 27 October 2021
આંગણે લીલો તડકો ઊગ્યો
મફત ઓઝા
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
નેવલે ઝૂલ્યો મોગરો મહેક્યો ટોડલે ગહેક્યો મોર;
રાત આખી આ ઘેનમાં ડૂબી વડલે કીધો શોર.
આવતા જતા વાયરે ઝૂલી નાચતી નાગરવેલ.
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
ગામને કૂવે ગીત ગાયાં ને ઘૂમવા લાગી સીમ;
વાટ બધી આ પમરી એની ડમરી ચડી ધીમ.
ઘૂંઘટે બેસી ખંજન મલકે અંજન છલકે હેલ;
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.
આઘે આઘે આભ ઊડ્યાના વાવડ દેતો કાગ;
મેડીએ ચડી ખેપતી હું તો હૈયું ના લે તાગ.
ઝીણી ઝીણી ઘૂઘરી વાગી કાળજે રેલ્યાં ગેલ,
આંગણે લીલો તડકો ઊગ્યો લીમડી રેલમછેલ.