કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૯. ત્યારે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. ત્યારે|નલિન રાવળ}} <poem> ત્યારે આમ જ હું આમ ઊભો હોઈશ તૂફાની...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૪૬)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૨૪૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૮. સખ્ય|૩૮. સખ્ય]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૦. નાના મોહનને|૪૦. નાના મોહનને]] | |||
}} |
Latest revision as of 10:18, 18 September 2021
૩૯. ત્યારે
નલિન રાવળ
ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
તૂફાની ઘૂઘવ્યા પવનોભરી રાત્રિ તળે
ડોલી રહેલા વૃક્ષના અણડોલ ઊભા
મૂળની માફક
ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
લાવારસે ઊકળ્યાં ભીતરનાં પડ કઠણ તોડી
સહજ આ સૂર્યને ટોચ પર તોળી ઊભેલા
તૃણની માફક
ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
તાતી અગ્નિ ઝરતી આંખની સામે
નરી પ્રીતિ લઈ ઊભેલ નાજુક
આંસુની માફક
ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
તમારા સ્નેહભીના અંતરે
દલ દલ ખીલેલા કાવ્યના અવકાશવ્યાપી
છંદની માફક.
(અવકાશપંખી, પૃ. ૨૪૬)