પુનરપિ/રેલગાડીનો પુલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રેલગાડીનો પુલ|}} <poem> ત્રણસો ખોરડાનું મારું ગામ. પાસે પાંચ પી...")
 
No edit summary
 
Line 24: Line 24:
2-1-’58
2-1-’58
</poem>
</poem>
{{HeaderNav2
|previous = લડવૈયો
|next = બીજો ચંદ્ર
}}

Latest revision as of 05:19, 24 September 2021


રેલગાડીનો પુલ

ત્રણસો ખોરડાનું મારું ગામ.
પાસે પાંચ પીપળાનું ધામ.
એનું પીપળપંચ નામ.

પહોળી ને છીછરી નદી પરે
રેલગાડીનો પુલ આભમાં તરે;
ચિત્ર એનું નીચે તોય ના ખરે.
નહિ વહેતાં ત્યાં પાણી;
રેતીની સોડ ધૂસર તાણી
સરસ્વતી છે સંતાણી.
(સાંભળી છે વીરડીની વાત?)

કૂબેથી ચાલતો જે ચીલો
એય માળો કેવો હઠીલો!
ખેતર જતાં પરોઢે,
ફરતાં પાછા સાંજે મોડે,
ચાલતો એ ડેલીની પાસ
જ્યાં કણબણના વાસ.
કામનાના ચીલાને પાટાના ન ત્રાસ.
2-1-’58