અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/તમે ભલે ઘર છોડી ચાલ્યાં: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(ફૂલની નૌકા લીને, ૧૯૮૧, પૃ. ૩)}} | {{Right|(ફૂલની નૌકા લીને, ૧૯૮૧, પૃ. ૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/હે પ્રિયે... | હે પ્રિયે...]] | તને ઝંખતી ક્ષિતિજો આ અરવલ્લીની]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/ગીત-શિખરિણી | ગીત-શિખરિણી]] | ચરણ સરતાં જાય મિતવા... ]] | |||
}} |
Latest revision as of 11:45, 27 October 2021
તમે ભલે ઘર છોડી ચાલ્યાં
મનોહર ત્રિવેદી
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં...
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં...
હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ
ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં...
નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્ય-યાદ એ વળી વળી ઊપસતી
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં...
ઓળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં...
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં...
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં...
(ફૂલની નૌકા લીને, ૧૯૮૧, પૃ. ૩)