ફેરો/લેખક પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
એ સાથે જ, સાહિત્ય-લેખનની દિશા ખૂલી – યુરપીય સાહિત્યનું પરિશીલન અને ગુજરાતી સાહિત્યમાં અદ્યતનતાનું વાતાવરણ. કવિતા-વાર્તા-નવલકથા-સર્જન એકસાથે ચાલ્યાં ને ૧૯૬૮ના એક જ વર્ષમાં કાવ્યસંગ્રહ ‘આંસુ અને ચાંદરણું’, વાર્તાસંગ્રહ ‘બિચારાં’ અને નવલકથા ‘ફેરો’ પ્રગટ થયાં. ૧૯૭૪માં એમનો એક અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘Negativity of Eternity’ પ્રગટ થયો – એની બે આવૃત્તિઓ થયેલી. એ પછી પણ, અદ્યતનતા અને પ્રયોગશીલતાની મુદ્રાવાળાં એમનાં કવિતા, વાર્તા, નવલકથાનાં પુસ્તકો પ્રગટ થતાં રહ્યાં.

પરંતુ રાધેશ્યામની સમગ્ર કારકિર્દીનું મહત્ત્વનું કાર્ય તે તો નિરંતર  અરધી સદી સુધી ચાલતું રહેલું એમનું સાહિત્ય-વિવેચન.  ‘વાચના’(૧૯૭૨)થી ‘રચનાને રસ્તે ૧૦૧ કાવ્યાસ્વાદો’(૨૦૧૭) સુધીનાં ૨૦ વિવેચન-પુસ્તકોમાં એમણે સમકાલીન ગુજરાતીનાં  સાહિત્ય-પુસ્તકોની સમીક્ષાઓ અને આસ્વાદો લખ્યાં – નહીંનહીં તોયે એમણે વિવિધ સ્વરૂપોનાં ૫૦૦ ઉપરાંત પુસ્તકો અવલોક્યાં ને વાર્તા-કવિતાની ૨૦૦ જેટલી કૃતિઓના આસ્વાદ-પરિચય કરાવ્યા. વિવેચક તરીકે એ જેટલા સર્વચાહક એટલા જ સંગીન રહ્યા, જેટલા સર્વગ્રાહી  એટલા જ મર્મગ્રાહી પણ રહ્યા. એમનાં પુસ્તકોને ઘણી સંસ્થાઓનાં પારિતોષિકો ઉપરાંત રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો છે.

સમારંભોમાં જવાનું ટાળીને એકાંતે લેખન-સાધના કરતા રહેલા અંતર્મુખી સારસ્વત રાધેશ્યામના અનર્ગળ પ્રેમાળ આતિથ્યનું પણ નાના-મોટા સૌ લેખકોને પ્રસન્ન સ્મરણ હશેે. એમના લેખકત્વ જેવું જ એમનું વ્યક્તિત્વ પણ સ્નેહાદરણીય રહ્યું.         
સમારંભોમાં જવાનું ટાળીને એકાંતે લેખન-સાધના કરતા રહેલા અંતર્મુખી સારસ્વત રાધેશ્યામના અનર્ગળ પ્રેમાળ આતિથ્યનું પણ નાના-મોટા સૌ લેખકોને પ્રસન્ન સ્મરણ હશે. એમના લેખકત્વ જેવું જ એમનું વ્યક્તિત્વ પણ સ્નેહાદરણીય રહ્યું.         
{{Right|–રમણ સોની }}
{{Right|–રમણ સોની }}<br>
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 15:50, 8 February 2022

લેખક પરિચય
R. Sharma 2.jpg

ગુજરાતીના એક સંમાન્ય સર્જક અને વિવેચક રાધેશ્યામ સીતારામ શર્મા (જ. ૫, જાન્યુઆરી ૧૯૩૬ – અવ. ૯, સપ્ટેમ્બર ૨૦૨૧)નું વતન ગાંધીનગર પાસેનું રૂપાલ, પણ પછી કાયમી નિવાસ અમદાવાદ. કથા-કીર્તનકાર પિતાનું અકાળે અવસાન થતાં એમ.એ.(ગુજરાતી)નો અભ્યાસ અધૂરો મૂકીને એ કથા-પ્રવચનમાં જોડાયા, પછી વર્તમાનપત્રો-સામયિકોમાં પત્રકારી લેખન કર્યું. એ સાથે જ, સાહિત્ય-લેખનની દિશા ખૂલી – યુરપીય સાહિત્યનું પરિશીલન અને ગુજરાતી સાહિત્યમાં અદ્યતનતાનું વાતાવરણ. કવિતા-વાર્તા-નવલકથા-સર્જન એકસાથે ચાલ્યાં ને ૧૯૬૮ના એક જ વર્ષમાં કાવ્યસંગ્રહ ‘આંસુ અને ચાંદરણું’, વાર્તાસંગ્રહ ‘બિચારાં’ અને નવલકથા ‘ફેરો’ પ્રગટ થયાં. ૧૯૭૪માં એમનો એક અંગ્રેજી કાવ્યસંગ્રહ ‘Negativity of Eternity’ પ્રગટ થયો – એની બે આવૃત્તિઓ થયેલી. એ પછી પણ, અદ્યતનતા અને પ્રયોગશીલતાની મુદ્રાવાળાં એમનાં કવિતા, વાર્તા, નવલકથાનાં પુસ્તકો પ્રગટ થતાં રહ્યાં. પરંતુ રાધેશ્યામની સમગ્ર કારકિર્દીનું મહત્ત્વનું કાર્ય તે તો નિરંતર અરધી સદી સુધી ચાલતું રહેલું એમનું સાહિત્ય-વિવેચન. ‘વાચના’(૧૯૭૨)થી ‘રચનાને રસ્તે ૧૦૧ કાવ્યાસ્વાદો’(૨૦૧૭) સુધીનાં ૨૦ વિવેચન-પુસ્તકોમાં એમણે સમકાલીન ગુજરાતીનાં સાહિત્ય-પુસ્તકોની સમીક્ષાઓ અને આસ્વાદો લખ્યાં – નહીંનહીં તોયે એમણે વિવિધ સ્વરૂપોનાં ૫૦૦ ઉપરાંત પુસ્તકો અવલોક્યાં ને વાર્તા-કવિતાની ૨૦૦ જેટલી કૃતિઓના આસ્વાદ-પરિચય કરાવ્યા. વિવેચક તરીકે એ જેટલા સર્વચાહક એટલા જ સંગીન રહ્યા, જેટલા સર્વગ્રાહી એટલા જ મર્મગ્રાહી પણ રહ્યા. એમનાં પુસ્તકોને ઘણી સંસ્થાઓનાં પારિતોષિકો ઉપરાંત રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. સમારંભોમાં જવાનું ટાળીને એકાંતે લેખન-સાધના કરતા રહેલા અંતર્મુખી સારસ્વત રાધેશ્યામના અનર્ગળ પ્રેમાળ આતિથ્યનું પણ નાના-મોટા સૌ લેખકોને પ્રસન્ન સ્મરણ હશે. એમના લેખકત્વ જેવું જ એમનું વ્યક્તિત્વ પણ સ્નેહાદરણીય રહ્યું. –રમણ સોની