કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૧. એવું હૈયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. એવું હૈયું|પ્રહ્લાદ પારેખ}} <poem> હે જી એવું હૈયું હોય તો ય...")
 
No edit summary
 
Line 27: Line 27:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૨૦. હૈયું
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૨૨. આવશે
}}
}}

Latest revision as of 09:03, 24 June 2022


૨૧. એવું હૈયું

પ્રહ્લાદ પારેખ

હે જી એવું હૈયું
હોય તો ય શું ને ન હોય તો ય શું,
– એવું હૈયું !

કદી યે નહીં જેણે કોઈને ય ચાહિયું ને,
કદી યે ન કોઈથી ચહાયું;
હરખે ન છલક્યું જે નીરખીને સુંદરને,
કદી યે સુરૂપ જે ન બનિયું. – હે જી એવું૦

માપેલ શોક જેનો, તોળેલો આનંદ છે ને
કદી યે નહીં ઘેલું બનિયું;
એકે ય પળ જેની કરુણા થકી ન ભીની,
કદી યે અન્યાયે ન તપિયું. – હે જી એવું૦

રૂપ, રંગ, સૂર કેરો ભરિયો છે રસ કેવો
ધરતી ઉપર, આભ માંહી !
એકે ય પ્યાલું જેણે કદી યે ન પીધું ને
કદી યે નહીં પિવરાવ્યું. – હે જી એવું૦
(બારી બહાર, પૃ. ૧૦૦)