શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૪. દરિયા ખોલીને...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. દરિયા ખોલીને...|}} <poem> દરિયા ખોલીને મેં તો દરિયા દીધા છે હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૦)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૩. કહો | |||
|next = ૪૫. જેને માની અંદર | |||
}} |
Latest revision as of 09:46, 14 July 2022
૪૪. દરિયા ખોલીને...
દરિયા ખોલીને મેં તો દરિયા દીધા છે હવે,
પ્હાડો ખોલીને દઈશ પ્હાડ;
માટી ખોલીને દઈશ માટીનાં તેજ તને,
જાણી લે : કોઈ નથી આડ. –
છોડ રે સુકાન, છોડ કાંઠાની વાત,
દેખ, સઢમાં તોફાન ફાટફાટ!
પગલીનો છંદ પણે પડઘાતો તારલિયે,
ઊડુંઊડું થાય વાટ વાટ!
ખોલું અહીં કંઠ, પણે ખૂલે છે આભ,
ખૂલે – ખૂલે છે બંધ સૌ કમાડ. –
ખુલ્લા સૂરજ, હવે ખુલ્લા ગ્રહ–ચાંદ બધા,
ખુલ્લો બે આંખનો ઉઘાડ;
મુઠ્ઠી ખૂલ્યાના આજ કેવા આ રંગ!
નથી દેખાતી ક્યાંય કોઈ વાડ!
છલકું છું જેમ જેમ, મારામાં તેમ તેમ,
આવે છે બાઢ પરે બાઢ! –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૦)