ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલસંયમ ઉપાધ્યાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કમલસંયમ (ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ -...")
 
No edit summary
 
Line 12: Line 12:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કમલશેખર_વાચક-૧
|next =  
|next = કમલસાગર
}}
}}

Latest revision as of 08:45, 2 August 2022


કમલસંયમ (ઉપાધ્યાય) [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની પરંપરામાં જિનહર્ષસૂરિના શિષ્ય. ઈ.૧૪૬૮થી ઈ.૧૫૧૭ સુધી હયાત હોવાની માહિતી મળે છે. લોંકાશાહના મંતવ્યના ઉત્તર રૂપે ગદ્યમાં રચાયેલી ‘લુંકાની હૂંડી/સિદ્ધાંતસારોદ્ધાર-સમ્યક્ત્વોલ્લાસ-ટિપ્પનક’ (અપૂર્ણ; અંશત: મુ.)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ઉત્તરાધ્યયન સૂત્ર પર ‘સર્વાર્થસિદ્ધિ-વૃત્તિ’ (ર.ઈ.૧૪૮૮) અને ‘કર્મસ્તવન-વિવરણ’ (ર.ઈ.૧૪૯૪) રચ્યાં છે. કૃતિ : જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ - ‘લોંકાશા ક્યારે થયા.’ સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ:૨,૩(૨). [ચ.શે.]