ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તાપીદાસ-૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તાપીદાસ-૧'''</span> [ઈ.૧૬૫૦માં હયાત] : આખ્યાનકાર. ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = તલકસી_આચાર્ય | ||
|next = | |next = તાપીદાસ-૨ | ||
}} | }} |
Latest revision as of 07:18, 15 August 2022
તાપીદાસ-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : આખ્યાનકાર. નર્મદાતટે ભૃગુક્ષેત્રમાં હરિયાદ (હાલનું રહિયાદ?)ના વતની. બંધારા જ્ઞાતિ. મહાભારતના દ્રોણપર્વમાંની કોઈ પંડિત પાસેથી સાંભળેલી અભિમન્યુકથાના આધારે રચાયેલા ૨૨ કડવાંના તેમના ‘અભિમન્યુ-આખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૮, આસો સુદ ૨, શુક્રવાર; મુ.)માં વર્ણનાત્મકતા ઓછી છે ને પાત્રસંભાષણોની વિપુલતા છે, જેમાં વ્યવહારબોધનાં ઘણાં સામાન્ય કથનો પણ આવે છે. પ્રસંગોચિત અલંકારોનો વિનિયોગ કરતી આ કૃતિ ઉત્તરાના સ્વપ્નદર્શન જેવા કોઈ પ્રસંગોમાં રસાત્મકતા દાખવે છે. આ કવિને નામે ર.સં.૧૭૬૮ (ઈ.૧૭૧૨)નું ‘બભ્રુવાહન-આખ્યાન’ નોંધાયું છે અને તેની ર.સં.૧૭૦૮ (ઈ.૧૬૫૨) હોવાનો તર્ક થયો છે પરંતુ આ સઘળી હકીકત માટે વિશેષ પ્રમાણની જરૂર રહે છે. કૃતિ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૫ (+સં.); ૨. પ્રાકાસુધા : ૧ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧,૨; ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૨).[ચ.શે.]