825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ભયભરચક ત્રણ કોતર'''}} ---- {{Poem2Open}} અમારા ગોઠ ગામના બ્રાહ્મણોનો બધો વટ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ભયભરચક ત્રણ કોતર | જયંત પાઠક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમારા ગોઠ ગામના બ્રાહ્મણોનો બધો વટવહેવાર કાલોલ સાથે. કાલોલ મોટું ગામ, કસ્બો, ન્યાતનું ગામ એટલે સગાંવહાલાં પણ એમાં રહે; વેપારનું ધામ ને એમાં અંગ્રેજી નિશાળ પણ ખરી — ધી યૂબૅન્ક એ. વી. સ્કૂલ. ગોઠ ને કાલોલ વચ્ચેનું અંતર આમ તો દસ ગાઉનું ગણાય, પણ આ ગાઉ એટલે ‘આંધળા ગાઉ’. એની માપણી-મોજણીની કોઈ નોંધ મળે નહીં; બે ગાઉ ઓછાય હોય ને વત્તાય હોય. ઝટપટ ચાલતા માણસને આ અંતર કાપતાં ત્રણેક કલાક લાગે, જ્યારે ગાડું કે ઘોડું તો ખાસ્સા છ-સાત કલાક લે. ચીલાના દડમાં બળદ ધીમા ચાલે ને ‘ઘોડું’ એટલે તો માણસથી ધીમી ચાલનું પ્રાણી; અટકે તો એડી મારો કે ચાબુક ફટકારો, લગામ ખેંચો કે બુચકારા બોલાવો, ચાલે એ બીજા. ગોઠમાં ચાર ચોપડીઓ ભણીને હું કાલોલની અંગ્રેજી નિશાળે બેઠો. નિશાળમાં રજાઓ પડે ત્યારે વચનમાં ગામ જવા માટે ક્યારેક આવું ઘોડું લેવા આવે કે પછી ગાડું. કોઈ વાહનજોહન ના મળે તો વળી દસ ગાઉનો એ પલ્લો પગેય કાપી નાખીએ. | અમારા ગોઠ ગામના બ્રાહ્મણોનો બધો વટવહેવાર કાલોલ સાથે. કાલોલ મોટું ગામ, કસ્બો, ન્યાતનું ગામ એટલે સગાંવહાલાં પણ એમાં રહે; વેપારનું ધામ ને એમાં અંગ્રેજી નિશાળ પણ ખરી — ધી યૂબૅન્ક એ. વી. સ્કૂલ. ગોઠ ને કાલોલ વચ્ચેનું અંતર આમ તો દસ ગાઉનું ગણાય, પણ આ ગાઉ એટલે ‘આંધળા ગાઉ’. એની માપણી-મોજણીની કોઈ નોંધ મળે નહીં; બે ગાઉ ઓછાય હોય ને વત્તાય હોય. ઝટપટ ચાલતા માણસને આ અંતર કાપતાં ત્રણેક કલાક લાગે, જ્યારે ગાડું કે ઘોડું તો ખાસ્સા છ-સાત કલાક લે. ચીલાના દડમાં બળદ ધીમા ચાલે ને ‘ઘોડું’ એટલે તો માણસથી ધીમી ચાલનું પ્રાણી; અટકે તો એડી મારો કે ચાબુક ફટકારો, લગામ ખેંચો કે બુચકારા બોલાવો, ચાલે એ બીજા. ગોઠમાં ચાર ચોપડીઓ ભણીને હું કાલોલની અંગ્રેજી નિશાળે બેઠો. નિશાળમાં રજાઓ પડે ત્યારે વચનમાં ગામ જવા માટે ક્યારેક આવું ઘોડું લેવા આવે કે પછી ગાડું. કોઈ વાહનજોહન ના મળે તો વળી દસ ગાઉનો એ પલ્લો પગેય કાપી નાખીએ. |