ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહન-૪-મોહનવિજ્ય: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોહન-૪/મોહનવિજ્ય'''</span> [ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં કીર્તિવિજ્ય-માનવિજ્ય-રૂપવિજ્યના શિષ્ય. ૩૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મોહન_જનમોહન-૩ | ||
|next = | |next = મોહન-૫ | ||
}} | }} |
Latest revision as of 05:07, 8 September 2022
મોહન-૪/મોહનવિજ્ય [ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં કીર્તિવિજ્ય-માનવિજ્ય-રૂપવિજ્યના શિષ્ય. ૩૧ ઢાળનો ‘હરિવાહનરાજા-રાસ’ (ર.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, કારતક વદ ૯), ‘રત્નરાસો/વિજ્યરત્નસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૦૨), સત્ય વચનનો મહિમા દર્શાવતો ૪૭ ઢાળનો ‘માનતુંગમાનવતી-રાસ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, અધિક માસ સુદ ૮; મુ.), ૪ ખંડમાં વિભક્ત ૬૬ ઢાળ ને ૧૩૭૨ કડીનો ‘રત્નપાલચરિત્ર/રત્નપાલ-રાસ/રત્નપાલઋષિ-રાસ/રત્નપાલ વ્યવહારિયાનો રાસ’ (ર.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦, માગશર સુદ ૫; મુ.), શીલમહિમાનો બોધ કરતો ‘ગુણ સુંદરીનો રાસ/પુન્યપાલગુણસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩,-સુદ ૧૧), ૬૩ ઢાળનો ‘નર્મદાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૭૦૮/સં.૧૭૬૪, પોષ વદ ૧૩; મુ.), ‘પ્રશ્નોત્તર-સમુચ્ચય’ (ર.ઈ.૧૭૨૬/સં.૧૭૮૨, વૈશાખ સુદ ૧૫), માણસ જે કંઈ સારુંનરસું ભોગવે છે એ પૂર્વજન્મનાં કૃત્યોને પરિણામે જ એવો બોધ આપતો, ૪ ઉલ્લાસમાં વિભક્ત, ૧૦૭ ઢાળ ને ૨૬૮૫ કડીનો ચંદ્રકુમારની રસિક પણ પ્રસ્તારી કથા રજૂ કરતો ‘ચંદ્ર-ચરિત્ર/ચંદનૃપતિ-રાસ/ચંદરાજાનો રાસ’(ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, પોષ સુદ ૫; મુ.), ૪ કડીનું ‘ગોડીપાર્શ્વનાથનું સ્તવન’(મુ.), ‘ચોવીશી’(મુ.), ૬ કડીનું ‘નેમિનાથ-સ્તવન’(મુ.), બહેનના મર્મવચનથી વીંધાઈને અભિમાન રૂપી ગજ પરથી નીચે ઊતરી, શેષ કર્મોનો ક્ષય કરી મોક્ષસુખ પામતા બાહુબલિની ૧૨ કડીની ‘બાહુબલિની સઝાય’ (મુ.), પાટણના જૈન સંઘે શ્રી વિજ્યરત્નસૂરિને પોતાને આંગણે પધારવા વિનંતિ કરી એને વિષય બનાવતી ૧૯ કડીનાં અનુક્રમે ૨ ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન/સિદ્ધાચલ-સ્તવન’(મુ.) તેમ જ વસંત વિશેનાં કેટલાંક છૂટક કાવ્યો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચંદરજાનો રાસ, પ્ર. શ્રાવક ભીમજી માણેક, ઈ.૧૮૮૮; ૨. ચંદરાજાનો રાસ, સં. અમૃતલાલ સંઘવી, ઈ.૧૯૩૯; ૩. નર્મદાસુંદરીનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮; ૪. માનતુંગમાનવતી-રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, -; ૫. માનતુંગ રાજા અને માનવતી રાણીનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ; ૬. રત્નપાલ વ્યવહારિયાનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, -; ૭. આત્મહિતશિક્ષાભાવના, સં. કર્પૂરવિજ્યજી મહારાજ, ઈ.૧૯૧૮; ૧૦. ઐસમાલા : ૧; ૧૧. કવિતાસારસંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૧૨. ચૈત્યવંદન ચોવીશી, પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ઈ.૧૯૪૦; ૧૩. ચૈસ્તસંગ્રહ : ૨; ૧૪. ચોવીસ્તસંગ્રહ; ૧૫. જિનગુણપદ્યાવલી, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૫; ૧૬. જિભપ્રકાશ; ૧૭. જિસ્તમાલા; ૧૮. જિસ્તસંગ્રહ; ૧૯. જૈકાપ્રકાશ : ૧; ૨૦. જૈકાસંગ્રહ; ૨૧. જૈકાસાસંગ્રહ; ૨૨. જૈપ્રપુસ્તક : ૧; ૨૩. જૈરસંગ્રહ; ૨૪. દેસ્તસંગ્રહ; ૨૫. પ્રાસપસંગ્રહ : ૧; ૨૬. લઘુચોવીશી વીશી સંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, -; ૨૭. શંસ્તવનાવલી; ૨૮. સસન્મિત્ર(ઝ); ૨૯. જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન’, સં. તંત્રી. સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫ ગુસારસ્વતો; ૬ મરાસસાહિત્ય; ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. કૅટલૉગગુરા; ૯. જૈગૂકવિઓ : ૨; ૩(૨); ૧૦. જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. મુપુગૂહસૂચી; ૧૫. લીંહસૂચી; ૧૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]