વસુધા/નવા વર્ષની ઉષાને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નવા વર્ષની ઉષાને|}} <poem> પ્રશસ્ત તારાં ચરણે, પ્રભાવતી ઉષા! અમારી ઢળતી છ અર્ચના. અમાસનાં અંધ તમિસ્રનીરથી પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી. મધ્યાહ્નની આ પગલી સુકોમળી! તમિસ્રતીરે ઉંઘત...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 8: Line 8:
અમાસનાં અંધ તમિસ્રનીરથી
અમાસનાં અંધ તમિસ્રનીરથી
પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી.
પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી.
મધ્યાહ્નની પગલી સુકોમળી!
મધ્યાહ્નની પગલી સુકોમળી!
તમિસ્રતીરે ઉંઘતાં ઉઠાડજે,
તમિસ્રતીરે ઉંઘતાં ઉઠાડજે,
મધ્યાહ્ન જોવા ઝળકંત જિન્દગી–
મધ્યાહ્ન જોવા ઝળકંત જિન્દગી–

Latest revision as of 01:22, 24 May 2023

નવા વર્ષની ઉષાને

પ્રશસ્ત તારાં ચરણે, પ્રભાવતી
ઉષા! અમારી ઢળતી છ અર્ચના.

અમાસનાં અંધ તમિસ્રનીરથી
પ્રફુલ્લતી આ તવ પદ્મપાંદડી.
મધ્યાહ્નની ઓ પગલી સુકોમળી!
તમિસ્રતીરે ઉંઘતાં ઉઠાડજે,
મધ્યાહ્ન જોવા ઝળકંત જિન્દગી–
તણો તું ખુલ્લાં નયને જિવાડજે.

અને બને તો,
સન્ધ્યા અમારી સુરખીભરી કરી,
મધ્યાહ્નથી એ ઉજળી બનાવજે.