કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૭. લીલાલહેર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. લીલાલહેર| }} <poem> જીવન હો અમૃત કે ઝેર, ખાવું, પીવું, લીલા-લહેર. ખટકે ઊંડે ઊંડે દિલમાં, એ જ અસલ અણિયાળો શેર. આવ બતાવું જીવનસિદ્ધિ, જોયો પેલો રાખનો ઢેર! ચાલે છે ખુશ્બૂની વાટે, પહો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૮)}} | {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૬. અવતારી નથી | |||
|next = ૪૮. લોહીની સગાઈ | |||
}} |
Latest revision as of 10:49, 14 November 2022
૪૭. લીલાલહેર
જીવન હો અમૃત કે ઝેર,
ખાવું, પીવું, લીલા-લહેર.
ખટકે ઊંડે ઊંડે દિલમાં,
એ જ અસલ અણિયાળો શેર.
આવ બતાવું જીવનસિદ્ધિ,
જોયો પેલો રાખનો ઢેર!
ચાલે છે ખુશ્બૂની વાટે,
પહોંચે સીધો ફૂલને ઘેર.
છોડ અભરખા શૂન્ય થવાના,
ઈશ્વરથી કાં બાંધે વેર?
શૂન્ય ગયા’તા ઈશને મળવા,
ગઢવી ભોળા ઘેરના ઘેર!
(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૮)