યાત્રા/જાગ અગની: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાગ અગની|}} <poem> જાગ અગની! જાગ અગની! {{space}} જાગી લગની, જાગ હે! {{space}} ભસ્મ કરવા તમસવગડા {{space}} જાગ અગની, જાગ હે! માગ, મૂકે માગ અંધારાં બધાં, માગ, ભાગે ભૂત અંધાં અધસનાં, માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
જાગ અગની! જાગ અગની! | જાગ અગની! જાગ અગની! | ||
{{space}} જાગી લગની, જાગ હે! | {{space}}જાગી લગની, જાગ હે! | ||
{{space}} ભસ્મ કરવા તમસવગડા | {{space}} ભસ્મ કરવા તમસવગડા | ||
{{space}} જાગ અગની, જાગ હે! | {{space}} જાગ અગની, જાગ હે! |
Revision as of 10:26, 18 November 2022
જાગ અગની
જાગ અગની! જાગ અગની!
જાગી લગની, જાગ હે!
ભસ્મ કરવા તમસવગડા
જાગ અગની, જાગ હે!
માગ, મૂકે માગ અંધારાં બધાં,
માગ, ભાગે ભૂત અંધાં અધસનાં,
માગ, જાગે રાગ અનહદ ઊર્ધ્વના.
જાગ અગની, જાગ અગની, જાગ હે!
ચાલ, ઝટઝટ ચાલ, ઊઘડે બારણાં,
ચાલ, ચિર ઉપવાસનાં આજે થવાનાં પારણાં,
ચાલ, જો જો ઓ ઉષા લેવા ઊભી ઓવારણાં.
જાગ અગની, જાગ અગની, જાગ હે!
બાલ, તારો વાળ વાંકે પણ નહીં હાવાં થશે,
બાલ, તારે પંથ અણબૂઝ જ્યોત સઘળું ચીંધશે,
બાલ, દિવ્ય મરાલ, માનસ તાહરાં તું પામશે.
જાગ અગની, જાગ અગની, જાગ હે!
માર્ચ, ૧૯૪૫