યાત્રા/અભીપ્સા ગતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અભીપ્સા ગતિ|}} <poem> સમુદ્રનાં નીર સમરત જેમ, ઊર્મિભર્યાં તુંગ ચડી ચડીને પૃથ્વી તણે નીર ઢળ્યા ઢળ્યા કરે; વૈશાખના વા પવને ભમંતા અજસ્ર વેગે નિજ મત્ત મૂર્છના ગુંજ્યા કરે કાનન-કર્ણ-...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અભીપ્સા ગતિ|}}
{{Heading|અભીપ્સા—ગતિ|}}


<poem>
<poem>
Line 17: Line 17:
તેવી અમારી ઉરની અભીપ્સા,
તેવી અમારી ઉરની અભીપ્સા,
હે દિવ્યતા, તું પ્રતિ ઊર્ધ્વ ઊઠતી
હે દિવ્યતા, તું પ્રતિ ઊર્ધ્વ ઊઠતી
૨ટ્યા કરે, નિત્ય રટી ૨ટી રહેઃ
૨ટ્યા કરે, નિત્ય રટી ૨ટી રહે :


અથંભ અણજંપ સ્વસ્થ અણુકંપ સોત્કંઠિત,
અથંભ અણજંપ સ્વસ્થ અણુકંપ સોત્કંઠિત,

Revision as of 14:01, 14 May 2023

અભીપ્સા—ગતિ

સમુદ્રનાં નીર સમરત જેમ,
ઊર્મિભર્યાં તુંગ ચડી ચડીને
પૃથ્વી તણે નીર ઢળ્યા ઢળ્યા કરે;

વૈશાખના વા પવને ભમંતા
અજસ્ર વેગે નિજ મત્ત મૂર્છના
ગુંજ્યા કરે કાનન-કર્ણ-રન્ધ્રે;

ધરા તણો આ રસ ઉષ્ણ ઉગ્ર
નગસ્વરૂપે ગગને ધસીને
ઊર્ધ્વસ્થ થૈ સ્વસ્થ ઝંખ્યા કરે કરે;

તેવી અમારી ઉરની અભીપ્સા,
હે દિવ્યતા, તું પ્રતિ ઊર્ધ્વ ઊઠતી
૨ટ્યા કરે, નિત્ય રટી ૨ટી રહે :

અથંભ અણજંપ સ્વસ્થ અણુકંપ સોત્કંઠિત,
ન મંદ, દૃઢસ્પંદ, ઉન્મદ નહીં, નહીં કુંઠિત.

૨૭ એપ્રિલ, ૧૯૪૩