યાત્રા/સદૈવ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સદૈવ|}} <poem> (સૉનેટયુગ્મ) [૧] સદૈવ સ્મરણે રહે પરમ મૂર્તિ તારી, શિવે! સદામધુર પદ્યરમ્ય મધુસદ્ધ શી મોહના! પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા, પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા. અ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 8: | Line 8: | ||
[૧] | [૧] | ||
સદૈવ સ્મરણે | સદૈવ સ્મરણે રહો પરમ મૂર્તિ તારી, શિવે! | ||
સદામધુર | સદામધુર પદ્મરમ્ય મધુસદ્મ શી મોહના! | ||
પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા, | પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા, | ||
પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા. | પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા. | ||
Line 16: | Line 16: | ||
અમે બહુ મથ્યા, પરંતુ નવ પ્રાપ્તિ સાધી કંઈ, | અમે બહુ મથ્યા, પરંતુ નવ પ્રાપ્તિ સાધી કંઈ, | ||
દરિદ્ર અને લક્ષ્મી સૌ, અબલ આ અમારું બલ, | દરિદ્ર અને લક્ષ્મી સૌ, અબલ આ અમારું બલ, | ||
અમારી મતિમાં ગતિ ન, અમ જ્ઞાન અજ્ઞાન | અમારી મતિમાં ગતિ ન, અમ જ્ઞાન અજ્ઞાન હા! | ||
ત્વદીય શુભ દર્શને નયન તૃપ્ત હાવાં થતાં, | ત્વદીય શુભ દર્શને નયન તૃપ્ત હાવાં થતાં, | ||
હવે જ ઋતધામના ઉઘડતા દિસે આગળા, | હવે જ ઋતધામના ઉઘડતા દિસે આગળા, | ||
હવે જ ગરલો થકી અમૃત કેરી આશા થતી, | હવે જ ગરલો થકી અમૃત કેરી આશા થતી, | ||
હવે સઢ-ઢળેલ નાવ | હવે સઢ-ઢળેલ નાવ ત્વરમાણ લેતી ગતિ. | ||
તને નયનમાં, તને હૃદયમાં હવે સ્થાપશું, | તને નયનમાં, તને હૃદયમાં હવે સ્થાપશું, | ||
Line 28: | Line 28: | ||
[૨] | [૨] | ||
જગતપથ વટાવશું, તવ | જગતપથ વટાવશું, તવ જ્યોર્મિ લલકારશું, | ||
સમસ્ત અરિ સંગ ઉગ્ર પડકાર ઉચ્ચારશું, | સમસ્ત અરિ સંગ ઉગ્ર પડકાર ઉચ્ચારશું, | ||
ત્રિશૂલ તવ લેઈ શૂલ સહુ સૃષ્ટિનાં વીંધશું, | |||
પરાત્પરની એક આણ અહીં માત્ર આરાધશું. | પરાત્પરની એક આણ અહીં માત્ર આરાધશું. | ||
પરાત્પરની પૂર્ણતા | પરાત્પરની પૂર્ણતા – ન અણુ ઊન એથી હવે, | ||
હવે મનની | હવે મનની મૂર્તિઓ પ્રતિ ન મીટ કે માંડવી, | ||
હવે અમ અધૂરી ભાવભરતી બધી છાંડવી; | હવે અમ અધૂરી ભાવભરતી બધી છાંડવી; | ||
પ્રકાશ | પ્રકાશ પરમેશનો જ, રસ તો જ રાસેશનો. | ||
સહસ્ર યુગની હવે ઉદિત પૂર્ણિમા શારદી, | સહસ્ર યુગની હવે ઉદિત પૂર્ણિમા શારદી, | ||
રસેશ તણી રીત, પ્રીત | રસેશ તણી રીત, પ્રીત પરમોત્તમા પૂર્ણની, | ||
ધરાતલ પરે હવે | ધરાતલ પરે હવે ગગનશૃંગ ઉત્તુંગ ને | ||
મનસ્તલ વિષે સમસ્ત ઋતની જ શશ્વપ્રભા. | મનસ્તલ વિષે સમસ્ત ઋતની જ શશ્વપ્રભા. | ||
Revision as of 14:25, 14 May 2023
(સૉનેટયુગ્મ)
[૧]
સદૈવ સ્મરણે રહો પરમ મૂર્તિ તારી, શિવે!
સદામધુર પદ્મરમ્ય મધુસદ્મ શી મોહના!
પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા,
પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા.
અમે બહુ ય ઝંખ્યું, ઝાંખી પણ ક્યાંય લાધી નહિ,
અમે બહુ મથ્યા, પરંતુ નવ પ્રાપ્તિ સાધી કંઈ,
દરિદ્ર અને લક્ષ્મી સૌ, અબલ આ અમારું બલ,
અમારી મતિમાં ગતિ ન, અમ જ્ઞાન અજ્ઞાન હા!
ત્વદીય શુભ દર્શને નયન તૃપ્ત હાવાં થતાં,
હવે જ ઋતધામના ઉઘડતા દિસે આગળા,
હવે જ ગરલો થકી અમૃત કેરી આશા થતી,
હવે સઢ-ઢળેલ નાવ ત્વરમાણ લેતી ગતિ.
તને નયનમાં, તને હૃદયમાં હવે સ્થાપશું,
સદૈવ તવ સંગતે જગત્પથ વટાવશું.
[૨]
જગતપથ વટાવશું, તવ જ્યોર્મિ લલકારશું,
સમસ્ત અરિ સંગ ઉગ્ર પડકાર ઉચ્ચારશું,
ત્રિશૂલ તવ લેઈ શૂલ સહુ સૃષ્ટિનાં વીંધશું,
પરાત્પરની એક આણ અહીં માત્ર આરાધશું.
પરાત્પરની પૂર્ણતા – ન અણુ ઊન એથી હવે,
હવે મનની મૂર્તિઓ પ્રતિ ન મીટ કે માંડવી,
હવે અમ અધૂરી ભાવભરતી બધી છાંડવી;
પ્રકાશ પરમેશનો જ, રસ તો જ રાસેશનો.
સહસ્ર યુગની હવે ઉદિત પૂર્ણિમા શારદી,
રસેશ તણી રીત, પ્રીત પરમોત્તમા પૂર્ણની,
ધરાતલ પરે હવે ગગનશૃંગ ઉત્તુંગ ને
મનસ્તલ વિષે સમસ્ત ઋતની જ શશ્વપ્રભા.
અહા મધુર દીધ શું મધુર સ્વપ્ન તે, શ્રીમયી!
પસાર વર હસ્ત, સર્વવરદાયી લીલામયી!
ડિસેમ્બર, ૧૯૪૭