રચનાવલી/૧૩૬: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા બાર મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આઠમી સદીમાં ભારતમાં થઈ ગયેલા જગદ્ગુરુ આદિ શંકરાચાર્યનું સ્થાન એમાં નિશ્ચિતપણે હોય, એ અંગે બેમત ન હોઈ શકે. આદિ શંકરાચાર્યનો એક મહત્ત્વનો તત્ત્વવિચાર છે કે જુદી જુદી ધર્મશ્રદ્ધા, જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા માનવસમાજો હોવાં છતાં દરેક મનુષ્ય વસુધા-કુટુંબનો સભ્ય છે. શંકરાચાર્યે અભેદસિદ્ધાન્ત આપ્યો છે. એ માત્ર હિન્દુઓનો નથી, માત્ર ભારતીયોનો નથી પણ સમસ્ત માનવજાતનો છે. શંકરાચાર્યનો અભેદવાદ કે અદ્વૈતવાદ આપણી આસપાસના સતત બદલાતા રહેતા જગતની પા૨, આપણા વ્યવહારના આભાસી જગતની પાર, એક બદલાયા વગરનું સ્થિર શાશ્વત સત્યનું જગત આપણને બતાવે છે અને ભારપૂર્વક સમજાવે છે કે જો આપણે માયાનો પડદો હટાવી દઈએ કે આવા જગતનું જ્ઞાન હાથવેંતમાં હોય છે. મને મોહથી પર થયા પછીનું આ જ્ઞાન આ આત્મજ્ઞાન સર્વ જીવ પ્રત્યે સમભાવ તરફ લઈ જનારો અનુભવ છે. એ જ શંકરાચાર્યને મન બ્રહ્માનુભવ છે, એ જ એમને મન મોક્ષ છે. શંકરાચાર્યના આ સમભાવયુક્ત તત્ત્વવિચારને જુદો પાડતા | કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા બાર મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આઠમી સદીમાં ભારતમાં થઈ ગયેલા જગદ્ગુરુ આદિ શંકરાચાર્યનું સ્થાન એમાં નિશ્ચિતપણે હોય, એ અંગે બેમત ન હોઈ શકે. આદિ શંકરાચાર્યનો એક મહત્ત્વનો તત્ત્વવિચાર છે કે જુદી જુદી ધર્મશ્રદ્ધા, જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા માનવસમાજો હોવાં છતાં દરેક મનુષ્ય વસુધા-કુટુંબનો સભ્ય છે. શંકરાચાર્યે અભેદસિદ્ધાન્ત આપ્યો છે. એ માત્ર હિન્દુઓનો નથી, માત્ર ભારતીયોનો નથી પણ સમસ્ત માનવજાતનો છે. શંકરાચાર્યનો અભેદવાદ કે અદ્વૈતવાદ આપણી આસપાસના સતત બદલાતા રહેતા જગતની પા૨, આપણા વ્યવહારના આભાસી જગતની પાર, એક બદલાયા વગરનું સ્થિર શાશ્વત સત્યનું જગત આપણને બતાવે છે અને ભારપૂર્વક સમજાવે છે કે જો આપણે માયાનો પડદો હટાવી દઈએ કે આવા જગતનું જ્ઞાન હાથવેંતમાં હોય છે. મને મોહથી પર થયા પછીનું આ જ્ઞાન આ આત્મજ્ઞાન સર્વ જીવ પ્રત્યે સમભાવ તરફ લઈ જનારો અનુભવ છે. એ જ શંકરાચાર્યને મન બ્રહ્માનુભવ છે, એ જ એમને મન મોક્ષ છે. શંકરાચાર્યના આ સમભાવયુક્ત તત્ત્વવિચારને જુદો પાડતા ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીના વિદ્વાન શ્રીનિવાસ રથે પશ્ચિમના તત્ત્વવિચારનો અમાનવીય અભિગમ ટાંક્યો છે તે જોવા જેવો છે. જર્મનીના જાણીતા તત્ત્વવિચારક કાન્ટે ફળનો કરંડિયો મંગાવેલો. જે વહાણમાં આ ફળનો કરંડિયો આવવાનો હતો એ વહાણ સમુદ્રતોફાનમાં સપડાય છે. છેવટે વહાણ કિનારે આવતાં આ સંદેશો પાઠવવામાં આવે છે કે વહાણ તોફાન અડાયેલું અને વહાણના માણસો એ માઠા દિવસોમાં ફળ ખાઈ ગયાં છે. આ સાંભળતા કાન્ટ કહે છે કે ‘નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરવા કરતાં વહાણના માણસોએ મરી જવું બહેતર હતું.' શંકરાચાર્યનો તત્ત્વવિચાર આવી ઠંડી ક્રૂર તટસ્થતાવાળો નથી, પણ અત્યંત હૂંફભર્યો માનવતાવાદી છે. | ||
આથી જ પ્રખર તત્ત્વવિચારક આદિ શંકરાચાર્ય ઉત્તમ પ્રકારના કવિ પણ છે. એમણે રચેલાં અનેક સ્તોત્રો પ્રખ્યાત છે. સ્તોત્રોમાં એમની સહજ અને આકર્ષક અભિવ્યક્તિ તેમજ છંદપ્રાસનો પ્રવાહી ઉપયોગ એમનાં સ્તોત્રોને સંસ્કૃત સાહિત્યમાં ઊંચા આસને મૂળમાં ય એમનું સ્તોત્રકાવ્ય ‘ભજ ગોવિન્દમ્’ ભારતભરમાં જાણીતું છે. | આથી જ પ્રખર તત્ત્વવિચારક આદિ શંકરાચાર્ય ઉત્તમ પ્રકારના કવિ પણ છે. એમણે રચેલાં અનેક સ્તોત્રો પ્રખ્યાત છે. સ્તોત્રોમાં એમની સહજ અને આકર્ષક અભિવ્યક્તિ તેમજ છંદપ્રાસનો પ્રવાહી ઉપયોગ એમનાં સ્તોત્રોને સંસ્કૃત સાહિત્યમાં ઊંચા આસને મૂળમાં ય એમનું સ્તોત્રકાવ્ય ‘ભજ ગોવિન્દમ્’ ભારતભરમાં જાણીતું છે. | ||
‘ભજ ગોવિન્દમ્’ સ્તોત્રકાવ્ય ‘ચર્પટપંજરિકા’ને નામે કે ‘મોહમુગર'ને નામે પણ ઓળખાય છે. ‘મોહમુગર’ એટલે કે મોહવિનાશક મુદ્ગર. મુદ્ગર એટલે હથોડો. આ સ્તોત્ર વિનાશક હથોડાની પેઠે મોહનો સંહાર કરે છે. કવિ કહે છે કે ‘કમલપત્ર પર પર રહેલા અતિતરલ પાણીના બુન્દ જેવું જીવન પણ અતિતરલ છે, તેથી રોગ અને અભિમાનથી ગ્રસ્ત શોકસંતપ્ત સમસ્ત લોકને તું જાણી લે.’ એને જાણવાની કવિ જણાવે છે તેમ બે કૂંચીઓ છે : એક તો બધામાં પોતાને જો (સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં) અને બધે ભેદભાવને ત્યજી દે. (સર્વગોત્રોત્સૃજ ભેદજ્ઞાનમ્) આ રીતે થયેલી જાણ એ જ જ્ઞાન છે; એ જ ગોવિન્દ છે. તેથી જ ‘ગોવિન્દને, માત્ર ગોવિન્દને ભજી લે.' આ સ્તોત્રમાં ગોવિન્દનો અર્થ ગોવિન્દ રહેતો નથી. ભેદભાવથી મુક્ત, બધે જ પોતાની જેમ જોવાવભરી દૃષ્ટિના અર્થમાં ગોવિન્દનો અર્થ પલટો જ છે. | ‘ભજ ગોવિન્દમ્’ સ્તોત્રકાવ્ય ‘ચર્પટપંજરિકા’ને નામે કે ‘મોહમુગર'ને નામે પણ ઓળખાય છે. ‘મોહમુગર’ એટલે કે મોહવિનાશક મુદ્ગર. મુદ્ગર એટલે હથોડો. આ સ્તોત્ર વિનાશક હથોડાની પેઠે મોહનો સંહાર કરે છે. કવિ કહે છે કે ‘કમલપત્ર પર પર રહેલા અતિતરલ પાણીના બુન્દ જેવું જીવન પણ અતિતરલ છે, તેથી રોગ અને અભિમાનથી ગ્રસ્ત શોકસંતપ્ત સમસ્ત લોકને તું જાણી લે.’ એને જાણવાની કવિ જણાવે છે તેમ બે કૂંચીઓ છે : એક તો બધામાં પોતાને જો (સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં) અને બધે ભેદભાવને ત્યજી દે. (સર્વગોત્રોત્સૃજ ભેદજ્ઞાનમ્) આ રીતે થયેલી જાણ એ જ જ્ઞાન છે; એ જ ગોવિન્દ છે. તેથી જ ‘ગોવિન્દને, માત્ર ગોવિન્દને ભજી લે.' આ સ્તોત્રમાં ગોવિન્દનો અર્થ ગોવિન્દ રહેતો નથી. ભેદભાવથી મુક્ત, બધે જ પોતાની જેમ જોવાવભરી દૃષ્ટિના અર્થમાં ગોવિન્દનો અર્થ પલટો જ છે. |
Latest revision as of 15:42, 15 June 2023
કોઈપણ યુગમાં કોઈપણ દેશમાં થઈ ગયેલા બાર મહાપુરુષોની ગણતરી કરવામાં આવે તો મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે આઠમી સદીમાં ભારતમાં થઈ ગયેલા જગદ્ગુરુ આદિ શંકરાચાર્યનું સ્થાન એમાં નિશ્ચિતપણે હોય, એ અંગે બેમત ન હોઈ શકે. આદિ શંકરાચાર્યનો એક મહત્ત્વનો તત્ત્વવિચાર છે કે જુદી જુદી ધર્મશ્રદ્ધા, જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા માનવસમાજો હોવાં છતાં દરેક મનુષ્ય વસુધા-કુટુંબનો સભ્ય છે. શંકરાચાર્યે અભેદસિદ્ધાન્ત આપ્યો છે. એ માત્ર હિન્દુઓનો નથી, માત્ર ભારતીયોનો નથી પણ સમસ્ત માનવજાતનો છે. શંકરાચાર્યનો અભેદવાદ કે અદ્વૈતવાદ આપણી આસપાસના સતત બદલાતા રહેતા જગતની પા૨, આપણા વ્યવહારના આભાસી જગતની પાર, એક બદલાયા વગરનું સ્થિર શાશ્વત સત્યનું જગત આપણને બતાવે છે અને ભારપૂર્વક સમજાવે છે કે જો આપણે માયાનો પડદો હટાવી દઈએ કે આવા જગતનું જ્ઞાન હાથવેંતમાં હોય છે. મને મોહથી પર થયા પછીનું આ જ્ઞાન આ આત્મજ્ઞાન સર્વ જીવ પ્રત્યે સમભાવ તરફ લઈ જનારો અનુભવ છે. એ જ શંકરાચાર્યને મન બ્રહ્માનુભવ છે, એ જ એમને મન મોક્ષ છે. શંકરાચાર્યના આ સમભાવયુક્ત તત્ત્વવિચારને જુદો પાડતા ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીના વિદ્વાન શ્રીનિવાસ રથે પશ્ચિમના તત્ત્વવિચારનો અમાનવીય અભિગમ ટાંક્યો છે તે જોવા જેવો છે. જર્મનીના જાણીતા તત્ત્વવિચારક કાન્ટે ફળનો કરંડિયો મંગાવેલો. જે વહાણમાં આ ફળનો કરંડિયો આવવાનો હતો એ વહાણ સમુદ્રતોફાનમાં સપડાય છે. છેવટે વહાણ કિનારે આવતાં આ સંદેશો પાઠવવામાં આવે છે કે વહાણ તોફાન અડાયેલું અને વહાણના માણસો એ માઠા દિવસોમાં ફળ ખાઈ ગયાં છે. આ સાંભળતા કાન્ટ કહે છે કે ‘નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરવા કરતાં વહાણના માણસોએ મરી જવું બહેતર હતું.' શંકરાચાર્યનો તત્ત્વવિચાર આવી ઠંડી ક્રૂર તટસ્થતાવાળો નથી, પણ અત્યંત હૂંફભર્યો માનવતાવાદી છે. આથી જ પ્રખર તત્ત્વવિચારક આદિ શંકરાચાર્ય ઉત્તમ પ્રકારના કવિ પણ છે. એમણે રચેલાં અનેક સ્તોત્રો પ્રખ્યાત છે. સ્તોત્રોમાં એમની સહજ અને આકર્ષક અભિવ્યક્તિ તેમજ છંદપ્રાસનો પ્રવાહી ઉપયોગ એમનાં સ્તોત્રોને સંસ્કૃત સાહિત્યમાં ઊંચા આસને મૂળમાં ય એમનું સ્તોત્રકાવ્ય ‘ભજ ગોવિન્દમ્’ ભારતભરમાં જાણીતું છે. ‘ભજ ગોવિન્દમ્’ સ્તોત્રકાવ્ય ‘ચર્પટપંજરિકા’ને નામે કે ‘મોહમુગર'ને નામે પણ ઓળખાય છે. ‘મોહમુગર’ એટલે કે મોહવિનાશક મુદ્ગર. મુદ્ગર એટલે હથોડો. આ સ્તોત્ર વિનાશક હથોડાની પેઠે મોહનો સંહાર કરે છે. કવિ કહે છે કે ‘કમલપત્ર પર પર રહેલા અતિતરલ પાણીના બુન્દ જેવું જીવન પણ અતિતરલ છે, તેથી રોગ અને અભિમાનથી ગ્રસ્ત શોકસંતપ્ત સમસ્ત લોકને તું જાણી લે.’ એને જાણવાની કવિ જણાવે છે તેમ બે કૂંચીઓ છે : એક તો બધામાં પોતાને જો (સર્વસ્મિન્નપિ પશ્યાત્માનં) અને બધે ભેદભાવને ત્યજી દે. (સર્વગોત્રોત્સૃજ ભેદજ્ઞાનમ્) આ રીતે થયેલી જાણ એ જ જ્ઞાન છે; એ જ ગોવિન્દ છે. તેથી જ ‘ગોવિન્દને, માત્ર ગોવિન્દને ભજી લે.' આ સ્તોત્રમાં ગોવિન્દનો અર્થ ગોવિન્દ રહેતો નથી. ભેદભાવથી મુક્ત, બધે જ પોતાની જેમ જોવાવભરી દૃષ્ટિના અર્થમાં ગોવિન્દનો અર્થ પલટો જ છે. આ સ્તોત્રના જન્મ વિશે એવી વાયકા છે કે શંકરાચાર્ય કાશીમાં હતા ત્યારે કાશીવિશ્વેશ્વરના મન્દિર પાસે અર્થ સમજ્યા વિના વ્યાકરણના સૂત્રો યંત્રવત્ ગોખી જતી કોઈ વ્યક્તિને જોઈ જાય છે. એમને થાય છે કે અર્થ જાણ્યા વગર વ્યાકરણના સૂત્રો રટતી વ્યક્તિની જેમ મનુષ્યો પણ જગતનો અર્થ સમજ્યા વિના વ્યર્થ જીવન જડવત્ જીવી જાય છે અને તેઓ ઉદ્દગારે છે કે ‘મૃત્યુ નજીક આવીને ઊભું હશે ત્યારે વ્યાકરણના આ પાઠો તને બચાવી નહીં શકે માટે હે મૂઢ, ગોવિન્દ ભજ' અહીં સ્તોત્રની શરૂઆતમાં બે વાર ‘ભજ ગોવિન્દમ્’ આવ્યા પછી ત્રીજીવાર શંકરાચાર્ય ‘ભજ ગોવિન્દમ્' ને બદલે ‘ગોવિન્દમ્ ભજ’ એમ પદોને ઊલટાવી ગોવિન્દ પર ભાર લાવી દે છે. આ ગોવિન્દ સિવાય ગંગાસાગરગમન કે વ્રત પરિપાલન બધું જ વ્યર્થ છે. ગોવિન્દને જાણવા માટે ‘હું કોણ છું?’ એ પહેલું જ્ઞાન થવું જોઈએ. ‘હું કોણ છું?'થી શરૂ થતા પ્રશ્નો પછી બીજા અનેક પ્રશ્નો નોતરશે. ‘હું ક્યાંથી આવ્યો છું?', 'મારી પત્ની કોણ છે?’ મારો પુત્ર કોણ છે?' – આ પ્રશ્નોની ઓળખ થાય એટલે સંસાર જુદી રીતે જોવાવાનો શરૂ થશે. પેટ ભરવા માટે લીધેલા વિવિધ વેશોની પછી ખબર પડવા માંડશે. જેમ ઉંમર થતા કામવિકાર રહેતો નથી, પાણી સુકાઈ જતાં તળાવ રહેતું નથી, ધન ચાલ્યું જતાં પરિવાર રહેતો નથી તેમ જ્ઞાન થતાં જગત પારના સત્ય જગતનો પરિચય થતાં સંસાર રહેતો નથી. આ સંસાર કેવો છે? ‘પુનરિપ જનનં પુનરિપ મરણં / પુનરિપ જનનીજઠરે શયનમ્ / ઈહ સંસારે ખલુ દુસ્તારે / કૃપયાઅપારે પાહિ મુરારે / ફરી જન્મ, ફરી મૃત્યુ, ફરી માની કૂખે જન્મ અને એમ સંસારમાંથી ઊગરી ન શકાય એવો માયાનો સ્વભાવ છે. આ માયા કેવી છે? ‘અંગં ગલિત પલિતં મુંડમ્ / દશનવિહીનં જાતં તુંડમ્ / વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ્ / તદપિ ન મુંચત્યાશાપિંડમ્ /’ અંગો ગળાઈ ગયાં હોય, માથે પળિયા આવેલા હોય, દાંતવગરનું મોઢું થઈ ગયું હોય, વૃદ્ધ થયા હોય, હાથમાં લાકડી ઝાલી હોય તો પણ આશાને છોડતા નથી. કામ, ક્રોધ, મોહ, તૃષ્ણા સહિતની આ માયાનું જો છેદન કરી શકાય તો પછી (યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તં નન્દ નન્દત્યેવ') ગોવિન્દમાં, બ્રહ્મમાં રમમાણ થતાં થતાં અને પછી આનન્દ આનન્દ અને આનન્દ જ રહે છે. ચાર માત્રાના એકમમાં તાલબદ્ધ રીતે સંગીત ઊભો કરતો ચાર ચરણનાં શ્લોકનો ચરણાકુળ છંદનો લય મોહ પમાડે એવો છે. પહેલી અને બીજી પંક્તિનો મળતો પ્રાસ અને ત્રીજી ચોથી પંક્તિનો મળતો પ્રાસ દરેક શ્લોકમાં આપણને એકદમ જકડી લે છે. કાવ્યમાં કવિએ આમ તો આજ્ઞાઓ જ કરી છે. એ આજ્ઞાઓ બીજાઓ માટે છે, પણ કવિને પોતાને માટે પણ હોય એવી એક ભ્રમણા ઊભી થાય છે અને તેથી આપણે કવિ સાથે સમભાવપૂર્વક જોડાઈ જઈએ છીએ. તેથી જ કદાચ અહીં સીધો ઉપદેશ અને આજ્ઞા હોવા છતાં એ રોચક હાર્દનાં બનીને આવ્યાં છે અને એ જ તો આ સ્તોત્રની ભારતભરની એની ખ્યાતિનું રહસ્ય છે.