હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> |
Revision as of 09:14, 29 June 2024
ભારે થયેલાં શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ તણખલાઓ ચાવીએ.
ખળખળ વહી જતી પળો કાલે ન પણ મળે
થઈએ ભીના ફરીથી ફરીથી સૂકાઈયે.
ઊગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં
મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ.
વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠાં કરી દૃશ્યો તરાવીએ.
આંગળીઓ એકમેકની ગણીએ ધીમે ધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ.