હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/એ સકળ કથા ય જીવનની છે અને અણકથી બધી વાત પણ: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
જે વહે નહીં એ વહન છે એ જે છીપે નહીં એ તરસ છું હું | જે વહે નહીં એ વહન છે એ જે છીપે નહીં એ તરસ છું હું | ||
એ અભયનું દાન છે શિર ઉપર અને શિર ઉપર છે એ ઘાત પણ | એ અભયનું દાન છે શિર ઉપર અને શિર ઉપર છે એ ઘાત પણ | ||
'''છંદવિધાન''' | |||
લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 08:15, 7 July 2024
એ સકળ કથા ય જીવનની છે અને અણકથી બધી વાત પણ
એ નિખાર મેઘધનુનો પણ એ હવાના રંગની ભાત પણ
હું ય આગિયાની ઝબક વિશે હું ય ઓસબુંદમાં ઝગમગું
ઢળે એની આંખમાં રાત પણ લસે એની આંખે પ્રભાત પણ
એ તો ભરતીઓટમાં હલચલે અને સ્થિર મોતીની છીપમાં
એ ઝળાંઝળાં છે લહર લહર એ ચમક દમક છે અજાત પણ
વળી પથ્થરોમાં એ ઝાંખરે વળી પળ કૂંપળમાં એ વાયરે
એ બીડેલી આંખમાં મૌન છે એ ઊઘડતા હોઠમાં વાત પણ
જે વહે નહીં એ વહન છે એ જે છીપે નહીં એ તરસ છું હું
એ અભયનું દાન છે શિર ઉપર અને શિર ઉપર છે એ ઘાત પણ
છંદવિધાન
લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા