બાળ કાવ્ય સંપદા/હોળી આવી રે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 27: | Line 27: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સાગરને ખોળે | |previous = સાગરને ખોળે | ||
|next = | |next = સંતાકૂકડી | ||
}} | }} | ||
Latest revision as of 07:25, 12 July 2025
હોળી આવી રે
લેખક : માલિની શાસ્ત્રી
(1935)
હોળી આવી રે આવી રે હોળી આવી રે.
હોળી લાવી રે લાવી રે હોળી લાવી રે.
શું શું લાવી રે લાવી રે હોળી લાવી રે ?
આંબાડાળે મહોર લાવી,
કોયલનો કલશોર લાવી,
રંગબેરંગી ફૂલડાં લાવી રે... હોળી.
કેસૂડાંનો રંગ લાવી,
તનમનનો ઉમંગ લાવી,
જંગલમાં એ મંગલ લાવી રે.. હોળી.
પતંગિયાંનાં ટોળાં લાવી,
ભમરાનાં એ ગુંજન લાવી,
ઉત્સવનો આનંદ લાવી રે. હોળી.
પિચકારી રંગમાં બોળી,
રંગી ઘેરૈયાની ટોળી,
મસ્તીથી રંગમાં રોળી.
એવી ખેલી અમે રંગહોળી.