અનુષંગ/મધ્યકાલીન ગુજરાતી પ્રેમલક્ષણાભક્તિની કવિતાધારા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 44: Line 44:
મીરાંની ભક્તિભાવના આ ગાળામાં જ નહીં પણ પ્રેમલક્ષણાભક્તિની આખીયે પરંપરામાં કંઈક જુદી તરી આવે છે. કૃષ્ણ-ગોપીના અનેકવિધ ભાવોની, ‘ભાગવત’ને અનુસરતી કવિતા મીરાંએ બહુ કરી નથી જણાતી. “નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે” જેવા કૃતક રિસામણાના ભાવને કે “કાના, તારી મોરલીમાં ભરી મોણવેલ, ઘડીક વિલંબો તો ભરી લઉં હેલ” એવી ગોપીની મોરલીમુગ્ધતાને વાચા આપતાં કેટલાંક, વિશેષ કરીને ગુજરાતી, પદો મળે છે, પણ એમાં મીરાંનું કર્તૃત્વ કેટલું હશે એ પ્રશ્ન રહેવાનો. છતાં આવી કેટલીક કવિતા બાદ કરતાં મીરાંએ પોતાનો સીધો અવાજ પ્રગટ કર્યો છે. એણે કંઈ ભામિનીમાં ભળવાનું નથી, એ ભામિની જ છે. પોતાની જાતને એ ગોપીનો અવતાર જ કલ્પે છે – “પૂર્વજન્મની હું વ્રજતણી ગોપી ચૂક થતાં અહીં આવી.” મીરાંની કવિતા પ્રિયતમ સાથેની ગુજગોષ્ઠિ છે – સાહજિક અને અંગત. આ અંગતતાને કારણે એમાં અસાધારણ સચ્ચાઈ અને તીવ્રતા પ્રતીત થાય છે.  

મીરાંની કવિતામાં ભાવવૈવિધ્યનો જે અભાવ છે તે તરફ મુનશીદંપતીએ ધ્યાન દોર્યું છે.૭ એ સાચું છે કે મીરાંના ભક્તિશૃંગારમાં પરંપરામાં જોવા મળતા રિસામણાં-મનામણાંના, લાડકોડના, મસ્તીમજાકના અસંખ્ય ભાવો જોવા મળતા નથી. ક્યારેક મીરાં કૃષ્ણની ઉપેક્ષાથી હારી-થાકી એવું કહી નાખે છે કે –  

જો મેં એસી જાનતી, પ્રીતિ કિયાં દુઃખ હોય.
{{Poem2Close}}
નગર ઢંઢેરા ફેરતી રે, પ્રીતિ કરો મત કોય.
{{Block center|<poem>જો મેં એસી જાનતી, પ્રીતિ કિયાં દુઃખ હોય.
નગર ઢંઢેરા ફેરતી રે, પ્રીતિ કરો મત કોય.</poem>}}
{{Poem2Open}}
પણ કટાક્ષનો, ફરિયાદનો, અફસોસનો આ સૂર પ્રાસંગિક છે, ક્ષણિક છે, કદાચ હૃદયની વેદનાને વાચા આપવાની એક રીત છે. ખરેખર મીરાં રિસાઈ શકે તેમ નથી, સંબંધ તોડી શકે તેમ નથી, કેમકે એ જાણે છે : “રાજા રૂઠ્યા, નગરી ત્યાગાં, હરિ રૂઠે કઠે જાણાં?” તેથી જ મીરાં પુકારી ઊઠે છે – “જો તુમ તોડો, પિયા! મેં નાહીં તોડું.”

મીરાં ઈશ્વરને કોઈ નામરૂપધારી વ્યક્તિ તરીકે નહીં, દિવ્યતત્ત્વ અને મહત્તત્ત્વ તરીકે જુએ છે. એનું શાસન સઘળે છે, એની સેજ ગગનમંડળ પર છે. એ એકમાત્ર આશ્રય છે; પોતે છે કેવળ આશ્રિત – “તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા.” મીરાં પ્રિયતમની સ્વામિની નથી, વલ્લભા નથી, સખી પણ નથી, પણ દાસી છે : “તુમ મેરે ઠાકુર, મેં તેરી દાસી.” મીરાંએ પ્રિયતમને જે રીતે જોયા છે અને એની સાથે જે જાતનો સંબંધ કલ્પ્યો છે. એમાં એ રિસામણાં-મનામણાં લાડ-કોડના ભાવોને સ્થાન ક્યાંથી હોય? એમાં તો એકનિષ્ઠ, એકાંતિક ભક્તિ જ હોય, પરવશતાની ઘેરી લાગણી હોય, જન્મોજન્મની પ્રતીક્ષા હોય, વિરહની વ્યાકુળતા હોય, લોકલાજનો ત્યાગ હોય, સંકટો વેઠવાની તૈયારી હોય, ઈશ્વરચરણે સર્વસમર્પણ કરવાની ભાવના હોય. આ બધું તો મીરાંની કવિતામાં વારંવાર અને હૃદયવેધક રીતે વ્યક્ત થયેલું છે. એટલે શૃંગારના માનવીય ભાવો છોડીને પણ મીરાંએ પોતાના પ્રેમભક્તિના ભાવને અનેક સહચારી ભાવો સાથે ગૂંથીને ગાયો છે એમાં શંકા નથી.

19,010

edits