19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 78: | Line 78: | ||
રૂપાળો રતને જડ્યો, કાજુ શોભે કમર કટાર; | રૂપાળો રતને જડ્યો, કાજુ શોભે કમર કટાર; | ||
ગુણિયલ ગજમોતીતણો રાજે હૈડા ઉપર હાર. આવો.</poem>}} | ગુણિયલ ગજમોતીતણો રાજે હૈડા ઉપર હાર. આવો.</poem>}} | ||
{{Poem2Open}} | |||
તો મુક્તાનંદ સહજાનંદ સ્વામીને શૃંગારનું આલંબન બનાવી વિશિષ્ટ ભાત પાડે છે. | તો મુક્તાનંદ સહજાનંદ સ્વામીને શૃંગારનું આલંબન બનાવી વિશિષ્ટ ભાત પાડે છે. | ||
ભાણ, મોરાર, રવિ, જીવણ વગેરે કબીરપંથી સંતો પ્રધાનપણે રહસ્યવાદી યોગમાર્ગના ઉપાસક; પણ શૃંગારભક્તિના રંગ વિના એમનેયે ચાલ્યું નથી. જીવણદાસ તો પોતાને ‘દાસી જીવણ’ તરીકે ઓળખાવે છે અને “ફરું છું હું તો ઘેલીતૂર, બાઈયું મુને સામળિયે કરી છે ચકચૂર”, “પરઘેર પાણીડાં નહીં ભરે રે પાદશાહ કેરી હુરમ” એમ ‘સાહેબ’ કે ‘ધણી’ના અનન્ય પ્રેમસંબંધનો કેફ અનુભવે છે. અલબત્ત, અહીં પણ એકંદરે જોતાં આ શૃંગારભાવની રૂપકાત્મકતા અછતી રહેતી નથી. | ભાણ, મોરાર, રવિ, જીવણ વગેરે કબીરપંથી સંતો પ્રધાનપણે રહસ્યવાદી યોગમાર્ગના ઉપાસક; પણ શૃંગારભક્તિના રંગ વિના એમનેયે ચાલ્યું નથી. જીવણદાસ તો પોતાને ‘દાસી જીવણ’ તરીકે ઓળખાવે છે અને “ફરું છું હું તો ઘેલીતૂર, બાઈયું મુને સામળિયે કરી છે ચકચૂર”, “પરઘેર પાણીડાં નહીં ભરે રે પાદશાહ કેરી હુરમ” એમ ‘સાહેબ’ કે ‘ધણી’ના અનન્ય પ્રેમસંબંધનો કેફ અનુભવે છે. અલબત્ત, અહીં પણ એકંદરે જોતાં આ શૃંગારભાવની રૂપકાત્મકતા અછતી રહેતી નથી. | ||
રાજે, રત્નો, રણછોડ, રામકૃષ્ણ, થોભણ, રઘુનાથ, શાંતિદાસ, મીઠો ઢાઢી, દયારામ વગેરે આ ગાળાના કેવળ પ્રેમલક્ષણાભક્તિમાર્ગના કવિ છે. તેમાંથી રત્નાના ‘મહિના’ એક ખાસ નોંધપાત્ર કૃતિ છે. અનેક લાક્ષણિક ચિત્રકલ્પનોથી ઋતુની તાદૃશ છબી ઉઠાવવી અને શૃંગારને પણ કોમળમધુર ચિત્રકલ્પનોથી મૂર્ત કરવો એ રત્નાની આગવી કળા છે. આ ચિત્રાત્મકતાથી એની કૃતિ મધ્યકાળનાં સઘળાં બારમાસી કાવ્યોમાં જુદી તરી આવે છે : | રાજે, રત્નો, રણછોડ, રામકૃષ્ણ, થોભણ, રઘુનાથ, શાંતિદાસ, મીઠો ઢાઢી, દયારામ વગેરે આ ગાળાના કેવળ પ્રેમલક્ષણાભક્તિમાર્ગના કવિ છે. તેમાંથી રત્નાના ‘મહિના’ એક ખાસ નોંધપાત્ર કૃતિ છે. અનેક લાક્ષણિક ચિત્રકલ્પનોથી ઋતુની તાદૃશ છબી ઉઠાવવી અને શૃંગારને પણ કોમળમધુર ચિત્રકલ્પનોથી મૂર્ત કરવો એ રત્નાની આગવી કળા છે. આ ચિત્રાત્મકતાથી એની કૃતિ મધ્યકાળનાં સઘળાં બારમાસી કાવ્યોમાં જુદી તરી આવે છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
* કારતક રસની કુંપળી, નયણામાં ઝળકાય, | * કારતક રસની કુંપળી, નયણામાં ઝળકાય, | ||
અંગ સમારે રાધિકા, મનમથ રહ્યો લોભાય. | અંગ સમારે રાધિકા, મનમથ રહ્યો લોભાય. | ||
| Line 88: | Line 89: | ||
પંખીડે માળા રે ઘાલિયા જ્યાંત્યાં ભરિયાં રે નીર. | પંખીડે માળા રે ઘાલિયા જ્યાંત્યાં ભરિયાં રે નીર. | ||
જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન; | જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન; | ||
રત્નાના સ્વામી રે શામળા, આવો જગના જીવન. | રત્નાના સ્વામી રે શામળા, આવો જગના જીવન.</poem>}} | ||
પ્રીતમ, રાજે અને મુક્તાનંદની કવિતા તો, એમાંની ભાવભાષાભંગિ જોતાં, દયારામની પૂર્વતૈયારી જેવી લાગે. પ્રેમસખી પ્રેમાનંદ તો દયારામના સમકાલીન છે, પણ એમની કવિતામાંયે દયારામ સાથે કંઈક મળતાપણું છે. પ્રીતમની લલિતમધુર ભાષા અને ભાવવળાંકની રીતિ, રાજેનાં પદોની ભાવ-એકાગ્રતા, મુક્તાનંદની સરલ ભાવમયતા અને પ્રેમાનંદની તલસાટભરી, આર્જવભરી પ્રેમભક્તિ આ બધાંનો સંયોગ આપણને દયારામમાં જોવા મળે છે. | {{Poem2Open}} | ||
૯ | પ્રીતમ, રાજે અને મુક્તાનંદની કવિતા તો, એમાંની ભાવભાષાભંગિ જોતાં, દયારામની પૂર્વતૈયારી જેવી લાગે. પ્રેમસખી પ્રેમાનંદ તો દયારામના સમકાલીન છે, પણ એમની કવિતામાંયે દયારામ સાથે કંઈક મળતાપણું છે. પ્રીતમની લલિતમધુર ભાષા અને ભાવવળાંકની રીતિ, રાજેનાં પદોની ભાવ-એકાગ્રતા, મુક્તાનંદની સરલ ભાવમયતા અને પ્રેમાનંદની તલસાટભરી, આર્જવભરી પ્રેમભક્તિ આ બધાંનો સંયોગ આપણને દયારામમાં જોવા મળે છે. | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>૯</poem>}} | |||
{{Poem2Open}} | |||
દયારામની ભક્તિશૃંગારની કવિતા, એમ કહી શકાય કે, છેક નરસિંહથી ચાલી આવતી પરંપરાના પરિપાક રૂપે આવે છે. દયારામને પરંપરામાંથી ભાવ, ભાષા, લયઢાળ અને કાવ્યરૂપોનો સમૃદ્ધ વારસો મળ્યો છે અને એણે એ ઉત્તમ રીતે દીપાવ્યો છે.૯ દયારામ અનન્યપણે ભક્તિશૃંગારનો કવિ છે કેમકે એણે “એક વર્યો ગોપીજનવલ્લભ, નહીં સ્વામી બીજો” એમ એકમાત્ર કૃષ્ણનો આશ્રય જ લીધો છે, જ્ઞાનસાધનનો આત્યંતિક તિરસ્કાર કર્યો છે; અને જ્યારે નરસિંહની દૃષ્ટિ કંડિયામાં સમાયેલા કેશવાને સ્થાવર-જંગમ વિશ્વમાં વ્યાપી રહેલો જોવા સુધી પહોંચે છે, મીરાં પિયાની સેજને ગગનમંડલ પર બિછાયેલી વર્ણવે છે ત્યારે દયારામ સગુણ સાકાર કે નામરૂપધારી ઈશ્વરના સાક્ષાત્ દર્શનમિલનનો જ રસ વ્યક્ત કરે છે : | દયારામની ભક્તિશૃંગારની કવિતા, એમ કહી શકાય કે, છેક નરસિંહથી ચાલી આવતી પરંપરાના પરિપાક રૂપે આવે છે. દયારામને પરંપરામાંથી ભાવ, ભાષા, લયઢાળ અને કાવ્યરૂપોનો સમૃદ્ધ વારસો મળ્યો છે અને એણે એ ઉત્તમ રીતે દીપાવ્યો છે.૯ દયારામ અનન્યપણે ભક્તિશૃંગારનો કવિ છે કેમકે એણે “એક વર્યો ગોપીજનવલ્લભ, નહીં સ્વામી બીજો” એમ એકમાત્ર કૃષ્ણનો આશ્રય જ લીધો છે, જ્ઞાનસાધનનો આત્યંતિક તિરસ્કાર કર્યો છે; અને જ્યારે નરસિંહની દૃષ્ટિ કંડિયામાં સમાયેલા કેશવાને સ્થાવર-જંગમ વિશ્વમાં વ્યાપી રહેલો જોવા સુધી પહોંચે છે, મીરાં પિયાની સેજને ગગનમંડલ પર બિછાયેલી વર્ણવે છે ત્યારે દયારામ સગુણ સાકાર કે નામરૂપધારી ઈશ્વરના સાક્ષાત્ દર્શનમિલનનો જ રસ વ્યક્ત કરે છે : | ||
* પ્રસૂતાની પીડા રે વંધ્યા તે શું જાણે? | {{Poem2Close}} | ||
{{Block center|<poem>* પ્રસૂતાની પીડા રે વંધ્યા તે શું જાણે? | |||
જાણ્યું કેમ આવે રે, માણ્યાને પરમાણે? | જાણ્યું કેમ આવે રે, માણ્યાને પરમાણે? | ||
* તમારા હરિ સઘળે રે, અમારા તો એક સ્થળે, | * તમારા હરિ સઘળે રે, અમારા તો એક સ્થળે, | ||
તમો રીઝો ચાંદરણે રે, અમો રીઝું ચંદ્ર મળ્યે. | તમો રીઝો ચાંદરણે રે, અમો રીઝું ચંદ્ર મળ્યે.</poem>}} | ||
{{Poem2Open}} | |||
એટલે કે પુષ્ટિમાર્ગના ચીલામાં દયારામની પ્રેમભક્તિની કવિતા વહે છે. એ નોંધપાત્ર છે કે ભક્તિની આવી સાંપ્રદાયિકતા મધ્યકાળના આપણા બીજા કોઈ મોટા કવિમાં જોવા મળતી નથી. | એટલે કે પુષ્ટિમાર્ગના ચીલામાં દયારામની પ્રેમભક્તિની કવિતા વહે છે. એ નોંધપાત્ર છે કે ભક્તિની આવી સાંપ્રદાયિકતા મધ્યકાળના આપણા બીજા કોઈ મોટા કવિમાં જોવા મળતી નથી. | ||
દયારામે ભગવાનને એક માનવ-અવતાર રૂપે જ જોયા, તેથી એના ભક્તિશૃંગારમાં વધુમાં વધુ માનવીયતા આવી છે. અહીં માત્ર કૃષ્ણનાં વરણાગીરૂપ અને હાવભાવવાણીનું ગોપીને થતું અપ્રતિરોધ્ય કામણ, કે ગોપીની પ્રેમની પીડા, પરવશતા અને વિરહવ્યાકુળતા જ નથી, પરંતુ માનિનીની માનવૃત્તિ છે, કૃતક રોષ, રીસ, તિરસ્કાર અને ઈર્ષ્યાના ભાવો છે અને એની પછવાડેથી અંતે ઊછળી આવતી ખરેખરી સ્નેહ અને સમર્પણની વૃત્તિ છે : | દયારામે ભગવાનને એક માનવ-અવતાર રૂપે જ જોયા, તેથી એના ભક્તિશૃંગારમાં વધુમાં વધુ માનવીયતા આવી છે. અહીં માત્ર કૃષ્ણનાં વરણાગીરૂપ અને હાવભાવવાણીનું ગોપીને થતું અપ્રતિરોધ્ય કામણ, કે ગોપીની પ્રેમની પીડા, પરવશતા અને વિરહવ્યાકુળતા જ નથી, પરંતુ માનિનીની માનવૃત્તિ છે, કૃતક રોષ, રીસ, તિરસ્કાર અને ઈર્ષ્યાના ભાવો છે અને એની પછવાડેથી અંતે ઊછળી આવતી ખરેખરી સ્નેહ અને સમર્પણની વૃત્તિ છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
શ્યામ રંગ સમીપે ન જાવું, | શ્યામ રંગ સમીપે ન જાવું, | ||
મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાવું. | |||
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું. મારે. | જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું. મારે. | ||
...દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે | ...દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે | ||
‘પલક ના નિભાવું’. મારે.</poem>}} | |||
{{Poem2Open}} | |||
“આઠ કુવા ને નવ વાવડી” તેમજ દાણલીલાના પ્રસંગે દેખાતો મીઠો પ્રણયકલહ છે, નાયકનાયિકાનાં દક્ષતા, વિદગ્ધતા અને રસિકચાતુર્ય છે : | “આઠ કુવા ને નવ વાવડી” તેમજ દાણલીલાના પ્રસંગે દેખાતો મીઠો પ્રણયકલહ છે, નાયકનાયિકાનાં દક્ષતા, વિદગ્ધતા અને રસિકચાતુર્ય છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
તું મુજ અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહીં થાઉં ગોરો? | તું મુજ અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહીં થાઉં ગોરો? | ||
ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો. | ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો. | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
કૃષ્ણનાં મસ્તીભર્યાં અડપલાં છે : | કૃષ્ણનાં મસ્તીભર્યાં અડપલાં છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
સખી, આ જોની, લાલ ગુલાલે મારી આંખ ભરી! | |||
આંખ ભરી મેં નવ જોવાયું ત્યાં રહી હું ડરીને; | આંખ ભરી મેં નવ જોવાયું ત્યાં રહી હું ડરીને; | ||
મનમાન્યું તે કીધું એણે, વળગ્યા ઝૂમી કરીને. | મનમાન્યું તે કીધું એણે, વળગ્યા ઝૂમી કરીને.</poem>}} | ||
{{Poem2Open}} | |||
ગોપીની પ્રગલ્ભ વિલાસવૃત્તિ છે – “આવો મારે ઘેર માણવાજોબનતૂરીને પલાણવા” તેમ કામીજનોની કપટકળા છે – “પ્રભાતે જોતાં કોઈ પૂછશે તો કહીશું તેડ્યા’તા વલોણું તાણવા.” પ્રણયના અનેકવિધ ભાવો જે વિવિધ તર્કો-તરંગોથી અહીં આલેખાયા છે તે દયારામની માનવવ્યવહારની પકડ અને નારીહૃદયની ઊંડી સમજ બતાવે છે. આથી દયારામનો ભક્તિશૃંગાર આપણને વિશેષપણે લૌકિક લાગે છે – મીરાંના જેવી ભક્તિભાવની અલૌકિકતા, દિવ્યતા ગહનતા પ્રતીત થતી નથી – પણ એ વધારે આત્મીય, સ્પર્શક્ષમ અને મનમોહક પણ નીવડે છે | ગોપીની પ્રગલ્ભ વિલાસવૃત્તિ છે – “આવો મારે ઘેર માણવાજોબનતૂરીને પલાણવા” તેમ કામીજનોની કપટકળા છે – “પ્રભાતે જોતાં કોઈ પૂછશે તો કહીશું તેડ્યા’તા વલોણું તાણવા.” પ્રણયના અનેકવિધ ભાવો જે વિવિધ તર્કો-તરંગોથી અહીં આલેખાયા છે તે દયારામની માનવવ્યવહારની પકડ અને નારીહૃદયની ઊંડી સમજ બતાવે છે. આથી દયારામનો ભક્તિશૃંગાર આપણને વિશેષપણે લૌકિક લાગે છે – મીરાંના જેવી ભક્તિભાવની અલૌકિકતા, દિવ્યતા ગહનતા પ્રતીત થતી નથી – પણ એ વધારે આત્મીય, સ્પર્શક્ષમ અને મનમોહક પણ નીવડે છે | ||
દયારામની ગરબીઓ બહુધા ગોપીના ઉદ્ગાર રૂપે, ક્વચિત્ કૃષ્ણગોપીના સંવાદ રૂપે લખાયેલી છે. ગોપીના ઉદ્ગારો પણ બહુધા સખીને, કેટલીક વાર કૃષ્ણને તો ક્યારેક વાંસળીને અને મધુકરને સંબોધીને થયેલા છે. એટલે એનો ઘાટ નાટ્યાત્મક ઊર્મિકાવ્યનો છે. અને દયારામ માત્ર ભક્ત નથી, કવિ-કલાકાર છે. એણે ચિત્રકલ્પનો કરતાં વિશેષ ભાષાના તળપદા મરોડો પાસેથી કામ લીધું છે. એમાં બૈરક બોલીના પ્રયોગો ધ્યાન ખેંચે એવા છે. એથી ઉદ્ગારોનો સાચો રણકો એની કવિતામાંથી ઊઠે છે. ઉપરાંત એણે શબ્દોને લડાવ્યા છે અને અનાયાસ નાદસૌંદર્ય સિદ્ધ કર્યું છે. છે. અનેક મધુર લયઢાળો પ્રયોજ્યા છે. એથી એની કવિતાની શ્રૃતિગોચરતા અનન્ય બની રહે છે. ભાવનું એકસૂત્ર સંઘટન પોતાની કૃતિઓમાં એ કરી બતાવે છે અને ભાવપલટાની ચમત્કારક પ્રયુક્તિઓ યોજી રસિક કલાવિધાન પણ કરે છે. આ રીતે દયારામની ભક્તિશૃંગારની કવિતા નાટ્યાત્મક ઊર્મિકાવ્યના અત્યંત કલામય નમૂના બની રહે છે. | દયારામની ગરબીઓ બહુધા ગોપીના ઉદ્ગાર રૂપે, ક્વચિત્ કૃષ્ણગોપીના સંવાદ રૂપે લખાયેલી છે. ગોપીના ઉદ્ગારો પણ બહુધા સખીને, કેટલીક વાર કૃષ્ણને તો ક્યારેક વાંસળીને અને મધુકરને સંબોધીને થયેલા છે. એટલે એનો ઘાટ નાટ્યાત્મક ઊર્મિકાવ્યનો છે. અને દયારામ માત્ર ભક્ત નથી, કવિ-કલાકાર છે. એણે ચિત્રકલ્પનો કરતાં વિશેષ ભાષાના તળપદા મરોડો પાસેથી કામ લીધું છે. એમાં બૈરક બોલીના પ્રયોગો ધ્યાન ખેંચે એવા છે. એથી ઉદ્ગારોનો સાચો રણકો એની કવિતામાંથી ઊઠે છે. ઉપરાંત એણે શબ્દોને લડાવ્યા છે અને અનાયાસ નાદસૌંદર્ય સિદ્ધ કર્યું છે. છે. અનેક મધુર લયઢાળો પ્રયોજ્યા છે. એથી એની કવિતાની શ્રૃતિગોચરતા અનન્ય બની રહે છે. ભાવનું એકસૂત્ર સંઘટન પોતાની કૃતિઓમાં એ કરી બતાવે છે અને ભાવપલટાની ચમત્કારક પ્રયુક્તિઓ યોજી રસિક કલાવિધાન પણ કરે છે. આ રીતે દયારામની ભક્તિશૃંગારની કવિતા નાટ્યાત્મક ઊર્મિકાવ્યના અત્યંત કલામય નમૂના બની રહે છે. | ||
૧૦ | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''૧૦ ''' </poem>}} | |||
{{Poem2Open}} | |||
દયારામના ભક્તિશૃંગારમાં માનવભાવનું તત્ત્વ એટલું પ્રબળ છે કે એણે (અને કંઈક અંશે દયારામના જીવનની કેટલીક માહિતીએ) મુનશીને એવું માનવા પ્રેર્યા કે દયારામ ભક્ત નહોતો પણ પ્રણયી હતો.૧૦ દયારામના જીવનની રતનબાઈ સાથેના સંબંધ જેવી કોઈ હકીકત એનામાં માનવપ્રેમ હતો એની ખાતરી કરાવતી હોય અને દયારામની કેટલીક કવિતા પ્રચ્છન્નપણે એના માનવપ્રેમની ચાડી ખાતી આપણને લાગતી હોય તોયે દયારામના જીવનસમગ્રની દિશા, એનું સમગ્ર સાહિત્યસર્જન અને કેટલાંયે પદોમાં એણે વ્યક્ત કરેલાં ભક્તનાં આર્જવ, દૈન્ય, વૈરાગ્યના હૃદયસ્પર્શી ભાવો એને ભક્તપદે સ્થાપવા પર્યાપ્ત નીવડે એમ છે. | દયારામના ભક્તિશૃંગારમાં માનવભાવનું તત્ત્વ એટલું પ્રબળ છે કે એણે (અને કંઈક અંશે દયારામના જીવનની કેટલીક માહિતીએ) મુનશીને એવું માનવા પ્રેર્યા કે દયારામ ભક્ત નહોતો પણ પ્રણયી હતો.૧૦ દયારામના જીવનની રતનબાઈ સાથેના સંબંધ જેવી કોઈ હકીકત એનામાં માનવપ્રેમ હતો એની ખાતરી કરાવતી હોય અને દયારામની કેટલીક કવિતા પ્રચ્છન્નપણે એના માનવપ્રેમની ચાડી ખાતી આપણને લાગતી હોય તોયે દયારામના જીવનસમગ્રની દિશા, એનું સમગ્ર સાહિત્યસર્જન અને કેટલાંયે પદોમાં એણે વ્યક્ત કરેલાં ભક્તનાં આર્જવ, દૈન્ય, વૈરાગ્યના હૃદયસ્પર્શી ભાવો એને ભક્તપદે સ્થાપવા પર્યાપ્ત નીવડે એમ છે. | ||
પણ ખરો પ્રશ્ન ભક્તિશૃંગારની આ આખીયે કવિતાપરંપરાનો છે. આજનું માનસશાસ્ત્ર એને કઈ રીતે જોશે? એ માનવપ્રેમનું આવરણ, રૂપાંતર કે ઊર્ધ્વીકરણ છે? કે ઈશ્વર પ્રત્યેની વૃત્તિમાં શૃંગારસંબંધનું આરોપણ છે? આ એક જટિલ માનસશાસ્ત્રીય કોયડો છે. એનો ઉકેલ જુદાજુદા સંદર્ભમાં કદાચ થોડો જુદોજુદો પણ આવે. માનવપ્રેમની વૃત્તિએ બળ કર્યું હોય એવાં સ્થાનો પણ સમગ્ર કવિતાધારામાં મળવાનાં. પણ જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ, વૈરાગ્યમાર્ગના સાધુસંતોએ પણ શૃંગારની નિરૂપણપદ્ધતિનો આશ્રય લીધો છે તે બતાવે છે કે ઈશ્વર સાથેના સંબંધને ઉત્કટપણે અનુભવવો એ એનું મોટું અને મહત્ત્વનું પ્રયોજન છે. ભક્તિશૃંગારને રૂપે, આ રીતે, મધ્યકાળમાં આપણને ઉત્કટ ગહન ઈશ્વરભાવની કવિતા મળી અને ઊર્મિકવિતાનો એક મનોરમ પ્રવાહ વહ્યો. ભક્તિશૃંગારનું કે પ્રેમલક્ષણાભક્તિનું આ કંઈ ઓછું પ્રદાન નથી. | પણ ખરો પ્રશ્ન ભક્તિશૃંગારની આ આખીયે કવિતાપરંપરાનો છે. આજનું માનસશાસ્ત્ર એને કઈ રીતે જોશે? એ માનવપ્રેમનું આવરણ, રૂપાંતર કે ઊર્ધ્વીકરણ છે? કે ઈશ્વર પ્રત્યેની વૃત્તિમાં શૃંગારસંબંધનું આરોપણ છે? આ એક જટિલ માનસશાસ્ત્રીય કોયડો છે. એનો ઉકેલ જુદાજુદા સંદર્ભમાં કદાચ થોડો જુદોજુદો પણ આવે. માનવપ્રેમની વૃત્તિએ બળ કર્યું હોય એવાં સ્થાનો પણ સમગ્ર કવિતાધારામાં મળવાનાં. પણ જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ, વૈરાગ્યમાર્ગના સાધુસંતોએ પણ શૃંગારની નિરૂપણપદ્ધતિનો આશ્રય લીધો છે તે બતાવે છે કે ઈશ્વર સાથેના સંબંધને ઉત્કટપણે અનુભવવો એ એનું મોટું અને મહત્ત્વનું પ્રયોજન છે. ભક્તિશૃંગારને રૂપે, આ રીતે, મધ્યકાળમાં આપણને ઉત્કટ ગહન ઈશ્વરભાવની કવિતા મળી અને ઊર્મિકવિતાનો એક મનોરમ પ્રવાહ વહ્યો. ભક્તિશૃંગારનું કે પ્રેમલક્ષણાભક્તિનું આ કંઈ ઓછું પ્રદાન નથી. | ||
પાદટીપ : | '''પાદટીપ :''' | ||
૧. ‘સા ત્વસ્મિન્ પરમપ્રેમરૂપા |’ (નારદ); ‘સા પરાનુરક્તિરીશ્વરે |’ (શાંડિલ્ય). | ૧. ‘સા ત્વસ્મિન્ પરમપ્રેમરૂપા |’ (નારદ); ‘સા પરાનુરક્તિરીશ્વરે |’ (શાંડિલ્ય). | ||
૨. ‘કાવ્યતત્ત્વવિચાર’, (આનંદશંકર ધ્રુવ) પૃ. ૨૫૮-૫૯ પર ઉદ્ધૃત. | ૨. ‘કાવ્યતત્ત્વવિચાર’, (આનંદશંકર ધ્રુવ) પૃ. ૨૫૮-૫૯ પર ઉદ્ધૃત. | ||
| Line 131: | Line 149: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = અભ્યાસલેખો | |||
|next = મુનશી અને મધ્યકાલીન સાહિત્ય | |||
}} | |||
edits