દક્ષિણાયન/મૈસૂરની નગરીઓ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મૈસૂરની નગરીઓ}} {{Poem2Open}} ચન્નરાયપટણાથી બેંગલોર સુધીનો લગભગ ૯૦ માઈલનો પ્રવાસ મઝાનો હતો. મોટરમાં અમારો આટલો લાંબો પ્રવાસ પહેલી વાર જ હતો. રસ્તો લગભગ સીધો ચાલ્યો જતો હતો. બંને બા...")
 
No edit summary
Line 7: Line 7:
રસ્તામાં વળાંકો બહુ થોડા આવતા હતા. ટેકરી ઊતરતાં મોટર ડૂબકી ખાતી. ટેકરી ચડ્યા પછી કંઈ અવનવીન દૃશ્ય આવશે એમ માની કલ્પના ઉત્સુક થતી; પણ ટેકરી ચડતાં પાછો તેવો ને તેવો જ સીધો રસ્તો આવીને ઊભો રહેતો. અમારી વિવિધતાની ઇચ્છાને નાસીપાસ કરતો એ રસ્તો કોક નવું જ વૈચિત્ર્ય સરજાવતો હતો. નાની નાની ટેકરીઓ ચડતો ને ઊતરતો તે એક વિરાટ મોજાની પેઠે આગળ વધવા લાગ્યો. ટેકરીઓનાં મોટરનાં એ ડબકાં ખાતાં ખાતાં આછી નીંદર પણ આવી જતી. બેંગલોર જેમ નજીક આવતું ગયું તેમ ખેતરો લીલાં થવા લાગ્યાં. ખેતરોમાંથી વાલોરની સુગંધ આવવા લાગી અને વાલોરપાપડીનાં ઊંધિયાં ખાવાની મોસમ આવી છે એ ખ્યાલે ગુજરાત યાદ આવવા લાગ્યું. બે વાગે અમે બેંગલોર આવી પહોંચ્યા.  

બેંગલોરમાં પહેલો વિચિત્ર અનુભવ ત્યાંના ઝટકાનો થયો. એ ઝટકો ધારિયા કે તલવારનો નહિ; પણ ઝટકાનો જ ઝટકો. ઝટકો એટલે ઘોડાગાડી, ટાંગો. મૈસૂર સિવાય આખા દક્ષિણ હિંદમાં એકે ઠેકાણેની ઘોડાગાડીઓ અમને સગવડભરેલી ન લાગી.  

માત્ર અમારા સામાનને જ એ જનાના જેવી ગાડીમાં બેસાડવો યોગ્ય માની બપોરના બે વાગ્યાના તાપમાં ઝટકાની રચનાનું પગે ચાલતાં અધ્યયન કરતા અમે આપણા સર્વને જાણીતા ઇતિહાસવિજ્ઞ શ્રી <ref>રત્નમણિરાવને</ref> ઘેર પહોંચ્યા. સાહિત્યના જગત સિવાય  
માત્ર અમારા સામાનને જ એ જનાના જેવી ગાડીમાં બેસાડવો યોગ્ય માની બપોરના બે વાગ્યાના તાપમાં ઝટકાની રચનાનું પગે ચાલતાં અધ્યયન કરતા અમે આપણા સર્વને જાણીતા ઇતિહાસવિજ્ઞ શ્રી રત્નમણિરાવને <ref>હવે સ્વર્ગસ્થ.</ref> ઘેર પહોંચ્યા. સાહિત્યના જગત સિવાય  
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 16:43, 24 June 2025

મૈસૂરની નગરીઓ

ચન્નરાયપટણાથી બેંગલોર સુધીનો લગભગ ૯૦ માઈલનો પ્રવાસ મઝાનો હતો. મોટરમાં અમારો આટલો લાંબો પ્રવાસ પહેલી વાર જ હતો. રસ્તો લગભગ સીધો ચાલ્યો જતો હતો. બંને બાજુએ ઝાડો હતાં. ખેતરોમાં ન જેવું જ વાવેતર જોવામાં આવતું. દિવસ ચડતો ગયો. સૂર્યનો પ્રકાશ સોનેરી મટી રૂપેરી થતો ગયો; પણ ઠંડીનું જોર વધતું જ ગયું. બિસ્તરા છોડી કામળો કાઢવી પડી અને કાન બાંધીને બેસવું પડ્યું. આગળ જતાં તો નાક પણ બાંધવું પડ્યું! આટલી બધી ઠંડીના કારણરૂપે મેં મોટરના વેગને જ પહેલાં તો માની લીધો; પણ પછી મને સમજાયું કે બેંગલોર તો ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ છે. અમે એ ઊંચાઈની નજીક પહોંચતા જતા હતા. એટલે કદમ-બ-કદમ ઠંડીનો પ્રતાપ વધતો જતો હતો. શરીરના એકેએક ભાગને ઢાંકીને અમે બેસી ગયા. મોટર ગાંડી થઈને જાણે દોડતી હતી. રસ્તામાં સામેથી બહુ ગાડાં વગેરે પણ મળતાં ન હતાં એટલે એના વેગમાં ખાસ અંતરાય આવતા ન હતા. શું આ રસ્તા પર કોઈ ગ્રામવસ્તી ગુજરતી નહિ હોય? રસ્તામાં વળાંકો બહુ થોડા આવતા હતા. ટેકરી ઊતરતાં મોટર ડૂબકી ખાતી. ટેકરી ચડ્યા પછી કંઈ અવનવીન દૃશ્ય આવશે એમ માની કલ્પના ઉત્સુક થતી; પણ ટેકરી ચડતાં પાછો તેવો ને તેવો જ સીધો રસ્તો આવીને ઊભો રહેતો. અમારી વિવિધતાની ઇચ્છાને નાસીપાસ કરતો એ રસ્તો કોક નવું જ વૈચિત્ર્ય સરજાવતો હતો. નાની નાની ટેકરીઓ ચડતો ને ઊતરતો તે એક વિરાટ મોજાની પેઠે આગળ વધવા લાગ્યો. ટેકરીઓનાં મોટરનાં એ ડબકાં ખાતાં ખાતાં આછી નીંદર પણ આવી જતી. બેંગલોર જેમ નજીક આવતું ગયું તેમ ખેતરો લીલાં થવા લાગ્યાં. ખેતરોમાંથી વાલોરની સુગંધ આવવા લાગી અને વાલોરપાપડીનાં ઊંધિયાં ખાવાની મોસમ આવી છે એ ખ્યાલે ગુજરાત યાદ આવવા લાગ્યું. બે વાગે અમે બેંગલોર આવી પહોંચ્યા. બેંગલોરમાં પહેલો વિચિત્ર અનુભવ ત્યાંના ઝટકાનો થયો. એ ઝટકો ધારિયા કે તલવારનો નહિ; પણ ઝટકાનો જ ઝટકો. ઝટકો એટલે ઘોડાગાડી, ટાંગો. મૈસૂર સિવાય આખા દક્ષિણ હિંદમાં એકે ઠેકાણેની ઘોડાગાડીઓ અમને સગવડભરેલી ન લાગી. માત્ર અમારા સામાનને જ એ જનાના જેવી ગાડીમાં બેસાડવો યોગ્ય માની બપોરના બે વાગ્યાના તાપમાં ઝટકાની રચનાનું પગે ચાલતાં અધ્યયન કરતા અમે આપણા સર્વને જાણીતા ઇતિહાસવિજ્ઞ શ્રી રત્નમણિરાવને [1] ઘેર પહોંચ્યા. સાહિત્યના જગત સિવાય

  1. હવે સ્વર્ગસ્થ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.