કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ: Difference between revisions
Jump to navigation
Jump to search
m (Atulraval moved page કાવ્ય-આચમન શ્રેણી — ઉશનસ્/૨. પ્રથમ શિશુ to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ) |
KhyatiJoshi (talk | contribs) m (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ) |
(No difference)
|
Revision as of 12:18, 16 July 2021
૨. પ્રથમ શિશુ
ઉશનસ્
પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહલઃ
સકલ ઘરના જેવું મારે ઘરે પણ પારણું!
અવર સઘળાં ડિમ્ભોશું આ શિશુય અણુઅણુ!
પગ ટચૂકડા, નાના નાના કરો પર અંગુલ!
ઝણકત છડા શેરીવાટે, કલધ્વનિ ઉદ્ભવે,
સ્વર નીકળતો તા...તા, તેનો વધુ રસ વેદથી!
અરવ અવકાશે આ જાણે ઊઠી પ્રથમશ્રુતિ!
વળગણી ઝૂલે વાઘા નાના ધજા સમ ઉત્સવે!
પ્રથમ શિશુના જન્મે જાણે નવેસર જીવન,
પ્રથમ સ્થિતિ ને આ બે વચ્ચે ન સામ્ય દીસે જરી,
ફળ ફૂલ પછી બીજી સ્થિતિ, નવાઈ છતાં નરીઃ
પરિણયવટે આવી ટેટી ફૂટે ભરચેતન!
પ્રથમ શિશુ સૌ ક્હાનો, માતા બધી જ યશોમતી
મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી!
૨૪-૨-૫૪
(સમસ્ત કવિતા, પૃ. ૪)