અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર : ૫. સાહેબવારી સુખસોન્તી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વખાર : ૫. સાહેબવારી સુખસોન્તી|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> વોંધો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
પણ, સાયેબ, સાયેબ, આ હોંમી વખારનું કંઈ નંઈ? | પણ, સાયેબ, સાયેબ, આ હોંમી વખારનું કંઈ નંઈ? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =વખાર : ૪. ...પણ વખારમાં નોકરી? | |||
|next = વખાર : ૬. એક સજેસન | |||
}} |
Latest revision as of 12:47, 23 October 2021
સિતાંશુ યશશ્ચંદ્ર
વોંધો સો હોય, મોટા સા’બ? વોંધોનો સવાલ જ નથી, સરકાર. મોટી મે’રબાની આપની આ તો.
આ તો હોંભળતાંવેંત સે’જ ઓંચકો જરીક ખઈ જયા અમો, નાંમદાર.
એટલે એમ કે ઓંચકો તો સો, પણ એમ કે આપ નાંમદાર નોકરી આ ભટ-રાઠવાને આ વખારમાં કઈ રીત્યે...?
વાહ! વાહ-વાહ! આનું નોંમ વહીવટ, નાંમદાર; આનું નોંમ કડપ! અલ્યાઓ, સોંભળ્યુ સૌએઃ સાયેબ જાતે પેલા વખારવારાઓને રોકડું પરખાવસે કે વખાર રાખવી હોય તો આ છયે છને અંદર નોકરીએ રાખવા પડસે ને એયે પૂરા કાયદેસરના પગારે. વાહ! આનું નોંમ રાજ ને આનું નોંમ સુખસોન્તી.
આપને? આપનેયે ખરીસ્તો, સાયેબ; સુખસોન્તી આપને પેલી.
પડવાનાસ્તો, આખા મ્હોલ્લાના મત આ ઇલેકસનમાં ખરી જગોએ જ પડવાના, નાંમદાર.
સાયેબ-સાયેબ! ઓમ, પણ, આપ ઓમ ઊંધી બાજુ ક્યોં ચાલ્યા?
પૂરી? આપની મુલાકાત પૂરી? બીજે પોંચવાનું છે? સાયેબ?
મેમણવાડ ને મિસનવારા લત્તામોંયે વખારોનો આવો જ મામલો થયો છઅ્.
તો સારું, સરકાર, ત્યોંનું જુઓ.
પણ, સાયેબ, સાયેબ, આ હોંમી વખારનું કંઈ નંઈ?