નવલકથાપરિચયકોશ/હીર: Difference between revisions

no edit summary
(added pic)
No edit summary
 
Line 11: Line 11:
“આપડા લોકો તો વરહોથી અંઇ હચવાયેલા જ સે ને. એ આવે કે ના આવે આપણને કોનો ડર છે? આપણને ડર હોય તો આપણાવાળાનો જ સે. એમના ભેગા ભળીને આપણું ખોટું કરે એમનો ડર, બાકી બહારથી તો કોની તાકાત સે કે આવીને હળી કરે. ભોડું તોડી નાખનારા તમારા જેવા કેટલાય સે આપણી પોંહે. તે પાસા એમ કે અમે તમને હાચવવા આઈએ સીએ. એ ભઈના હારા હાચવવા નઇ પણ લૂંટવા આવે સે. બેનબેટી પર હાથ નાખવા, આ કહ્યું.” (‘હીર’, પૃ. ૪૯)

હીરનું આવું નવું જ વિદ્રોહી રૂપ જોઈને લોકો તેનામાં કોઈ દૈવીશક્તિનો સંચાર થયો હોવાનું માની બેસે છે. કોઈ પણ રીતે મુખી અંગ્રેજોને દંડરૂપે માંગેલી વસ્તુઓ પહોંચાડે છે. આ તરફ ગામલોકો પણ સંકટ ટાળવા માટે એક બકરાનો બલી ગામટોળાંની માતાને આપવા માટે ભેગા થાય છે, પરંતુ પરંપરાગત માન્યતા મુજબ બકરામાં માતાના સ્વીકારની કોઈ નિશાની દેખાતી નથી ત્યારે ગામના વડીલ જગાડોસા આ ગામમાંથી નાળિયેર અને એક તીર સાગના પાનમાં બાંધીને બીજે ગામ મોકલાવીને એ ગામમાં પણ બકરાનો બલી આપવાનું કહેણ મોકલાવે છે. આમ, આસપાસનાં તમામ ગામોમાં લોકો ભેગા થઈને, ઢોલ વગાડીને વિદ્રોહના પ્રતીક જેવું તીર ગામેગામ ફેરવે છે. અંગ્રેજ છાવણીમાં આ વાત પહોંચતાં, ગામેગામના લોકો સંગઠિત થઈ રહ્યા છે એવી જાણકારી મળતાં, તેઓ ઘોડા પર સવાર થઈને ડુંગરોમાં ઊતરી પડે છે. લોકો ડરના માર્યા ઘરોમાં પુરાઈ રહે છે. હીંમતવાળા કેટલાક લોકો સામનો કરે છે. આ દરમિયાન ગોરબાપાના માધ્યમથી એક ભારતીય સૈનિક જગતસિંહ હીરને મળે છે અને તેને ૧૮૫૭ના વિપ્લવની માહિતી આપે છે, સંગઠિત થઈને વિદ્રોહ કરવા તૈયાર કરે છે, રાઈફલ ચલાવતાં પણ શીખવે છે. લોકો વૃક્ષો પર ચઢીને અંગ્રેજોનો તીરકામઠાંથી સામનો કરે છે. અંગ્રેજો સંખ્યાબળ વધારીને ‘હૂંઢીમારો’ કાયદા હેઠળ આડેધડ અત્યાચાર ગુજારે છે. આખરે હીર રાઈફલ લઈને બહારવટે ચઢે છે. આસપાસનાં ગામોની, અંગ્રેજોના અત્યાચારના લીધે વિધવા થયેલી, બાપવિહોણી બનેલી સ્ત્રીઓ સંગઠિત થાય છે અને હીરના નેતૃત્વ હેઠળ માથે માતાનો ગરબો લઈને ગીતો ગાતાં ગાતાં ગોધરા તરફ સામૂહિક કૂચ કરે છે. અષાઢની અમાસની અંધારી રાતે જગતસિંહ અને ગોરબાપા દ્વારા ગોધરા પહોંચેલા હથિયારો લઈને અંગ્રેજોના કિલ્લા પર હુમલો કરી દે છે. કેટલીય સ્ત્રીઓ અને સૈનિકો મૃત્યુ પામે છે. હીરને મુખ્ય અધિકારી પર હુમલો કરવા જતાં ગોળી વાગે છે અને ત્યાં જ તે મૃત્યુ પામે છે. અંગ્રેજ અધિકારી આ મહિલાઓની હિંમત જોઈને તેમનાં શબ વતન સુધી માનભેર પહોંચાડે છે. ગામલોકોને રોજગારી આપવાનું વચન આપીને નિર્ભય રહેવાનું કહે છે. ત્યારે ગોરબાપા બધા વચ્ચે હીરબાઈ માતાની જય બોલાવે છે. આમ, નવલકથામાં હીરનું પાત્ર ક્રમશઃ વિદ્રોહની પરાકાષ્ઠાએ પહોંચે છે અને શહીદ થાય છે એની આ વિદ્રોહગાથા છે.

ત્રીજા પુરુષ એકવચન કથનકેન્દ્રથી લખાયેલી આ નવલકથામાં જીવંત બની જતાં પાત્રોની વીરતા, ગતિશીલ અને રોમાંચક રીતે નિરૂપણ પામેલું કથાનક, આદિવાસી સમાજને ઉજાગર કરતું જીવન, પાત્રાનુસારી બોલી અને કથકની શિષ્ટ ભાષાશૈલી, ડુંગરાળ ગ્રામ્યજીવનનું સજીવસ્પર્શી આલેખન વગેરે ઘટકતત્ત્વો કાર્યસાધક નીવડ્યાં છે. સ્ત્રીઓનો સામૂહિક વિદ્રોહ નારીવાદની દૃષ્ટિએ નોંધપાત્ર છે તો અંગ્રેજો સામેનો ભારતીય પ્રજાનો જુવાળ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. નવલકથામાં આવતાં પહેરવેશ, લોકબોલી, બાધા-આખડી, વિધિવિધાનો-માન્યતાઓ, મેળો, રૂઢિગત પરંપરાઓ, ડુંગર-નદી-જંગલ અને રહેણાંકનાં વિગતપ્રચુર વર્ણનો, અભાવો વચ્ચે જિવાતું લોકજીવન વગેરેથી આદિવાસી નવલકથા તરીકે પણ આ નવલકથા નોંધપાત્ર છે. પાત્રનિરૂપણ દૃષ્ટિએ જયંત પાઠકકૃત ‘વનાંચલ’ અને પરિવેશ નિરૂપણની દૃષ્ટિએ કિશોરસિંહ સોલંકીકૃત ‘અરવલ્લી’ અને વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘આરણ્યક’ની સમકક્ષ મૂકી શકાય એવી આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વની બની રહે છે. મોહનદાસ નૈમિષરાયની નવલકથા ‘ઝલકારીબાઈ’માં રાણી લક્ષ્મીબાઈ સાથે રહીને અંગ્રેજો સામે વિદ્રોહ કરતી ‘ઝલકારીબાઈ’ની સમકક્ષ મૂકી શકાય તેવી જ નાયિકા હીરબાઈ અહીં નિરૂપણ પામી છે. આમ, આદિવાસીચેતના, ગ્રામચેતના, નારીચેતના, નારિવાદ, પર્યાવરણ અને ઐતિહાસિક નવલકથાની દૃષ્ટિએ ‘હીર’ નવલકથા મહત્ત્વની છે.
ત્રીજા પુરુષ એકવચન કથનકેન્દ્રથી લખાયેલી આ નવલકથામાં જીવંત બની જતાં પાત્રોની વીરતા, ગતિશીલ અને રોમાંચક રીતે નિરૂપણ પામેલું કથાનક, આદિવાસી સમાજને ઉજાગર કરતું જીવન, પાત્રાનુસારી બોલી અને કથકની શિષ્ટ ભાષાશૈલી, ડુંગરાળ ગ્રામ્યજીવનનું સજીવસ્પર્શી આલેખન વગેરે ઘટકતત્ત્વો કાર્યસાધક નીવડ્યાં છે. સ્ત્રીઓનો સામૂહિક વિદ્રોહ નારીવાદની દૃષ્ટિએ નોંધપાત્ર છે તો અંગ્રેજો સામેનો ભારતીય પ્રજાનો જુવાળ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. નવલકથામાં આવતાં પહેરવેશ, લોકબોલી, બાધા-આખડી, વિધિવિધાનો-માન્યતાઓ, મેળો, રૂઢિગત પરંપરાઓ, ડુંગર-નદી-જંગલ અને રહેણાંકનાં વિગતપ્રચુર વર્ણનો, અભાવો વચ્ચે જિવાતું લોકજીવન વગેરેથી આદિવાસી નવલકથા તરીકે પણ આ નવલકથા નોંધપાત્ર છે. પાત્રનિરૂપણની દૃષ્ટિએ જયંત પાઠકકૃત ‘વનાંચલ’ અને પરિવેશ નિરૂપણની દૃષ્ટિએ કિશોરસિંહ સોલંકી કૃત ‘અરવલ્લી’ અને વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની ‘આરણ્યક’ સાથે સરખાવી શકાય એવી આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વની બની રહે છે. મોહનદાસ નૈમિષરાયની નવલકથા ‘ઝલકારીબાઈ’માં રાણી લક્ષ્મીબાઈ સાથે રહીને અંગ્રેજો સામે વિદ્રોહ કરતી ‘ઝલકારીબાઈ’ની સમકક્ષ મૂકી શકાય તેવી જ નાયિકા હીરબાઈ અહીં નિરૂપણ પામી છે. આમ, આદિવાસીચેતના, ગ્રામચેતના, નારીચેતના, નારિવાદ, પર્યાવરણ અને ઐતિહાસિક નવલકથાની દૃષ્ટિએ ‘હીર’ નવલકથા મહત્ત્વની છે.

{{Poem2Close}}<poem>
{{Poem2Close}}<poem>