કાવ્યચર્ચા/અમેરિકન દૃશ્યાવલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 43: Line 43:

સાંજે અમે છાયુગા સરોવરને કાંઠે ઊભાં હતાં. સફેદ સઢવાળી અનેક તરણીઓથી લાંબું લાંબું એ સરોવર નૌકાવિહાર માટે આમંત્રણ આપતું હતું. આ છાયુગાને કિનારે જ વિખ્યાત કૉર્નેલ યુનિવર્સિટી છે.{{Poem2Close}}

<center>{{Color|Red|૨. કૉર્નેલ પરિસર}}</center>

Line 53: Line 52:

કોઈ વાર એકદમ અંધારું થયે વેસ્તાલના માર્ગો પર ચાલવા નીકળીએ. ફળિયાના સ્વચ્છ માર્ગોની બન્ને બાજુના ઊંચા થતા ઢોળાવ પરનાં બધાં ઘર ચૂપ. અંદર દીવા બળે, કોઈ જીવ દેખાય નહિ. સંભળાય એવી ભરીભરી શાંતિ. જાણે આ શેરીઓમાં ચાલ્યા જ કરીએ, ચાલ્યા જ કરીએ.{{Poem2Close}}

<center>*</center>
<center>*</center>
Line 63: Line 61:

લાંબું સરોવર આંખને ખેંચતું હોય, એમાં તરતી સેઇલ બોટતરણીઓ – હંસીનીઓ જેવી લાગતી હોય. કિનારે રીતસરની વાડીઓ. વાઇનરિમાં જાઓ એટલે સ્વાગત હસીને થાય. પુલિન જુદા જુદા વાઇનના આસ્વાદ જાણે એટલે એ કહે કે અમુક વાઇન. સાકી નાનકડી પ્યાલી ભરીને આપે. ‘વાઇન-ટેસ્ટિંગ’. દ્રાક્ષની વેલો પર દ્રાક્ષ લચકે ને લચકે બાઝી પડી છે. હજી કાચી છે. આરતી વળી કહે : ‘સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી રહી જાઓ. અહીંના ‘ફૉલ’ – પાનખર-નો અનુભવ તો કરો. અદ્ભૂત બદલાતાં રંગોની છટા જોઈ તમે પાગલ થઈ જશો. આ દ્રાક્ષમાં પણ બરાબર રસ ભરાશે. પાકેલી દ્રાક્ષની સુગંધથી વાતાવરણ તરબતર થઈ જાય છે.’ હું કલ્પના કરી રહ્યો : પાનખરના રંગ અને રસ બદલતી દ્રાક્ષની પક્વ ગંધ…. અમે ત્રણેક વાઇનરિમાં વાઇન-ટેસ્ટિંગ કરતાં ભમ્યાં. આરતી અને અ. દ. માત્ર જ્યૂસ પીએ. વચ્ચે સેનેકાનાં જળ ઝબકી જાય. છાયુગા સરોવરને કાંઠે પણ આવી વાઇન ‘ટ્રેઇલ’ છે. ફિંગર લેક્સ વિસ્તારને એટલે તો ‘વાઇન કન્ટ્રિ’ કહે છે – અમેરિકામાં કેલિફોર્નિયા પછી દ્રાક્ષ ઉગાડનાર સૌથી મોટો વિસ્તાર.{{Poem2Close}}

Line 76: Line 73:

‘હૉલ ઑફ સાયંસ ઍન્ડ ઈન્ડસ્ટ્રી’માં ગ્લાસની ટેક્નૉલોજી અને સ્ટ્યૂબેન ગ્લાસ ફેક્ટરીમાં કારીગરો કાચની કવિતાની રચનાપ્રક્રિયા દેખાડે છે.{{Poem2Close}}

{{Poem2Open}}આરતી અને પુલિનની સાથે આઇ.બી.એમ. કંપનીમાં કામ કરતા બૉબ (રૉબર્ટ) આરતી-પુલિનના મિત્ર છે. આ અમેરિકન મિત્રને ભારતીય દર્શન અને સંસ્કૃતિમાં ઘણી રુચિ છે. એક સાંજે એની સાથે ઘણી ચર્ચા થઈ. ખાસ તો કર્મસિદ્ધાંત અંગે. ભગવદ્ગીતા એણે વાંચી છે. ભૂરી આંખો ધરાવતા બૉબે છૂટાછેડા લીધેલા છે. આમ એકલો રહે છે, પણ એની એક મિત્ર છે – દાના. બન્ને જુદે જુદે સ્થળે કામ કરે છે, પણ શુક્રવારે સાંજે બન્ને ભેગાં થાય. રવિવારે છૂટાં પડે. મિત્રતા છે, પણ લગ્ન કરતાં નથી. બૉબે એક વાર પ્રસ્તાવ કર્યો : આપણે કૉર્નેલ યુનિવર્સિટી-કૅમ્પસ પર એક દિવસ જઈએ.

Line 222: Line 217:

એ વખતે તો નક્કર ભોંય પર ઊતર્યાં. પણ પછી દિવસો વીતી ગયા છે અને મહિના પણ. સમયને આટલે અંતરે ઊભા પછી હવે હજાર ટાપુનો લોક કલ્પનાલોક જ લાગે છે – એક સ્વપ્નલોક. સ્વપ્ન જાણે ભુલાઈ ગયું છે. એ લોકની ભુલભુલામણીમાં મારી નૌકા ઘણી વાર વહેતી હોય છે. કોઈ ટાપુ પર કેમ એ નાંગરતી નથી?{{Poem2Close}}

<center>{{Color|Red|૫. લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’}}</center>

Line 275: Line 269:

<poem>
<poem>
કાળ જાણે કરમાં નદીસ્રોત-ટાંકણું લઈને
'''કાળ જાણે કરમાં નદીસ્રોત-ટાંકણું લઈને'''
ક્ષણક્ષણ
'''ક્ષણક્ષણ'''
કરતો તક્ષણ-કર્મ
'''કરતો તક્ષણ-કર્મ'''
લાખ લાખ વરસ રહ્યો ઘડતો આ શિખરવૈભવ.</poem>
'''લાખ લાખ વરસ રહ્યો ઘડતો આ શિખરવૈભવ.'''</poem>

{{Poem2Open}}
{{Poem2Open}}
26,604

edits