કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩. બપોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. બપોર|નલિન રાવળ}} <poem> ખડ ખડ હસતી ખડ ખડ બિહામણી આ ઊડે બપોર. મ...")
 
No edit summary
 
Line 36: Line 36:
{{Right|(અવકાશપંખી, પૃ. ૫)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨. સવાર-૨|૨. સવાર-૨]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪. એક વૃદ્ધાની સાંજ| ૪.એક વૃદ્ધાની સાંજ]]
}}

Latest revision as of 09:27, 18 September 2021


૩. બપોર

નલિન રાવળ

ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.

મસાણમાં ભડકે આળોટે
રાખ ધૂળના ભરે ફાકડા
વાંભ ઊછળે શીશ-ઝંટિયા.

ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.

ઊભેલ ઠૂંઠાં
ભૂત થયેલાં
વૃક્ષોએ ભેંકાર કારમી પાડી ચીસ
પ્હાડ તણાં હૈયાં હાલ્યાં ને પડઘાઓની ભીંસાભીંસ.

ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.

આભ ઊગેલાં વાદળ બાળ્યાં,
નદી, સરોવર, ખેતરનાં હૈયાં સળગાવ્યાં,
બાળ્યા પગ-રસ્તા,
બાળ્યા કોકિલના ટહુકા,
કવિઆંખની લોહ-કીકીઓ એક ન બાળી.

ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.
(અવકાશપંખી, પૃ. ૫)