અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/ફિલસૂફી સમજી લીધી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 24: Line 24:
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = જીવન બની જશે
|next =ઇશારે ઇશારે
}}

Revision as of 09:41, 21 October 2021


ફિલસૂફી સમજી લીધી

મરીઝ

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું!
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.

દુ:ખ તો એનું છે કે એ દુનિયાનાં થઈને રહી ગયાં,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.

દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.

કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.

એ હવે રહીરહીને માગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.