અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/જીવન બની જશે
Jump to navigation
Jump to search
જીવન બની જશે
મરીઝ
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે.
મારું કવન જગતનું નિવેદન બની જશે.
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે.
જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફક્ત સ્વતંત્રતા!
મારું છે એવું કોણ જે બંધન બની જશે!
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
(આગમન, પૃ. ૧૯)
`મરીઝ’ • જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય