અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/થોડો વગડાનો શ્વાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)}} | {{Right|(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ભીનું સમયવન | |||
|next = ક્યાં છે? | |||
}} |
Revision as of 10:50, 21 October 2021
થોડો વગડાનો શ્વાસ
જયન્ત પાઠક
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)